For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુશ્મનો પણ નહોતા સર કરી શક્યા ભારતના આ 30 કિલ્લાને

By Super
|
Google Oneindia Gujarati News

બાળપણમા આપણે કિલ્લાઓ અંગે અવશ્ય વાંચ્યુ અથવા તો સાંભળ્યું હશે. આપણા વડીલો દ્વારા આપણને કેટલીક કહાણીઓ સંભળાવવામાં આવતી, ભલે તેમાં કંઇ હોય કે ના હોય, પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ હશે, જેમ કે એક વૃદ્ધ રાજા, તેની પુત્રી અને કિલ્લો, જેમાં એક દુષ્ટ રાક્ષસ રહે છે. કિલ્લો હંમેશાથી બધાના કુતુહલનો વિષય રહ્યો છે. વાત જ્યારે ભારતના પ્રવાસન સ્થળોની કરવામાં આવે છે, તો આપણે હંમેશા ભારતના કિલ્લાઓનું વર્ણન ના કરીએ તો વાત અધુરી રહે છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ કે કિલ્લો કોને કહેવાય છે.

દુશ્મનોથી સુરક્ષિત રહેવા માટે બનાવવામાં આવેલી ઇમારતને કિલ્લો અથવા દુર્ગના નામથી ઓળખવામાં આવે છે. તેને ગઢ અને કોટ પણ કહેવામાં આવે છે. દુર્ગ, પથ્થર વિગેરેની પહોળી દિવાલોથી ઘેરાયેલું એ સ્થળ છે, જેની અંદર રાજા, સરદાર અને સેનાના સીપાહી વિગેરે રહે છે. નગરો, સૈનિક છાવણીઓ અને રાજપ્રાસાદો સુરક્ષા માટે કિલ્લાના નિર્માણની પંરપરા ઘણા પ્રાચીન સમયથી ચાલી આવી છે.

ભારતના મધ્યકાલીન કિલ્લા સંબંધિત વાતો વધુ વિસ્તારમાં મળી આવે છે. સામાન્યતઃ કિલ્લાની દિવાલો ઘણી પહોળી અને ઉંચી બનાવવામાં આવતી હતી, જેમાં વચ્ચે ઉંચી બુર્જે તથા વિશાળ ફાટક હતા. આ કાળમાં નાના નાના પર્વતો પર બનાવવામાં આવેલા કિલ્લા મોટી સંખ્યામાં મળી આવે ચે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ કિલ્લાઓને.

વારંગલ કિલ્લો

વારંગલ કિલ્લો

વારંગલનો કિલ્લો અલગ પ્રકારનું આકર્ષણ છે, જેનો પ્રવાસી આનંદ લઇ શકે છે. આ દક્ષિણ ભારતીય વાસ્તુકળાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. ગણપતિદેવે 1199 ઇ.0માં કિલ્લાની શરૂઆત કરાવી પરંતુ તનું નિર્માઇ તેમની પુત્રી રાણી રુદ્રામા દેવીના સમયમાં 1261 ઇ.0માં પૂર્ણ થયું.

પન્હાલા કિલ્લો

પન્હાલા કિલ્લો

પન્હાલા કિલ્લોએ પન્હાલાના ક્ષેત્રનો એક ચિન્હક કિલ્લો છે. તેનું નામ શહેરના નામ પરથી છે અને ડેક્કન ક્ષેત્રનો સૌથી મોટો અને શાનદાર કિલ્લો છે. આ સ્મારકનું નિર્માણ 900 વર્ષ પહેલા 12મી સદીમાં રાજા ભોજે કરાવ્યું હતું. આ કિલ્લાનું નિર્માણ સુરક્ષાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતુ અને અહીં પ્રવેશ મજબૂત દુહેરી દિવાલોથી કરી શકાતું હતું.

અખ્નુર કિલ્લો

અખ્નુર કિલ્લો

આ ઐતિહાસિક કિલ્લો જમ્મૂથી 32 કિ.મીના અંતરે સ્થિત છે, જેને 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો ચેનાવ નદીના તટ પર સ્થિત છે. પુરાતત્વવિદો અનુસાર, આ કિલ્લો અનેક કાળ પહેલા હડપ્પા સંસ્કૃતિમાં બનેલું છે, જે બાદમાં નષ્ટ થઇ ગયું હતું.

આહીરગઢ કિલ્લો

આહીરગઢ કિલ્લો

આહીરગઢ કિલ્લો અથવા આહીગઢ કિલ્લાને આહીર વંશના રાજા આસા આહીરે બનાવ્યો હતો. પહેલા આ કિલ્લાને આસા આહીર ગઢ કહેવામાં આવતું હતું, પરંતુ સમય સાથે આ કિલ્લાનું નામ નાનું કરી દેવામાં આવ્યું અને આજે તે હાલ આ નામથી જાણીતું છે. સ્થાનિક કહેવતો અનુસાર, એવું માનવામાં આવે છે કે, આ કિલ્લાને બળથી જીતી શકાતું નથી.

બાદામી કિલ્લો

બાદામી કિલ્લો

આ કિલ્લો આ ક્ષેત્રનું એક પ્રમુખ આકર્ષણ છે, જે એક પર્વતના ટોચ પર બાદામી ગુફાઓની સામે સ્થિત છે. આ કિલ્લો મુખ્ય શહેરથી 2 કિ.મીના અંતરે તથા ભૂતનાથ મંદિરની પૂર્વ દિશામાં સ્થિત છે. એક સમયે આ ચાલુક્ય વંશના રાજાઓનું ઘર હતું.

બેકલ કિલ્લો

બેકલ કિલ્લો

બેકલ કિલ્લો અંતહીન તરંગોની અનંત પ્રતિષ્ઠા સાથે તાડના વૃક્ષોની બે ઝાલરદાર તટો વચ્ચે ઉન્નત રૂપમાં ઉભેલો છે. મિથકો અનુસાર આ કિલ્લો ચિરક્કલ રાજાઓના સમયથી છે, કારણ કે એ સમયે સુરક્ષાની દ્રષ્ટિથી કિલ્લા બનાવવા સામાન્ય વાત હતી.

ભાનગઢનો કિલ્લો

ભાનગઢનો કિલ્લો

રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લો એક મધ્યયુગીન કિલ્લોછે. આ કિલ્લો અંબેરના મહાર મુગલ સેનાપતિ, માન સિંહના પુત્ર માધો સિંહ દ્વારા 1613માં બનાવવામાં આવ્યો હતો, રાજા માધો સિંહ અકબરની સેનાના જનરલ હતા. આ કિલ્લો જેટલો શાનદાર છે, તેટલો વિશાળ પણ છે, હાલ આ કિલ્લો એક ખંડેરમાં બદલાઇ ચૂક્યો છે.

કિલ્લો ફોર્ટ વિલિયમ

કિલ્લો ફોર્ટ વિલિયમ

આ કિલ્લો પશ્ચિમ બંગાળના કોલકતામાં છે, આજે તે કોલકતા હાઇકોર્ટના નામથી ઓળખાય છે.

ચાંપાનેર ફોર્ટ

ચાંપાનેર ફોર્ટ

આ કિલ્લાનો પણ સમાવેશ ભારતના સૌથી સુંદર કિલ્લામાં કરવામાં આવે છે. આ સ્થાનને યુનેસ્કો દ્વાર વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે 2004માં જાહેર કરવામાં આવ્યું હતું.

દૌલતાબાદ કિલ્લો

દૌલતાબાદ કિલ્લો

દૌલતાબાદ કિલ્લો એક ઉપેક્ષિત કિલ્લો છે, ના તો શોધકર્તાઓની તેના પર નજર પડે છે અને ના તો તેને સંરક્ષિત રાખવા માટે પ્રર્યાપ્ત ઉપાય કરવામાં આવી રહ્યાં છે. નબળી પડી ગયેલી દિવાલો પડી રહી છે, એક પ્રાચીન ઘરોહર ભારત ગુમાવી રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે, આ એકમાત્ર એવો કિલ્લો છે, જેને કોઇ જીતી શક્યું નથી.

આગરાનો કિલ્લો

આગરાનો કિલ્લો

આગરાનો કિલ્લો ક્યારેય લાલ કિલ્લો પણ કહેવાતો હતો. માત્ર લાલ રંગ જ નહીં, પરંતુ દિલ્હી સ્થિત લાલ કિલ્લા સાથે તેની વાસ્તુશિલ્પ શૈલી અને ડિઝાઇન પણ તેને ઘણી મળતી આવે છે. બન્ને જ કિલ્લાનું નિર્માણ લાલ બલુઆ પથ્થરથી કરવામાં આવ્યું છે. આ કારણ છે કે જ્યારે પ્રવાસી આગરાના કિલ્લાને જુએ છે તો તેમને દિલ્હીના લાલ કિલ્લાની યાદ આવે છે.

ગોલકોંડા કિલ્લો

ગોલકોંડા કિલ્લો

ગોલકુંડા અથવા ગોલકોંડો દક્ષિણ ભારતમાં, હૈદરાબાદ નગરથી પાંચ મીલ પશ્ચિમ સ્થિત એક દુર્ગ તથા ધ્વસ્ત નગર છે. પૂર્વકાળમાં તે કુતુબશાહી રાજ્યમાં મળનારા હીરા-જવાહરાતો માટે જાણીતો હતો.

ગ્વાલિયર કિલ્લો

ગ્વાલિયર કિલ્લો

ભારતના શાનદાર અને ભવ્ય સ્મારક, ગ્વાલિયરનો કિલ્લો ગ્વાલિયના કેન્દ્રમાં સ્થિત છે. પર્વતની ચોટી પર સ્થિત આ સ્થળથી ઘાટી અને શહેરનું સુંદર દ્રશ્ય જોઇ શકાય છે. પર્વત તરફ જતા વક્ર રસ્તાના પર્વતો પ જૈન તીર્થકરોની સુંદર કોતરણી જોઇ શકાય છે. વર્તમાનમાં સ્થિત ગ્વાલિયર કિલ્લાનું નિર્માણ તોમર વંશના રાજા માનસિંહ તોમરે કરાવ્યું હતું.

જૈસલમેર કિલ્લો

જૈસલમેર કિલ્લો

જૈસલમેર કિલ્લાનું જૈસલમેરની શાનના રૂપમાં માનવામાં આવે છે અને તે શહેરના કેન્દ્રમાં સ્થિત છે. તે સોનાર કિલ્લો અથવા સુવર્ણ કિલ્લાના રૂપમાં પણ ઓળખાય છે. કારણ કે, પીળા બલુઆ પથ્થરનો આ કિલ્લો સૂર્યાસ્ત સમયે સોનાની જેમ ચમકે છે. તેને 1156 ઇ.માં એખ ભાટી રાજદૂત સાસક જૈસલ દ્વારા ત્રિકુરા પર્વતની ટોચ પર બનાવવામાં આવ્યો હતો.

જ્હોનપુર કિલ્લો

જ્હોનપુર કિલ્લો

ઉત્તર પ્રદેશના જ્હોનપુરમાં સ્થિત આ કિલ્લો 14મી શતાબ્દીમાં સુલ્તાન ફિરોજ શાહ તુગલક દ્વારા બનાવડાવામાં આવ્યા હતો. આ કિલ્લો ગોમતી નદીના કિનારે સ્થિત છે. આ કિલ્લાનો સમાવેશ ભારતના સૌથી ઉંચા કિલ્લામાં થાય છે.

કાંગડા કિલ્લો

કાંગડા કિલ્લો

કાંગડા કિલ્લો નગર કોટના નામથી પણ ઓળખાય છે. જેનું નિર્માણ કાંગડાના મુખ્ય શાહી પરિવારે કરાવ્યું હતું. સમુદ્ર સ્તરતી 350 ફૂટન ઉંચાઇ પર સ્થિત આ કિલ્લો 4 કિ.મી ક્ષેત્રમાં ફેલાયેલો છે. આ કિલ્લા આજે જ્યાં સ્થિત છે, તેને જૂનુ કાંગડા પણ કહેવામાં આવે છે.

ખિમસર કિલ્લો

ખિમસર કિલ્લો

ખિમસર કિલ્લો અહીંનુ સૌથી પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે, જે થાર મરુસ્થળના કિનારે સ્થિત છે. આ કિલ્લાનું નિર્માણ ઠાકુર કરમ સિંહજીએ સોળવી શતાબ્દીમાં કરાવ્યું હતું. જે જોધપુર સંસ્થાપક જોધાજીના 8માં પુત્ર હતા. આ પીળા રંગના કિલ્લાનું નિર્માણ 16મી શતાબ્દીમાં સંપૂર્ણપણે રાજપૂતાના વાસ્તુકળા શૈલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

મુરુડ જંજીરા કિલ્લો

મુરુડ જંજીરા કિલ્લો

જંજીરા કિલ્લો એક વિશાળ કિલ્લો છે, જેને 16મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યો હતો અને ચારેકોરથી અરબ સાગરથી ઘેરાયેલો છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુરુડ જંજીરામાં સ્થિત આ કિલ્લો સિદ્દી રાજવંશના મહાન શાસનનું એક મજબૂત પ્રમાણ છે.

નમક્કલ દુર્ગમ કિલ્લો

નમક્કલ દુર્ગમ કિલ્લો

16મી સદીમાં રામચંદ્ર નાયકર દ્વારા બનાવવામાં આવેલો નમક્કલ દુર્ગમ કિલ્લો, નમગિરી પર્વત પર સ્થિત છે. આ કિલ્લમાં એક ખંડીત પ્રાચીન વિષ્ણુ મંદિર પણ છે. નમક્કલ દુર્ગમ કિલ્લો દોઢ એકરના ક્ષેત્રમાં ફેલાયેલો છે. કિલ્લા સુધી પહોંચવા માટે તેની દક્ષિણી પશ્ચિમી દિશામાં સાંકડી સીડી બનાવવામાં આવી છે.

જૂનો કિલ્લો દિલ્હી

જૂનો કિલ્લો દિલ્હી

દિલ્હીનો જૂનો કિલ્લો એક રોચક પ્રવાસન સ્થળ છે. દિલ્હીના તમામ કિલ્લાઓમાં સૌથી જૂનો હોવાની સાથે જ આ કિલ્લો તમામ સંરચનાઓમાં પણ સૌથી જૂનો પણ છે અને આ ઇન્દ્રપ્રસ્થ નામક સ્થાન પર સ્થિત છે, જે એક વિખ્યાત શહેર હતું.

પાલક્કડ કિલ્લો

પાલક્કડ કિલ્લો

પાલક્કડ કિલ્લો, જેને ટીપૂના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. પાલક્કડ, જિલ્લાની લોકપ્રીય ઐતિહાસિક ઇમારત છે. વર્ષ 1766માં મૈસૂરના મહાન રાજા હૈદર અલી દ્વારા નિર્મિત આ કિલ્લો શહેરના કેન્દ્રમાં સ્થિત છે અને રસ્તા દ્વારા સહેલાયથી પહોંચી શકાય છે.

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો એક બુલંદ પર્વત પર 150 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ શાનદાર કિલ્લો રાવ જોધા દ્વારા 1459 ઇ.માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો જોધપુર શહેરથી સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ કિલ્લાના સાત ગેટ છે, જ્યાં આગંતુક બીજા ગેટ પર યુદ્ધ દરમિયાન તોપના ગોળાઓ દ્વારા કરવામાં આવેલા નિશાન જઇ શકાય છે.

રામનગર ફોર્ટ

રામનગર ફોર્ટ

તમે જોઇ શકો છો આ કિલ્લાને. આ કિલ્લાનો સમાવેશ ભારતના સૌથી સુંદર કિલ્લામાં થાય છે.

રેડ ફોર્ટ

રેડ ફોર્ટ

લાલ કિલ્લોએ પ્રસિદ્ધ કિલ્લા એ મોહલ્લાનું નવું નામ છે, જે શાહજહાનાબાદનું કેન્દ્ર બિન્દુ હોવા ઉપરાંત તે સમયની રાજધાની હતું. આ કિલ્લાને 17મી સદીના મધ્ય દરમિયાન સ્થાપિત કરવામાં આવ્યું હતું. કિલ્લાનું નિર્માણ ઉત્સાદ અહમદ દ્વારા કરવામાં આવ્યો હતો, આ કિલ્લાનું નિર્માણ 1639માં શરૂ થયુ જે 1648 સુધી ચાલું રહ્યું.

રોહતાસગઢ કિલ્લો

રોહતાસગઢ કિલ્લો

આ કિલ્લાનો સમાવેશ બિહાર સૌથી પ્રાચીન કિલ્લામાં થાય છે. આ કિલ્લાની બાજુમાં સોન ઘાટીના પણ દર્શન કરી શકાશે, આ કિલ્લો ઘણો જ વિશાળ કિલ્લો છે.

શ્રીરંગાપટ્નમનો કિલ્લો

શ્રીરંગાપટ્નમનો કિલ્લો

શ્રીરંગાપટ્નમની યાત્રા પર આવેલા યાત્રીઓના શ્રીરંગાપટ્નમનો કિલ્લો અવશ્ય જોવો જોઇએ કે 1537માં સામંત દેવગોડાએ બનાવ્યું હતું. આ કિલ્લો કાવેરી નદીઓ વચ્ચે આ ઉપદ્વીપ પર બનેલું છે, જેને ટીપૂ સુલ્તાનનો કિલ્લો પણ કહેવામાં આવે છે અને આ ભારતીય-ઇસ્લામિક વાસ્તુકળાની શૈલીને દર્શાવે છે. આ કિલ્લાના ચાર પ્રવેશ દ્વાર-દિલ્હી, બેંગ્લોર, મૈસૂર તથા જલ અને ગજ છે.

તુગલકાબાદ કિલ્લો

તુગલકાબાદ કિલ્લો

તુગલકાબાદનો કિલ્લો, દિલ્હના સાત શહેરોમાંથી ત્રીજું શહેર છે. આ અવશેષ પ્રસિદ્ધ કુતુબ મીનારથી 8 કિ.મી પૂર્વમા સ્થિત છે. તેની બાજુમાં જ ધિયાસ ઉદ દીન તુગલકનો મકબરો પણ બનેલો છે, જે લાલ બલુઆ પથ્થરનો બનેલો છે.

ચિત્તોડગઢ કિલ્લો

ચિત્તોડગઢ કિલ્લો

ચિત્તોડગઢ કિલ્લો એક ભવ્ય અને શાનદાર સંરચના છે, જે ચિત્તોડગઢના શાનદાર ઇતિહાસને જણાવે છે. આ શહેરનું પ્રમુક પ્રવાસન સ્થળ છે. એક લોકકથા અનુસાર આ કિલ્લાનું નિર્માણ મોર્યની 7મી શતાબ્દી દરમિયાન કરવામાં આવ્યું હતું. આ શાનદાર સરંચના 180 મીટર ઉંચા પર્વત પર સ્થિત છે અને લગભગ 700 એકરના ક્ષેત્રમાં ફેલાયેલી છે.

તાલવાસ કિલ્લો

તાલવાસ કિલ્લો

બૂંદીમાં તાલવાસ કિલ્લો એક મુખ્ય આકર્ષણ છે. અજીત સિંહ દ્વારા નિર્મિત આ ભવ્ય કિલ્લો રામગઢ અભ્યારણ્ય પાસે સ્થિત છે, ધૂલેશ્વર મહાદેવ શિવ મંદિર આ કિલ્લા પાસે સ્થિત છે. તાલવાસમાં એક જલપ્રપાત આખા ભારતથી આવેલા પ્રવાસીઓ માટે પ્રમુખ આકર્ષણ સ્થળ છે.

કિશનગઢ કિલ્લો

કિશનગઢ કિલ્લો

કિશનગઢ ભારતીય રાજ્ય રાજસ્થાનના અજમેર જિલ્લાનું એક નગર છે. આ અજમેરથી 18 માઇલ ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. આ નગર રાષ્ટ્રીય રાજમાર્ગ 8 પર સ્થિત છે.

English summary
The forts of India are known throughout the world for their rich history. Take a look at famous forts in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X