For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્કલા, એક સુંદર તટીય નજારો

|
Google Oneindia Gujarati News

વર્કલા, તિરુવંનતપુરમ જિલ્લાનું સૌથી સુંદર તટીય શહેર છે. આ કેરળના દક્ષિણ ભાગમાં સ્થિત છે. વર્કલા જ કેરળમાં એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં પર્વતો, દરિયાની નજીક છે. આ વિશિષ્ટતા અરબ સાગરનું પર્વતો સાથે વિલનીકરણ થવાના કારણે થયું છે. ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ આ સ્થળને વર્કલા ફોર્મેશનના નામથી બોલાવે છે. અહીંના તટો પર પાણીના ફૂવારા અને મોજાના કારણે ડિસ્કવરી ચેનલે ટોચના દશ મૌસમી સમુદ્રી તટોમાં વર્કલાને સામેલ કર્યું છે.

તેની ઉત્પત્તિઓ અંગે અનેક કહાણઓ લખવામાં આવી છે, તેમાની એક કહાણી અનુસાર પદ્યાન રાજાને ભગવાન બ્રહ્મા દ્વારા પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે એક મંદિર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી કહાણી એ છેકે પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે આવેલા તીર્થયાત્રીઓને સાંભળવા આવેલા ઋષિ નારદે પોતાના વલકલમ ફેંકી દીધા હતા જે આ સ્થળે આવીને પડ્યાં હતા અને ત્યારથી આ સ્થળ વર્કલાના નામે ઓળખાય છે.

આ સ્થળ હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મો માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. અહીંના મુખ્ય સ્થળ શિવગિરી મઠ, જનાર્દન સ્વામી મંદિર,કુડુવાયિલ જુમા મસ્જિદ, વર્કલા બીચ,પાપનાસમ બીચ, કપિલ ઝીલ, અંચિલો કિલ્લા, શિવ પાર્વતી મંદિર અને પાવર હાઉસ વિગેરે છે. વર્કલામાં અનેક પાણીના ઝરણા પણ છે, જે હાલના સમયે પ્રવાસીઓને લુભાવે છે. આ સ્થળના મહત્વપૂર્ણ સમુદ્રી તટોમાનું એક પાપનાસમ બીચ છે, આ સમુદ્ર તટ પાસે જ એક પ્રસિદ્ધ મંદિર, જનાર્દન સ્વામી પણ છે, જે 2000 વર્ષ જૂનું છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ સ્થળને.

વર્કલામાં સમુદ્રમાં ઉઠતી લહેરો

વર્કલામાં સમુદ્રમાં ઉઠતી લહેરો

વર્કલા ખાતે સમુદ્રમાં ઉઠી રહેલી લહેરો

વર્કલા બીચ

વર્કલા બીચ

વર્કલામાં આવેલો બીચ

કાપિલ ઝીલ

કાપિલ ઝીલ

વર્કલામાં આવેલો કાપિલ ઝીલ

નૌકા દોડ

નૌકા દોડ

વર્કલામાં કાપિલ ઝીલમાં નૌકા દોડ

સરકારા દેવી મંદિર

સરકારા દેવી મંદિર

વર્કલામાં આવેલું સરકારા દેવી મંદિર

સરકારા દેવી મંદિર

સરકારા દેવી મંદિર

વર્કલામાં આવેલું સરકારા દેવી મંદિર

વર્કલા બીચ પર સાંજનો નજારો

વર્કલા બીચ પર સાંજનો નજારો

વર્કલામાં આવેલા બીચ પર સાંજનો નજારો

શિવગરી મઠ

શિવગરી મઠ

વર્કલામાં આવેલું શિવગિરી મઠ

English summary
Varkala is a beautiful coastal town nestled in Thiruvananthapuram district. It sits in the southern part of Kerala. It is the only place in Kerala where the hills come close to the sea. The uniqueness here is the merging of cliffs with the Arabian Sea. The Geological Survey of India calls it as the Varkala Formation. The splashing of the water from the coast has compelled the Discovery Channel to name Varkala as one of the top ten seasonal beaches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X