For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ટોપ 5 બંજી જમ્પિંગ ડેસ્ટિનેશન...

|
Google Oneindia Gujarati News

આજે ભારતની ગણતરી વિશ્વના એ દેશોમાં થાય છે જે પોતાની વિવિધતાના પગલે દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. હવે જ્યારે વાત ભારતની વિવિધતાની હોય તો તેમાં એવું ઘણું બધું જોડાવું સ્વાભાવિક છે જે ખુદમાં વિશેષ છે. હવે અમે આપને જે બતાવવા જઇ રહ્યા છીએ તે લગભગ જ આપે સાંભળ્યું હોય.

જી હા અમે વાત કરી રહ્યા છીએ ભારતમાં એડવેંચર સ્પોર્ટ્સની જે છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાના એ ઉત્સાહી પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે જે રોમાંચના શોખીન છે. નોંધનીય છે કે વર્તમાનમાં ભારતમાં એડવેંચર સ્પોર્ટ્સ અલ્પવિકસિત હોવા છતા દેશને ભારે રાજસ્વ આપી રહ્યું છે. તો તેના પગલે અમે આપને અમારા આ આર્ટિકલથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતના ટોપ 5 બંજી જંપિંગ ડેસ્ટિનેશનથી.

નોંધનીય છે કે બંજી જમ્પિંગ એક પ્રમુખ એડવેંચર સ્પોર્ટ્સ છે જે એક એવી ગતિવિધિ છે જેમાં વ્યક્તિને ઊંચી સંચરચાથી એક લાંબી લચીલી રસ્સીના સહારે કૂદવાનું હોય છે. હંમેશા એવું પણ જોવામાં આવ્યું છે કે હોટ-એર-બલૂન અથવા હેલિકોપ્ટરનો પણ પ્રયોગ કરે છે. તો આવો એક નજર કરીએ આ સુંદર ટોપ 5 બંજી જમ્પિંગ ડેસ્ટિનેશન પર...

ઋષિકેશ

ઋષિકેશ

ઋષિકેશના મોહન ચટ્ટી ગામમાં સ્થિત એક બંજી જમ્પિંગ સેંટર જમ્પિંગ હાઇટ્સને ભારતમાં પોતાની સૌથી સારી બંજી જમ્પિંગ પ્રક્રિયા માટે ઓળખાય છે. આપને જણાવી દઇએ કે ભારતનું એક માત્ર સ્થાન છે જે ફિક્સ પ્લેટફોર્મ પર કરાવવામાં આવતી બંજી જમ્પિંગ માટે ઓળખાય છે. આ સ્થાનની એક ખાસ વાત એ પણ છે કે અત્રે બંજી જમ્પિંગ માટે પ્લેટફોર્મ 83 મીટર ઉપર બનાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે સુરક્ષા માપદંડો અને ટ્રેંડ સ્ટાફના પગલે અત્રે દર રોજ ઘણા લોકો બંજી જમ્પિંગ માટે આવે છે.

બેંગલોર

બેંગલોર

કર્ણાટકની રાજધાની બેંગલોરમાં સ્થિત ઓઝોન પણ એક અન્ય સ્થાન છે જે રોમાંચના પ્રેમિયોને આકર્ષિત કરે છે. અત્રે 80 ફૂટની ઊંચાઇથી બંજી જમ્પિંગ કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે બંજી જમ્પિંગ માટે કોઇ ફિક્સ પ્લેટફોર્મ નથી અને અત્રે એક 130 ફૂટ ઊંચી ક્રેનને જ બંજી જમ્પિંગનું માધ્યમ બનાવવામાં આવ્યું છે. 18થી 60 વર્ષની કોઇ પણ વ્યક્તિ અત્રે બંજી જમ્પિંગનો આનંદ ઊઠાવી શકે છે.

દિલ્હી

દિલ્હી

જો આપ ઉત્તર ભારતમાં હોવ તો આપ બંજી જમ્પિંગ માટે દિલ્હી ચોક્કસ જાવ. દિલ્હીમાં હાલમાં વંડરલસ્ટ નામનું એક સ્થાન એડવેંચરના ઉત્સાહી હજારો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આ સ્થાનની ખાસિયત એ છે કે અત્રે કામ કરનારા તમામ લોકોને જર્મનીમાં ટ્રેઇન કરવામાં આવ્યા છે. અત્રે 130 ફૂટની ઊંચાઇથી ક્રેનના માધ્યમથી બંજી જમ્પિંગ કરાવવામાં આવે છે. કોઇ પણ 14થી 50 વર્ષની વ્યક્તિ એડવેંચરના શોખીનો અત્રે બંજી જમ્પિંગનો આનંદ માણી શકે છે.

ગોવા

ગોવા

જો આપ ગોવાની ટૂર પર હોવ તો અત્રે આપને બંજી જમ્પિંગ કરવાની અનેરી મજા આવશે. આપને જણાવી દઇએ કે ગોવામાં અંજુના બીચની પાસે સ્થિત ગ્રેવિટી જોન નામના સ્થળ પર બંજી જમ્પિંગ કરાવવામાં આવે છે. અત્રે બંજી જમ્પિંગ માટે 25 મીટર ઊંચા પરમાનેંટ પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે અત્રે બંજી જમ્પિંગ માટે રેટ પ્રતિ જમ્પ 5000 રૂપિયા રાખવામાં આવેલ છે.

લોનાવાલા

લોનાવાલા

લોનાવાલા સ્થિત ડેલ્લા એડવેંચર એક અન્ય એવું સ્થળ છે જ્યાં આપ બંજી જમ્પિંગનો આનંદ માણી શકે છે. આ સ્થળની પણ ગણતરી ભારતના પ્રમુખ બંજી જમ્પિંગ ડેસ્ટિનેશનમાં થાય છે. અત્રે બનાવવામાં આવેલ જમ્પિંગ પ્લેટફોર્મ 45 મીટર ઊંચા છે અને અત્રે જમ્પનો સમય 4થી 5 મિનિટનો રહે છે. અત્રે દસ વર્ષથી ઉપરની વયના લોકોને બંજી જમ્પિંગ કરાવવામાં આવે છે અને તેના માટે 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ લેવામાં આવે છે.

English summary
Bungee Jumping is a popular adventure sports. Here are top 5 places for bungee jumping in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X