For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તામિલનાડુનું સૌથી અદભૂત વારાહ ગુફા મંદિર

તામિલનાડુના કાંચીપુર જિલ્લામાં આવેલું છે સુંદર, અદભૂત, શિલાઓ કોતરીને બનાવેલું વારાહ ગુફા મંદિર એક પહાડી ગામનો ભાગ છે.

|
Google Oneindia Gujarati News

તામિલનાડુના કાંચીપુર જિલ્લામાં આવેલું છે સુંદર, અદભૂત, શિલાઓ કોતરીને બનાવેલું વારાહ ગુફા મંદિર એક પહાડી ગામનો ભાગ છે, જે મહાબલીપુરમના મુખ્ય સ્થળ રાઠ અને કિનારે આવેલા મંદિરથી લગભગ 4 કિલોમીટર દૂર છે. મનાય છે કે આ ગુફા મંદિર 7મી સદીનું છે. કહેવાય છે કે આ મંદિર શિલા કોતરીને બનાવાતા મંદિરની સ્થાપત્ય કળાનો જીવતો જાગતો નમૂનો છે.

આ ઉપરાંત આ મંદિર પ્રાચીન વિશ્વકર્મા સ્થાપત્ય કળા પણ દર્શાવે છે. આવા ગુફા મંદિરો મંડપ તરીકે ઓળખાતા હતા. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ જોતા અને તેની કોતરણી જોતા 1984માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસા તરીકે જાહેર કરી હતી.

મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

PC-Vsundar

વારાહ ગુફા મંદિરમાં સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ભગવાન વિષ્ણુની પ્રતિમા. આ ગુફા મંદિરમાં ભગવાન વિષ્ણુ વારાહ અવતારમાં બિરાજમાન છે. અહીં ભગવાન વિષ્ણુની મૂર્તિ એ પૌરાણિક ઘટના દર્શાવે છે, જ્યારે ધરતી માતાને બચાવવા માટે વિષ્ણુએ વારાહ એટલે કે જંગલી સુવરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાન વિષ્ણુના સ્વરૂપ વારાહે પોતાના લાંબા દાંતના સહારે પૃથ્વીને બચાવી હતી. વારાહ ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી એક છે.

પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે રાક્ષસ હિરણ્યાક્ષે ધરતીને કષ્ઠ પહોંચાડ્યું ત્યારે માતા વસુંધરા પાણીમાં ડૂબી ગયા હતા. ભગવાન વિષ્ણુએ ત્યારે વારાહ સ્વરૂપ ધારણ કર્યું અને રાક્ષસને મારીને પૃથ્વીને બચાવી લીધી.

ગુફાનો ઈતિહાસ

ગુફાનો ઈતિહાસ

PC- Andy Hay

ગુફાના સ્તંભ ઉત્કૃષ્ટ વાસ્તુકળા દર્શાવે છે. નક્શીદાર સ્તંભ અને ભીંતચિત્ર અહીં આવતા પ્રવાસીઓને પ્રભાવિત કરે છે. ઐતિહાસિક લેખ દર્શાવે છે કે સુંદર આકૃતિ અને ભીંત ચિત્ર પલ્લવ રાજાઓના શાસનકાળ દરમિયાન બનાવાયા હશે. સ્તંભ પર કોતરાયેલી આકર્ષક આકૃતિઓને મમલ્લા દ્વારા સંરક્ષિત કરાઈ છે. આ શૈલીને મમલ્લાના પુત્ર પરમેશ્વરવર્માન પહેલાએ પોતાના સમયમાં યથાવત્ રાખી હતી.

મહાબલીપુરમ શહેરની સ્થાપના પણ મમલ્લાના નામ પર થઈ હોવાનું ઐતિહાસિક સંશોધન દ્વારા સામે આવ્યું છે. સ્થાપના બાદ ઈસવીસન 650 દરમિયાન ગુફાઓ અને રાઠનું નિર્માણ કર્યું હતું

મંદિરની વાસ્તુકળા

મંદિરની વાસ્તુકળા

PC- mountainamoeba

વારાહ મંદિરની ગુફા એક પહાડી પર આવેલી છે, જેની સામે પત્થરોથી બનેલો એક મંડપ છે. લગભગ 33 બાય 14 ફૂટ પહોળી ને 11.5 ફૂટ ઉંચાઈ ધરાવતી આ ગુફાનો દરવાજો પશ્ચિમ દિશા તરફ છે. પ્રવેશદ્વાર પાસે ચાર અષ્ટકોણીય સ્તંભ અને બે અષ્ટકોણીય આકારના ભીંત સ્તંભ પણ છે. આ મંદિર એક નાનું મોનોલિથિક રોક કટ મંદિર છે, જેનો નક્શીદાર મંડપ 7મી સદીનો હોવાનું મનાય છે. મંડપ પર સુંદર આકૃતિઓ કોતરવામાં આવી છે.

અહીં કેટલીક ગ્રીકો-રોમન વાસ્તુશિલ્પ શૈલી પણ જોવા મળે છે. ગુફા મંદિરમાં બેસેલી મૂર્તિઓ મોટા ભાગે યુરોપિયન વાસ્તુકલામાં બનાવાતી મૂર્તિઓ જેવી જ છે. ગુફાની અંદરની મૂર્તિ પણ અદભૂત છે. અહીં ભગવાન વિષ્ણુના વારાહ સ્વરૂપને પણ દર્શાવાયું છે.

ભગવાન વિષ્ણુની મૂર્તિ

ભગવાન વિષ્ણુની મૂર્તિ

PC-Nshill66

પ્રવેશદ્વારથી વિરુદ્ધ મંડપની પાછળની દિવાલના કેન્દ્રમાં મૂર્તિઓને મંદિરની બંને તરફ નક્શીદાર રીતે કોતરીને બનાવવામાં આવી છે. મંડપની અંદર દીવાલો પર પણ સુંદર મૂર્તિઓ જોઈ શકાય છે. આ પ્રાચીન આકૃતિઓ પ્રાકૃતિક પલ્લવ કળાને દર્શાવે છે.

મંદિરના કિનારાની દીવાલો પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કોતરવામાં આવી છે. અહીં પણ ભગવાન વિષ્ણુના વારાહ અવતારને જોઈ શકાય છે. પ્રાચીન વાસ્તુકલાને પણ અહીં સારી રીતે સમજી શકાય છે.

કેવી રીતે પહોંચશો ?

કેવી રીતે પહોંચશો ?

PC- Deepak Patil

વારાહ ગુફા મંદિર તામિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં આવેલું છે. અહીં તમે ત્રણ રીતે પહોંચી શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ ચેન્નાઈ આવેલું છે. તો રેલવે દ્વારા કાંચીપુરમ સ્ટેશન ઉતરીને તમે મંદિર સુધી પહોંચી શકો છો.

તમે ઈચ્છો તો માર્ગ દ્વારા પણ આ મંદિરના દર્શને આવી શકાય છે. કાંચીપુરમ દક્ષિણ ભારતના મોટા શહેરો સાથે માર્ગોથી જોડાયેલું છે.

English summary
Varaha cave temple mamallapuram in kanchipuram tamilnadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X