• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નહીં જાણતા હોવ ભારતના આ રહસ્યમય સ્થળોનું સીક્રેટ

|
Google Oneindia Gujarati News

ભારત એક શબ્દ જેની કલ્પના માત્રથી જ વ્યક્તિ તેની સુંદરતામાં ખોવાઇ જાય છે. જેમ કે તમે આ શબ્દ અંગે વિચારશો અને પ્રકારની બાબતો, અનેક દ્રશ્યો, અનેક સંસ્કૃતિ આપમળે આપણી આંખો સમક્ષ આવી જાય છે. અતઃ એ કહેવું જરા પણ અતિશ્યોક્તિ ભરેલું નથી કે ભારત વિવિધતાઓ અને વિચિત્રતાઓનો દેશ છે. કદાચ એટલા માટે જ તેને વિવિધતાઓથી ભરેલો દેશ કહેવામાં આવે છે, કારણ કે, અહી જેવી કળા, સંસ્કૃતિ અને ભોજપ તમને અન્ય કોઇ દેશમાં મુશ્કેલીથી મળશે.

ભારત જ્યાં એક તરફ કાશ્મીરની ઠંડી છે તો બીજી તરફ ચેરાપુંજીમાં થનારો સર્વાધિક વરસાદ છે. તમને અહીં થારના પણ દર્શન થશે જેનો સમાવેશ વિશ્વના સૌથી સુકા ક્ષેત્રમાં થાય છે. આ ઉપરાંત ભારતનો લગભગ અડધાથી વધારે ભાગ સુંદર બીચો અને શાંત સમુદ્રથી ઘેરાયેલો છે. જો તમે ભારતના કોઇ ઉત્તરીય ભાગમાં નજર ફેરવો તો તમને જાણવા મળશે કે ભારતનો આ ભાગ સફેદ સંગેમર બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલો છે.

ભારતમાં, કાશ્મીરથી લઇને કન્યાકુમારી અને રાજસ્થાનથી લઇને આસામ અને અરૂણાચલ પ્રદેશની યાત્રામાં તમને એવું ઘણું બધુ મળી જશે જેને તમે ભૂલાવી નહીં શકો. તો ચાલો તમને તસવીરો થકી અવગત કરાવીએ અતુલનીય ભારતની 10 એવા સુંદર સ્થળો કે જેમના વિશે તમે અત્યાર સુધી ના તો જાણ્યુ હશે કે સાંભળ્યું હશે.

લોનાર ક્રેટર

લોનાર ક્રેટર

લોનાર ઝીલ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સ્થિત એક ખારા પાણીની ઝીલ છે. તેનું નિર્માણ એક ઉલ્કા પિંડ પૃથ્વી સાથે અથડાવવાના કારણે થયું હતું. જણાવવામાં આવે છે કે આ ઉલ્કા પિંડ અહી 52 હજાર વર્ષ પહેલા પડ્યો હતો, જેના ફળ સ્વરૂપે આ ખાડાનું નિર્માણ થયું. તમને જણાવી દઇએ કે એક બ્રિટિશ અધિકારી જે ઇ અલેક્ઝાન્ડરે સૌથી પહેલા આ ખાડાની શોધ કરી હતી.

બુઆનું તળાવ

બુઆનું તળાવ

બુઆનું તળાવ, રાજધાની દિલ્હીથી 65 કિ.મી દૂર હરિયાણાના ઝજ્જરમાં છે, જે એક મકબરો છે. આ મકબરાનું નિર્માણ પાછળ 375 વર્ષ જૂના સાચા પ્રેમની એક હૃદય વિદારક કહાણી જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર એક સુબેદારે પોતાની પુત્રીનો પ્રેમ છીનવી લીધો અને બાદમાં એ યુવતીનું પણ મોત થઇ ગયું. જો તમારે આ અધૂરા પ્રેમની દાસ્તાન સમજવી છે તો આ સ્થળની યાત્રા જરૂરથી કરો.

કૂલધારા

કૂલધારા

કૂલધારા, જૈસલમેર શહેરથી 25 કિ.મી દૂર સ્થિત એક પ્રસિદ્ધ ઐતિહાસિક ગામ છે. આ એક ભયાવહ ગામ છે, જ્યાં પ્રવાસીને સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જવાની પરવાનગી નથી. 200 વર્ષી જૂના માટીન ઘરો અહી જોવા મળી શકે છે. ઇતિહાસ અનુસાર, આ ગામમાં લગભગ 500 વર્ષો માટે પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા. અહીના ક્રૂર શાસકો દ્વારા તેમને આ ગામ છોડવા માટે મજબૂર કર્યા હતા. તેથી લોકોનું માનવું છેકે આ ગામને પાલીવાલ બ્રાહ્મણો દ્વારા શાપ આપવામાં આવ્યો હતો અને તેના કારણે આ એક હોન્ટેડ સ્થળ છે.

માયલેનનોંગ

માયલેનનોંગ

માયલેનનોંગ મેઘાયલનું એક નાનું ગામ છે, કદાચ તમને જાણીને હેરાની થશે કે માયલેનોંગનો સમાવેશ એશિયાના સૌથી સ્વચ્છ ગામમાં થાય છે. તમને જણાવી દઇએ કે આ ગામનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. આ ગામની ખાસ વાત એ છેકે અહી દરેક સ્થળે વાંસની બનેલી કચરાપેટી લગાવેલી હોય છે, જેથી લોકો તેમા કચરો ફેંકી શકે, એવું પણ કહેવામાં આવે છેકે જો અહી કોઇ વ્યક્તિ કચરો ફેંકતા પકડાયો તો ગામના વડીલો એ વ્યક્તિને દંડ ફટકારે છે.

લિવિંગ રૂટ બ્રિજ

લિવિંગ રૂટ બ્રિજ

નોંધનીય છેકે મેઘાલયનું પ્રસિદ્ધ શહેર ચેરાપુંજી રબરના છોડનું ઘર છે અને સાથે જ આજે અહીથી આખા ભારત માટે સૌથી વધારે રબરનું ઉત્પાદન કરવામાં આવે છે. અહી જોવા મળતા રબરના છોડની એ ખાસિયત છેકે 10થી 15 વર્ષની વચ્ચે તે પૂર્ણ રીતે વિકસીત થઇ જાય છે અને તેની જડો જમીનની અંદર જતી રહે છે, જેનાથી બ્રીજ જેવી સંરચનાનું નિર્માણ થાય છે.

ભીમબેટકાની ગુફાઓ

ભીમબેટકાની ગુફાઓ

મહાભારતનું એક પૌરાણિક ચરિત્ર ભીમના નામ પર આધારિત ભીમબેટકા ભારતની પ્રાચીન ગુફાઓમાની એક છે. તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. ભીમબેટકાની ગુફાઓ અને ચટ્ટાણોથી બનેલા આશ્રય સ્થળ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત છે. તે ચારેકોર વિંધ્ય પર્વત શ્રેણીથી ઘેરાયેલા છે. અહી 600થી વધારે ગુફાઓ છે, જેમાં વિભિન્ન ચિત્ર છે.

રૂપકુંડ ઝીલ

રૂપકુંડ ઝીલ

રૂપકુંડ અથવા કંકાલ ઝીલ ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક હિમ ઝીલ છે, જે પોતાના કિનારા પાસે મળી આવેલા પાંચસો કરતા વધારે કંકાલોના કારણે પ્રસિદ્ધ છે. આ સ્થળ નિર્જન છે અને હિમાલયથી લગભગ 5029 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. પ્રવાસનની દ્રષ્ટિથી રૂપકુંડ, હિમાલયની ગોદમાં સ્થિત એક મનોહર અને સુંદર પ્રવાસન સ્થળ છે. એ હિમાલયની બે ટેકરીઓ ત્રિશૂલ અને નંદઘુંગટી પાસે સ્થિત છે.

ભાનગઢ કિલ્લો

ભાનગઢ કિલ્લો

રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લો એક મધ્યયુગીન કિલ્લો છે. આ કિલ્લો અંબેરના મહાન મોગલ સેનાપતિ, માન સિંહના પુત્ર માધો સિંહ દ્વારા 1613માં બનાવવામાં આવ્યો હતો. રાજા માધો સિંહ અકબરની સેનાના જનરલ હતા. આ કિલ્લો જેટલો શાનદાર છે, તેટલો વિશાળ પણ છે. વર્તમાનમાં આ કિલ્લો એક ખંડેર બની ગયો છે. જો અહીના સ્થાનીક લોકોની માનીએ તો અહી આવ્યા બાદ પ્રવાસી આજે પણ એક પ્રકારના ભયનો અનુભવ કરે છે.

કામાખ્યા દેવી મંદિર

કામાખ્યા દેવી મંદિર

જો તમે ભારતના નોર્થ ઇસ્ટના પ્રવાસે હોવ તો પ્રસિદ્ધ કામાખ્યા મંદિર જોયા વગર તમારી આ યાત્રા અધૂરી ગણાશે. ઘણું જ સુંદર અને પોતાની એક અલગ સંસ્કૃતિ માટે પૂર્વોત્તર ભારતનો પ્રવેશ દ્વાર ગુવાહાટી આસામનું મોટું શહેર છે. કામાખ્યા મંદિર ગુવાહાટીનું મુખ્ય ધાર્મિક આકર્ષણ છે. આ મંદિર ગુવાહાટી હેઠળ આવતા નીલાચલ પર્વતોમાં સ્થિત છે. એવું કહેવામાં આવે છેકે આ મંદિર એક તાંત્રિક દેવીને સમર્પિત છે. નોંધનીય છેકે આ મંદિરમાં તમને મુખ્ય દેવી કામાખ્યા ઉપરાંત દેવી કાળીના અન્ય 10 રૂપ જોવા મળી શકે છે.

English summary
here are many mysterious places in India which still stand unexplored. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X