India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 ઐતિહાસિક સ્મારક જોઇને આપને ભારતીય હોવાનું ગૌરવ થશે

|
Google Oneindia Gujarati News

ભારતની ગણતરી વિશ્વના એ દેશોમાં થાય છે જે પોતાની અનોખી વાસ્તુકલાના પગલે દર વર્ષે દેશ-દુનિયાના લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. આજે અત્રે એવા ઘણા સ્મારકો આવેલા છે જેને જોઇને આપને ભારતના ગૌરવશાળી ઇતિહાસ અંગેની જાણકારી મળશે. ભારતની ધરતી પર સ્થાપિત આ ઇમારત એવી છે જેને ફક્ત જોવા માત્રથી જ તમારા મોઢેથી વાહ નીકળી જશે અને આપ આપણી આ ધરોહર પર ગૌરવ અનુભવ કરશો.

જો આપ ભારતમાં સ્થિત અલગ અલગ સ્મારકો પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો એક વાત સામે આવે છે અને તે છે આ ઇમારતોની શૈલી, જેમાં અલગ સભ્યતાઓ અને સંસ્કૃતિઓની ઝલક જોવા મળે છે. આ જ ક્રમમાં આજે અમે આપને અવગત કરાવી રહ્યા છીએ ભારતના એવા દસ સ્મારકોથી છે ખૂબ જ સુંદર છે કે કોઇપણનું મન મોહી લે, જ્યારે બીજી તરફ આ એવી પણ કલા, ઇતિહાસ અને વાસ્તુના ઇચ્છુક વ્યક્તિ વારંવાર આ ઇમારતો અને સ્મારકોને જોવા આવશે.

આવો જોઇએ તસવીરોમાં ભારતના ટોપ 10 ઐતિહાસિક સ્મારક...

તાજ મહેલ

તાજ મહેલ

તાજ મહલ ભારતના ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં સ્થિત એક મકબરો છે. આનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાં એ, પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવડાવ્યું હતું. તાજ મહલ મોગલ વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આની વાસ્તુ શૈલી ફારસી, તુર્ક, ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકો નું અનોખું સમ્મિલન છે. સન્ ૧૯૮૩ માં તાજ મહલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું. આની સાથે જ આને વિશ્વ ધરોહર ની સર્વત્ર પ્રશંસિત, અત્યુત્તમ માનવી કૃતિઓમાંનું એક કહેવામાં આવ્યું. તાજમહલને ભારત ની ઇસ્લામી કળા નો રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે. આનું શ્વેત ઘુમ્મટ તથા લાદી આકાર માં આરસથી ઢંકાયેલ કેન્દ્રીય મકબરો પોતાની વાસ્તુ શ્રેષ્ઠતામાં સૌન્દર્યના સંયોજનનો પરિચય દે છે. તાજમહલ ઇમારત સમૂહ ની સંરચનાની ખાસ વાત છે, કે આ પૂર્ણત: સમમિતીય છે. આ સન ૧૬૪૮ માં લગભગ પૂર્ણ નિર્મિત થયું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરીને પ્રાયઃ આના પ્રધાન રૂપાંકનકર્તા માનવામાં આવે છે.

વિક્ટોરિયા મેમોરિયલ

વિક્ટોરિયા મેમોરિયલ

વિક્ટોરિયા મેમોરિયલ ભારતમાં અંગ્રેજી રાજને આપવામાં આવેલી એક શ્રદ્ધાંજલિ છે, તેને પુન: નિર્મિત કરવામાં આવ્યું હતું અને આ તાજમહેલ પર આધારિત હતું. આને સામાન્ય જનતા માટે 1921માં ખોલવામાં આવ્યું હતું, તેમાં શાહી પરિવારની કેટલીંક તસવીરો પણ છે. આ ખૂબ જ કિંમતી પ્રદર્શન ઉપરાંત પર્યટક વિક્ટોરિયા મેમોરિયલની સુંદર સંરચનાને જોવા માટે અહીં આવે છે. આ કોલકાતાનું સૌથી જાણીતું દર્શનીય સ્થળોમાંનું એક છે.

ભારતનું પ્રવેશદ્વાર

ભારતનું પ્રવેશદ્વાર

ભારતનું પ્રવેશદ્વાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે એપોલો બંદર ખાતે આવેલું છે. આ પ્રવેશદ્વાર વર્ષોથી 'ગેટ વે ઓફ ઇન્ડીયા'ના નામથી જાણીતું છે. આ પ્રવેશદ્વાર એક સ્મારક તરીકે બનાવવામાં આવેલી ઇમારત છે, જે ૨૬ મિટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે. આ પ્રવેશદ્વારના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ત્રીજી ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.

લાલ કિલ્લો

લાલ કિલ્લો

લાલ કિલ્લો ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં સ્થિત છે. જેનો ૨૦૦૭ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોમાં સમાવેશ કરાયેલ છે. લાલ કિલ્લો અને 'શાહજહાંનાબાદ' શહેર, સને ૧૬૩૯ માં,શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ. લાલ કિલ્લો મૂળ તો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા 'સલિમગઢ કિલ્લા'ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ. લાલ કિલ્લો ઉચ્ચત્તમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન છે.આ કિલ્લાની કલા કારીગરી પર્શિયન,યુરોપિયન અને ભારતીય કલાઓનું સંમિશ્રણ છે,જેનાં પરીણામ સ્વરૂપ અદ્વિતીય શાહજહાની શૈલીનો વિકાસ થયો જે રૂપ,અભિવ્યક્ત્તિ અને રંગોથી પ્રચુર છે. કિલ્લાનું સંપૂર્ણ કામ 2.41 કિમીમાં ફેલાયેલું છે.

હવા મહેલ

હવા મહેલ

હવા મહેલ એ જયપુર શહેર, કે જે પશ્ચિમ ભારતમાં આવેલા રજસ્થાન રાજ્યનું પાટનગર છે, તેમાં આવેલો એક મહેલ છે. મહારાજા સવાઈ પ્રતપસિંહે ઇ. સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી ૯૫૩ બારીઓ છે, જે સુંદર નક્શીદાર જાળીથી સુશોભિત છે. મહેલની રાણીઓ જે સખત રીતે પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદુ જીવન જોઈ શકે એ આ જાળીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

મૈસૂર મહેલ

મૈસૂર મહેલ

મૈસૂર મહેલને અંબા વિલાસ મહેલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મહેલમાં ઇંડો-સારાસેનિક, દ્રવિડિયન, રોમન અને ઓરિએંટલ શૈલીનું વાસ્તુશિલ્પ જોવા મળે છે. આ ત્રણ માળના મહેલના નિર્માણ માટે ભૂરા રંગના ગ્રેનાઇટ, જેમાં ત્રણ ગુલાબી આરસપહાણના ગુંબદ હોય છે, જેનો સહારો લેવામાં આવે છે. મહેલની સાથે સાથે અત્રે 44.2 મીટર ઉંચા એક પાંચ માળના ટાવર પણ છે, જેના ગુંબદને ઊંઘવા માટે બનાવવામાં આવ્યા છે. આ મહેલ વિશ્વના સર્વાધિક જોવાયેલા સ્થળોમાંથી એક છે. તેનું પ્રમાણ એ વાતથી પણ મળે છે કે ન્યૂયોર્ક ટાઇમ્સે તેને વિશ્વના 31 ચોક્કસ ફરવા લાયક સ્થળોમાં સ્થાન આપ્યું છે.

સાંચીનો સ્તૂપ

સાંચીનો સ્તૂપ

સાંચી ભારત ના મધ્ય પ્રદેશ રાજ્ય ના રાયસેન જિલ્લો, માં સ્થિત એક નાનકડું ગામ છે. આ ભોપાલ થી ૪૬ કિ.મી. પૂર્વોત્તર માં, તથા બેસનગર અને વિદિશા થી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે ના કાળ ની છે. સાંચી માં રાયસેન જિલ્લાની એક નગર પંચાયત છે. અહીં એક મહાન સ્તૂપ સ્થિત છે. આ સ્તૂપ ને ઘેરતા ઘણાં તોરણ પણ બનેલા છે. આ પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને સાહસના પ્રતીક છે. સાંચી નો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી, ઈ.પૂ. માં બનાવડાવ્યો હતો. આના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઈંટ નિર્મિત ઢાંચો હતો, જેમાં ભગવાન બુદ્ધ ના અમુક અવશેષ રાખ્યાં હતાં આના શિખર પર સ્મારક ને દેવાયેલ ઊંચ્ચ સન્માન ના પ્રતીક રૂપી એક છત્ર હતું.

કુતુબ મીનાર

કુતુબ મીનાર

કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર (૨૩૭.૮ ફુટ) અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. (૯.૦૨ ફુટ) થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે. આમાં ૩૭૯ પગથીયા છે. મિનારાની ચારે તરફ બનેલા આંગણામાં ભારતીય કળાના ઘણા ઉત્કૃષ્ટ નમૂના છે. આ પરિસર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના રૂપમાં સ્વીકૃત કરાયું છે. દિલ્હીના પ્રથમ મુસ્લિમ શાસક કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું નિર્માણ સન ૧૧૯૩માં આરંભ કરાવ્યું હતું.

ઈંડિયા ગેટ

ઈંડિયા ગેટ

ઈંડિયા ગેટ ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હી હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પીત હતી. શરૂઆતમાં તેને અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકિના નામ પોતાના પર સમાવે છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાટે લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં. શરુઆતમાં કિંગ જ્યોર્જ - ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બીરાજમાન હતી જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મુકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછી આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોત તરીકે પણ ઓળખાય છે

ચાર મીનાર

ચાર મીનાર

હૈદરાબાદની ખાસ ઓળખ માનવામાં આવતા ચાર મીનારને મોહમ્મદ કુલી કુતુબ શાહીએ 1591માં બનાવડાવ્યું હતું. આજે આ ઐતિહાસિક ઇમારતે આખા વિશ્વમાં આકર્ષણ જમાવ્યું છે. જેમ કે નામથી જ સ્પષ્ટ થાય છે કે ચાર મીનાર શાબ્દિક અર્થ થાય છે- ચાર ટાવર. આ ભવ્ય ઇમારત પ્રાચીન કાળની ઉત્કૃષ્ટ વાસ્તુશિલ્પનું શાનદાર નમૂનો છે. આ ટાવરમાં ચાર ચમકતા મીનારા છે, જે ચાર મેહરાબ સાથે જોડાયેલ છે. મેહરાબ મીનારને સહારો પણ આપે છે. જ્યારે કુલી કુતુબ શાહીએ ગોલકુંડાના સ્થાન પર હૈદરાબાદને નવી રાજધાની બનાવી, ત્યારે ચાર મીનારનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...

આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...

આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...

English summary
Take a look at this list of the best historical monuments of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X