For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેકેશન, ફન-એડવેંચર માટે બેસ્ટ છે નોર્થ ઇન્ડિયાના આ ટોપ 10 ડેસ્ટિનેશન

|
Google Oneindia Gujarati News

ટૂરિઝમની દ્રષ્ટિએ ઉત્તર ભારત હંમેશાથી મહત્વનું રહ્યું છે. પછી ભલેને મંદિરની વાત હોય કે પછી લેંડસ્કેપ, મનમોહી લેનાર ઘાટીઓ, અનોખું વન્યજીવન, નદીઓના ઉદગમ સ્થળ એવું ઘણું બધું છે જેના કારણે આજે દેશ ઉપરાંત વિદેશોથી આવનારા ઉત્તર ભારત તરફ આકર્ષિત થાય છે. આજે જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં એવા ઘણા પ્રવાસનીય સ્થળ આવેલા છે જ્યાં સરળતાથી પહોંચી શકાય છે. જ્યારે બીજી તરફ એવા ઘણા ડેસ્ટિનેશન એવા પણ છે જે ખૂબ જ દુર્લભ અને ત્યાં પહોંચવું દુર્ગમ છે.

  • 'મેઘ બહાર'માં સોળે કળાએ ખીલી ઊઠે છે સાપુતારા
  • ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ
  • એ ગુજરાતની તસવીરો, જેના વિકાસના દમ પર મોદી બન્યા વડાપ્રધાન
  • પ્રકૃતિના ખોળામાં નવાબી અહેસાસ એટલે માંડુ!
  • નેચર લવર હોવ તો હિમાચલના આ આકર્ષણો તમને બોલાવી રહ્યા છે!

અત્રે નોંધનીય છે કે ઉત્તર ભારતમાં પ્રવાસનો અસલી આનંદ ત્યારે આવે છે જ્યારે આપ આપની યાત્રા સડક માર્ગ દ્વારા કરો. એવું કરીને આપ એવું ઘણું બધું જોઇ શકો છો જેની કલ્પના આપ લગભગ જ કરી હશે. આ જ ક્રમમાં આજે અમે આપને આ આર્ટિકલના માધ્યમથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ ઉત્તર ભારના ટોપ 10 ટૂરિસ્ટ ડેસ્ટિનેશનોથી જે એક તરફ ખૂબ જ સુંદર છે તો બીજી તરફ તે ખૂબ જ સસ્તા અને આપના બજેટમાં છે.

તો આવો જાણીએ ઉત્તર ભારતના ટોપ 10 બજેટ ડેસ્ટિનેશનો વિશે ઊંડાણથી...

મસૂરી

મસૂરી

મસૂરી પહાડોની રાણીના તરીકે પ્રસિદ્ધ છે. જે ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લામાં સ્થિત એક હિલ સ્ટેશન છે. સમુદ્ર સપાટીથી ૧૮૮૦મીની ઊંચાઈએ આવેલ અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. આની ઈશાન તરફ હિમાચ્ચાદિત પર્વતો અને દક્ષિણ તરફ દેખાતી દેહરાદૂનનો ખીણ પ્રદેશ આવેલો છે. આથી અહીંના સહેલાણીઓને પરીકથા સમ ભૂમિનો અનુભવ થાય છે અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા ૨૨૯૦મી ની ઊંચાઈએ આવેલું છે. અત્રેના આકર્ષણોમાં ગનહીલ, લેક મીસ્ટ , નગરપાલિકા ઉદ્યાન, મસૂરી તળાવ, ચિલ્ડ્રંસ લોંજ, ભટ્ટા ધોધ, ઝારીપની ધોધ, નાગ દેવતા મંદિર, લ્વાલાજી મંદિર, ક્લાઉડ એંડનો સમાવેશ થાય છે.

તવાંગ

તવાંગ

અરૂણાચલ પ્રદેશના સૌથી પશ્ચિમમાં સ્થિત તવાંગ જિલ્લો પોતાની રહસ્યમય અને જાદૂઇ સુંદરતા માટે જાણીતો છે. સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આ જિલ્લાની સરહદ ઉત્તરમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભુતાન અને પૂર્વમાં પશ્ચિમ કમેંગના સેલા પર્વતની શ્રેણીને અડેલું છે. એવું માનવામાં આવે છે કે, તવાંગ શબ્દની વ્યુત્પત્તિ તવાંગ ટાઉનશીપના પશ્ચિમ ભાગની સાથો-સાથ સ્થિત પર્વત શ્રેણી પર બનેલા તવાંગ મઠના કારણે છે. ‘તા'નો અર્થ થાય છે, ઘોડા અને ‘વાંગ' અર્થ થાય છે, પસંદ કરેલા. તવાંગમાં જોવા લાયક મઠ, પહાડો, ઝરણા સહિત ઘણી ચીજો છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

મેકલિયોદગંઝ

મેકલિયોદગંઝ

મેકલિયોદગંઝ પ્રવાસનનું એક પ્રમુખ આકર્ષણ છે જે કાંગડાથી 19 કિમીના અંતર પર આવેલું છે. આ દલાઇ લામાની ગાદી છે અને સમુદ્રની સપાટીથી 1770 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ યુદ્ધ દરમિયાન ત્રણ દશકો સુધી તિબ્બતી સરકારનું મુખ્યાલય પણ છે. આ સ્થાન પર એક સુંદર મઠ છે જ્યાં ભગવાન બુદ્ધ, પદ્મસંભવ અને અવલોકત્વશ્વરાના મોટા ચિત્ર છે. મેકલિયોદગંઝના અન્ય બૌદ્ધ અને તિબ્બતી સ્થાનોમાં નામગ્યાલ મઠ, ગોમ્પા દિપ તીસ-ચોક લિંગ (એક નાનકડું મઠ) અને તિબ્બતી કળાનું પ્રદર્શન સંસ્થાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેકલિયોદગંઝની યાત્રા દરમિયાન પ્રવાસી તિબ્બતીયન વર્ક્સ અને લેખાગારોનું પુસ્તકાલય અને અન્ય સ્થળોની મુલાકાત લઇ શકે છે.

તીર્થાન

તીર્થાન

તીર્થાન ઘાટી ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કના કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય છે. શોઝામાં સ્થિત આ ઘાટી પર્યાવરણ ક્ષેત્ર હેઠળ આવે છે, અને રાષ્ટ્રીય પાર્ક પર પ્રદુષણના નકારાત્મક પ્રભાવને ઓછું કરવા માટે વિભિન્ન ઉપાય કરવામાં આવે છે. પ્રવાસીઓ આ ઘાટીની નદીઓમાં માછલી પકડવાનો આનંદ પણ ઉઠાવી શકે છે. આ સ્થાનની ગણના હિમાચલના સૌથી સુંદર અને સસ્તા સ્થળોમાં થાય છે. જો આપ હિમાચલમાં છો તો આ સ્થાનની યાત્રા ચોક્કસ કરો.

વારાણસી

વારાણસી

બનારસ કે કાશી તરિકે પણ જાણીતું વારાણસી શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે. વારણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજ ગુજરાતીમાં કહેવત છે કે "સુરતનું જમણ અને કાશીનું મરણ."

આગરા

આગરા

દેશની રાજધાની દિલ્હી 200 કિમી દૂર ઉત્તર પ્રદેશનું શહેર આગરા તાજમહેલના કારણે વિશ્વપ્રસિદ્ધ છે. અત્રે નોંધનીય છે કે આગરાનો ઇતિહાસ 11મી સદી સાથે જોડાયેલો છે. જતા સમયની સાથે સાથે અત્રે હિન્દુ અને મુસ્લીમ બંને શાસકોએ શાસન કર્યુ, માટે અહીં બે પ્રકારની સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. જો આગરાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 1526માં મુગલ બાદશાહ બાબરે આગરાને રાજધાની બનાવી. ત્યારબાદ તે 1658 સુધી મુગલ સામ્રાજ્યની રાજધાની રહ્યું. મુગલ શાસકોને નિર્માણમાં ખૂબ જ રસ હતો. એજ કારણ છે કે આગરામાં ઘણા બધા ઉત્કૃષ્ટ નિર્માણ જોવા મળે છે. તે સમય દરમિયાન દરેક રાજાએ પોતાના પૂર્વજોથી સારુ કરવા માટે ભવ્ય મકરબા બનાવડાવ્યા હતા. દિલ્હી આવનાર દરેક પ્રવાસી એકવાર આગરામાં ચોક્કસ આવે છે અને તે પણ તાજમહેલ જોવા માટે..

મનાલી

મનાલી

મનાલી, હિમાચલ પ્રદેશ રાજ્યના સમુદ્ર સ્તરથી 1950 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ પર્યટકોની પહેલી પસંદ છે અને એવું હિલ સ્ટેશન છે, જ્યાં પર્યટક સૌથી વધારે આવે છે. મનાલી, કુલ્લુ જિલ્લાનો એક ભાગ છે, જે હિમાચલની રાજધાની શિમલાથી 250 કિ.મી. દૂર પર સ્થિત છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, મનાલીનું નામ મનુથી ઉત્પન્ન થયું છે જેમને સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મએ બનાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મનુ આ સ્થાન પર જીવનના સાત ચક્રોમાં બન્યા અને નષ્ટ થયા હતા. મનાલીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે, જેને જીવનના 7 ચક્રો રિવર્સ સેજથી સંબંધિત માનવામાં આવે છે. મનાલી સુંદર દ્રશ્યો, ગાર્ડન, પહાડો અને સેફના બગીચાઓ માટે જાણીતું છે. અહીં આવીને પર્યટક હિમાલય નેશનલ પાર્ક, હિડિમ્બા મંદિર, સોલાંગ ઘાટી, રોહતાંગ પાસ, પનદોહ બંધ, પંદ્રકની પાસ, રઘુનાથ મંદિર અને જગન્નનાથી દેવી મંદિર જોઇ શકે છે.

લેહ

લેહ

લેહ શહેર ઇન્ડસ નદીના કિનારે કરાકોરમ અને હિમાલયની શ્રેણીઓ વચ્ચે સ્થિત છે. આ સ્થાનની પ્રાકૃતિક સુદંરતા દેશભરના પર્યટકોને બારેમાસ પોતાની તરફ ખેંચી લેવા છે. આ શહેરમાં મોટાભાગમાં મસ્જિદ અને બૌદ્ધ સ્મારક છે જે સોળમી અને સતરમી સદીમાં બનાવવામાં આવ્યા હતા. એક ઘણુ જ જૂના, નામગ્યાલ ડાયનેસ્ટીના રાજા સેંગ્ગે નામગ્યાલનો નવ માળનો મહેલ, અહીનુ મુખ્ય આકર્ષણ છે, જે મેડિએવલ એરાના વાસ્તુશિલ્પીય ઢંગને પ્રદર્શિત કરે છે. લેહની વસતીનો મોટાભાગનો હિસ્સો બુદ્ધ મોંક, હિન્દુઓ અને લામાઓનો છે. ઘણા અધ્યયન કેન્દ્ર જેમ કે શાંતિ સ્તૂપ અને શંકર ગોમ્પા આ સ્થાનના આકર્ષણને વધારે છે.

અમૃતસર

અમૃતસર

પંજાબમાં સ્થિત અમૃતસર શીખ સમુદાયનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉત્તર-પશ્ચિમ ભરતના સૌથી મોટા શહેરોમાંથી એક છે. આ શહેરની સ્થાપના 16મી સદીમાં ચોથા શીખ ગુરુ, ગુરુ રામદાસજીએ કરી હતી, અને તેનું નામ અત્રેના પવિત્ર તળાવ અમૃતસરના નામે પડ્યું. 1601માં ગુરુ રામદાસજીના ઉત્તરાધિકારી ગુરુ અર્જુન દેવજીએ અમૃતસરનો વિકાસ કર્યો. તેમણે અત્રે એક ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ કરાવ્યું, જેની શરૂઆત રામદાસજીએ કરાવી હતી. 1947ના ભાગલા પહેલા અમૃતસર અવિભાજિત પંજાબનું વ્યાપારિક અને વાણિજ્યિક મહત્વનું શહેર હતું.

કલસી

કલસી

કલસી એક સુંદર પ્રવાસન સ્થળ છે જે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં સમુદ્રની સપાટીથી 780 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ સ્થળ જૌનસાર-બાવર આદિવાસી ક્ષેત્રના પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, જે નદિયો, યમુના અને ટોંસના સંગમ પર સ્થિત છે. આ સ્થળ વિભન્ન પ્રાચીન સ્મારકો, સાહસિક ખેલ અને પિકનિક સ્થળો માટે પ્રસિદ્ધ છે.

English summary
Here are the best and cheap travel destinations in North India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X