For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Best Skylines: જ્યાં થાય છે આકાશ અને ધરતીનું મિલન

|
Google Oneindia Gujarati News

એક પ્રવાસીના મનમાં હંમેશા એવી ઇચ્છા હોય છે તે દેશ-વિદેશની એવી તમામ જગ્યાઓ જોઇ નાખે જે અદભુત હોય અને જેને જોઇને દરેક આપના મોઢામાંથી નીકળી પડે કે 'વાઉ...ઇટ્સ બ્યૂટીબૂલ'.

અમે અત્યાર સુધી આપને દેશના એવા ઘણા બધા પ્રવાસન સ્થળોથી અવગત કરાવી ચૂક્યા છીએ, જે આપના મન મોહી લે. પરંતુ અમે આજે આ શ્રેણીમાં આપને દુનિયાના એવા સ્થળોની મુલાકાત કરાવવા જઇ રહ્યા છીએ જેને જોયા બાદ આપનું દિલ ખુશ ખુશ થઇ જશે.

આજે અમે આપને દુનિયાની દસ શ્રેષ્ઠ એવા સ્થળોએ લઇ જઇશું જ્યાંથી આપને ક્ષિતિજને નિહાળીને ખુશ ખુશ થઇ જશો. સૌથી ઊંચાઇથી સ્કાઇલાઇનને જોવાની મજા જ કઇ ક ઓર હોય છે.

તો આવો જોઇએ કયા કયા દેશમાં આવેલી છે બેસ્ટ સ્કાઇલાઇન...

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ

ઇંટરનેટ પરની માહિતી અનુસાર ન્યૂયોર્કમાં 5,845 જેટલી ઊંચી ઊંચી ઇમારતો છે જ્યાંથી આકાશ અને જમીનના મિલનનો બેસ્ટ વ્યૂ જોવા મળે છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ અત્રેની સૌથી ઊંચી ઇમારત છે જ્યાંથી આપને ક્ષિતિજનો બેસ્ટ વ્યૂ મળે છે.

વિક્ટોરિયા પિક

વિક્ટોરિયા પિક

ન્યૂયોર્ક સિટી બાદ બેસ્ટ સ્કાયલાઇનમાં હોંગ કોંગનો નંબર આવે છે. અહીં આપને વિક્ટોરિયા પિક પરથી બેસ્ટ વ્યૂ જોવા મળશે, ખાસ કરીને રાત્રે. પરંતું માત્ર અહીં જ રોકાઇ જવાની જરૂર નથી અત્રે એવા ઘણા સ્થળો છે જ્યાંથી આપને હોંગ કોંગના બેસ્ટ નજારા જોવા મળી જશે.

સિડની હારબર બ્રિજ ક્લાઇમ્બ

સિડની હારબર બ્રિજ ક્લાઇમ્બ

આપને એ જાણીને આશ્ચર્ય થશે કે સિડનીનું નામ આટલે ટોચ પર કેવી રીતે. પરંતુ આ એક બંદર છે જેને ઊંચાઇથી નિહાળવો એક અનેરો આનંદ છે. સિડની હાર્બર આખી દુનિયામાં તેના નજારાથી વિખ્યાત છે. એકવાર તો તેની મુલાકાત માટે ચોક્કસ આવું જોઇએ.

ધ શેર્ડ

ધ શેર્ડ

લંડનની ગણતરી કર્યા વગર દુનિયાના બેષ્ટ સ્કાઇલાઇન સ્થળોની સૂચિ અધૂરી રહી જાય છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લંડન સૌથી સુંદર, આકર્ષક અને પ્રખ્યાત દેશ છે. લંડનમાં આપને ખુશ કરવા માટે અઢળક સ્થળો છે. જ્યાં આપ સનસેટ અને સનરાઇઝની બેસ્ટ ફોટોગ્રાફી કરી શકશો.

લેક મિસિગન(બોટ દ્વારા)

લેક મિસિગન(બોટ દ્વારા)

જેમ જેમ વર્ષો વિતે છે તેમ તેમ વાઇન સારી બનતી જાય છે તેવી જ રીતે સિકાગોના સ્કાઇલાઇનનું પણ છે. સિકાગોના સ્કાયલાઇનમાં આપને બેસ્ટ ફોટોગ્રાફીનું વિકલ્પ મળી જશે.

હેલિકોપ્ટર વ્યૂ

હેલિકોપ્ટર વ્યૂ

સ્કાયલાઇનની બાબતમાં દુબઇની વાત ના કરીએ તો દુબઇને અન્યાય થાય. દુબઇના સ્કાય વ્યૂને જોવામાં દિવસે જેટલી મજા પડશે તેના કરતા બમણી મજા આપને રાત્રે આવશે. દુબઇ દિવસેને દિવસે બદલાઇ રહ્યું છે, જે એનું મુખ્ય આકર્ષણ છે.

મરીના બે સેન્ડ્સ

મરીના બે સેન્ડ્સ

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે મરીના બે સેન્ડ્સ એ સિંગાપોરની બેસ્ટ આકર્ષક પ્રવાસન સ્થળ છે. લોકો અત્રેના સ્કાયલાઇનને જોવા માટે ઊમટી પડે છે. પરંતુ સિંગાપોરમાં માત્ર અહીં જ રોકાઇ જવાની જરૂર નથી, આપે અત્રેના જૂના સિંગાપોરમાં પણ જવાની જરૂર છે, ત્યાં જઇને પણ આપને એટલો જ આનંદ આવશે જેટલો અહીં આવ્યો હશે.

ધ બંડ (વાઇ તાન)

ધ બંડ (વાઇ તાન)

શાંઘાઇ માટે એમ કહીએ કે સ્કાયલાઇન માટેનું જ શહેર છે, તો પણ કંઇ ખોટું નથી. શાંઘાઇ એ સૌથી ઝડપી ક્ષિતિજ આંબતું શહેર છે, અત્રે તસવીરમાં આપ જોઇ જ શકો છો. સ્કાયલાઇન લવર્સે એકવાર તો શાંઘાઇની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

ટોક્યો સિટી વ્યૂ/ સ્કાય ડેક

ટોક્યો સિટી વ્યૂ/ સ્કાય ડેક

13 મિલિયનથી પણ વધારેની વસ્તી ધરાવતા ટોક્યોમાં આર્કિટેક્ચરના ઉત્તમ અને શાનદાર બાંધકામો ધરાવતી બિલ્ડિંગો આવેલી છે, જે ટોક્યોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું આકાશ આપને જોવાની ઘણી મજા પડશે ખાસ કરીને રાત્રે, તે સ્વર્ગ જેવું લાગે છે. પરંતુ આ સાથે સાથે અત્રેનું શેરીજીવન પણ ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી છે.

સ્કાય બાર

સ્કાય બાર

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં આપને બેસ્ટ આર્કિટેક્ટના નજારા જોવા મળશે. અત્રે આપ સુંદર સ્કાયલાઇનનો નજારો પણ માણી શકો છો. સ્કાયલાઇન અને ટ્રાવેલ લવર્સ અહીં એકવાર તો ચોક્કસ આવે.

English summary
Top 10 World’s Best Skylines destination, must visit once in live.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X