For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેચરની આશ્ચર્ય પમાડે તેવી રચના, જોઇને કહેશો આવું તે કંઇ હોય!

By Super
|
Google Oneindia Gujarati News

ભારત હોય કે વિશ્વ નેચરે દરેક ખૂણે કંઇકને કંઇક આશ્ચર્ય પમાડે તેવું સર્જન કરીને માનવ જાતિને અચંબામાં મુકી દીધી છે. નેચરે સર્જેલા આ સર્જનમાં ક્યાંક અથાગ સુંદરતા હોય છે, તો ક્યાંક હૃદયના ધબકારા થંભી જાય તેવું ખોફનાક મંજર હોય છે. જો કે બધાની વચ્ચે કેટલીક એવી બાબતો પણ છે જે નેચર દ્વારા રચવામાં આવેલી હોવા આપણે વિશ્વાસ કરી શકતા નથી કે શું ખરેખર આવું હોઇ શકે ખરા?

આજે અમે અહીં એવી જ 10 અનોખી અને આશ્ચર્ય કરી મુકે તેવી નેચરની સર્જનતા જણાવી રહ્યાં છે, જને જોઇને તમે વિશ્વાસ નહીં કરો કે ખરેખર આ પૃથ્વીમાં કે જ્યાં આપણે રહી રહ્યાં છીએ ત્યાં જ આવેલા છે. જેમ કે એન્ટાર્કટિકામાં આવેલુ બ્લડ ફોલ્સ, આછા ઝબકારાવાળો દરિયા કિનારો, અન્ડરવોટર ફોરેસ્ટ વિગેરે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ નેચરની આશ્ચર્ય પમાડે તેવી સર્જનતાને.

લોહીનું ઝરણુ, એન્ટાર્કટિકા

લોહીનું ઝરણુ, એન્ટાર્કટિકા

તમને કદાચ એવું લાગશે કે આવું તે કંઇ હોય પરંતુ આ સાચી વાત છે, એન્ટાર્કટિકામાં એક એવું ઝરણું છે, જેમાંથી લોહી જેવા કલરનું પાણી વહે છે. આ ઝરણું એન્ટાર્કટિકામાં ટેઇલર ગ્લાસિઅરમાં આવેલું છે.

રેમ્બો આકારના નિલગિરીના ઝાડ

રેમ્બો આકારના નિલગિરીના ઝાડ

હવાઇના કાઇલુઆ ખાતે કૂદરતનો આ અદભૂત નઝારો આવેલો છે. આ નિલગિરીના ઝાડને તમે જુઓ ત્યારે તમને એમ જ લાગે કે જાણે ત્યાં રેમ્બો એટલે કે ઇન્દ્ર ધનુષ છવાયેલું છે.

ઘ વેવ એરિઝોના

ઘ વેવ એરિઝોના

આ શાનદાર નઝારો અમેરિકા નજીક અરિઝોના અને ઉતહ બોર્ડર પાસે જોવા મળે છે, જ્યાં રેતીના પથ્થરો જાણે કે દરિયાના મોજાના આકારમાં પરિવર્તિત થયેલા જોવા મળે છે.

આછા ઝબકારાવાળો દરિયા કિનારો, માલદિવ્સ

આછા ઝબકારાવાળો દરિયા કિનારો, માલદિવ્સ

માલદિવ્સમાં આ આછા ઝબકારાવાળો દરિયા કિનારો આવેલો છે. અહીંના દરિયા કિનારે મિરર સ્ટાર્સના ઝબકારા જોવા મળે છે. વાધૂ આઇલેન્ડના આ નઝારામાં બ્લુ વેવ્સ ચાર ચાંદ લગાવી દે છે.

લાઇટ પિલર્સ

લાઇટ પિલર્સ

મોસ્કોમાં આ લાઇટ પિલર્સ જોવા મળે છે. જેને નિહાળવા એક સુંદર અને અવસ્મરણિય નજારા સમાન છે. આઇસ ક્રિસ્ટલમાં લાઇટના રિફ્લેક્શનથી આ લાઇટ પિલર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં સૂર્ય અને ચંદ્રની અથવા તો સ્ટ્રીટલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

રિફ્લેક્ટિવ સોલ્ટ ફ્લેટ્સ

રિફ્લેક્ટિવ સોલ્ટ ફ્લેટ્સ

બોલિવિયામાં આવેલું આ અમેઝિંગ સોલ્ટ ફ્લેટ્સ એવું છે જ્યાં આકાશ અને ધરતીનું શાનદાર મીલન થાય છે અને જાણે એવું લાગે કે તમે કોઇ સ્વર્ગમાં પહોંચી ગયા છો. આ વિશ્વનું સૌથી મોટું સોલ્ટ ફ્લેટ્સ છે. જે 10,582 સ્કેવર કિમીમાં ફેલાયેલું છે અને અહીં મોટી માત્રામાં રિફ્લેક્શન જોવા મળે છે.

સેનોટ, અન્ડરગ્રાઉન્ડ કુદરતી ફુવારો, મેક્સિકો

સેનોટ, અન્ડરગ્રાઉન્ડ કુદરતી ફુવારો, મેક્સિકો

ક્યારેક કુદરત દ્વારા એવું નિર્માણ થઇ જાય છે કે જેના પર ક્યારેક વિશ્વાસ કરવો અઘરો થઇ પડે છે. આવી જ એક વસ્તુ મેક્સિકોમાં આવેલી છે, જેને અન્ડરગ્રાઉન્ડ કુદરતી ફુવારો કહેવામાં આવે છે. જેને સેનોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં એક ખાડો છે અને તેની અંદર પાણીનો ભંડાર છે.

ડર્ટી થન્ડરસ્ટોર્મ

ડર્ટી થન્ડરસ્ટોર્મ

ડર્ટી થન્ડરસ્ટોર્મને વોલ્કેનિક લાઇટિંગ પણ કહેવામાં આવે છે. વાદળછાયા વાતાવરણમાં વિજળીના ચમકારા જ્વાલામુખી પર પડે છે. એ દરમિયાન લાય ઓકતા જ્વાળાની સાથો-સાથ મોટી માત્રામાં પાણી પણ ત્યાં વહેતું જોવા મળે છે.

ધ ઘોસ્ટ ટ્રી, પાકિસ્તાન

ધ ઘોસ્ટ ટ્રી, પાકિસ્તાન

પાકિસ્તાનના કેટલાક ભાગમાં આવેલા પૂરની એવી અસર થઇ હતી કે ત્યાંના કેટલાક ઝાડ ઘોસ્ટ ટ્રી જેવા બની ગયા હતા. આ વૃક્ષોને સ્પાઇડર ટ્રી તરીકે પણ બોલાવવામાં આવતા હતા.

અન્ડરવોટર ફોરેસ્ટ, કઝાકિસ્તાન

અન્ડરવોટર ફોરેસ્ટ, કઝાકિસ્તાન

આ અન્ડરવોટર ફોરેસ્ટ 400 મીટર લાંબા કેન્ડી લેકનો એક ભાગ છે, જે કઝાકિસ્તાનમા આવેલો છે. આ લેક કઝાકિસ્તાનના અલ્માતી શહેરથી 129 કિમી દૂર તિઆન શાન માઉન્ટેનમાં આવેલું છે. આ તળાવનું નિર્માણ કઝાકિસ્તાનમાં આવેલા એક ભૂંકપ બાદ થયું હોવાનું જાણવા મળે છે.

English summary
this Things In Nature You Won’t Believe Actually Exist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X