For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદિશા, એક ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ શહેર

By Super
|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં આવેલા વિદિશાને મધ્યકાળમાં ભિલસાના નામથી ઓળખવામાં આવતું હતું. આ શહેર પ્રાચીન અવશેષ અને ઐતિહાસિક મહત્વના સ્મારકો માટે પ્રસિદ્ધ છે. પ્રાચીન શહેર બેસનગરના અવશેષ અને ઉદયગીરીની ગુફાઓ જોઇને એ વાતનો અંદાજો આવી જાય છે કે, પ્રાચીન ગુપ્ત સામ્રાજ્યનં ગૌરવ નિર્મમ સમયની ભેંટ ચઢી ગયું છે.

મધ્યપ્રદેશમાં સ્થિત વિદિશા રાજ્યની રાજધાની ભોપાલથી થોડેક દૂર છે. જ્યાં તમે વિદિશાના ઇતિહાસના પૃષ્ઠને ફેરવસો તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, અંદાજે 2600 વર્ષ પહેલાં આ સ્થળ વેપારનું પ્રમુખ કેન્દ્ર હતું. તમે શાળામાં સમ્રાટ અશોક અંગે જરૂરથી વાંચ્યું હશે. એવું કહેવામાં આવે છે કે, અંદાજે 1000 વર્ષ પહેલા સમ્રાટ અશોક વિદિશાના ગવર્નર હતા. વિદિશામાં ફરતી સમયે તેમને બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનની યાદ આવી જશે. ફિલ્મ અશોકામાં આ શહેરમાં જ એક સફેદ ઘોડામાં વિચરતા તેમને દર્શાવવામાં આવ્યા છે.

વિદિશાની આર્થિક ગતિવિધિઓમાં પ્રવાસન ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ શહેર પ્રવાસનની દ્રષ્ટિએ ઘણું જ સમૃદ્ધ છે અને અહીં ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વના અનેક પ્રવાસન સ્થળ છે. અહીં અનેક પ્રસિદ્ધ મૂર્તિઓ, શિલાલેખ, ખંડેર અને પુરાતત્વિક કાર્યસ્થળ છે. વિદિશાના કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં ગિરધારી મંદિર, ઉદયેશ્વર મંદિર, દશાવતાર મંદિર, બાજરામઠ મંદિર, ગાડરમલ મંદિર અને સોલા ખંબી મંદિર સામેલ છે. અહીંનું એક પ્રમુખ તીર્થસ્થળ બીજામંડળ હવે ખંડેરમાં પરિવર્તિત થઇ ગયું છે.

વિદિશા સ્થિત સિરોંજ જૈન સમુદાયનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. ખંબા બાબાના નામથી જાણીતા હેલિયોડોરસ સ્તંભ વિદિશાનું એક જોવાલાયક સ્થળ છે. આ ઉપરાંત વિદિશામાં ઉદયગીરીની ગુફાઓ સૌથી વધારે મહત્વ ધરાવે છે. ગ્યારસપુરની અસાધારણ મૂર્તિ અને શાલભંજિકા આ સ્થળનું વધુ એક મહત્વપૂર્ણ આકર્ષણ છે. વિદિશાના લોહંગી પીર અને હિંડોળા તોરણનું પણ વિશેષ મહત્વ છે. અહીંના ધરમપુરમાં વર્ષ 155ની પ્રસિદ્ધ જૈન મૂર્તિઓ જોવા મળી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ વિદિશાના પ્રવાસન સ્થળોને.

બીજામંડલનું પ્રસિદ્ધ મંદિર

બીજામંડલનું પ્રસિદ્ધ મંદિર

વિદિશાના બીજામંડલનું પ્રસિદ્ધ મંદિર

હિંડોળા તોરણ

હિંડોળા તોરણ

હિંડોળા તોરણનો સજાવટી પ્રવેશ

ખંબા બાબા

ખંબા બાબા

વિદિશાના ખંબા બાબાની તસવીર

 ખંબા બાબાના શિલાલેખ

ખંબા બાબાના શિલાલેખ

વિદિશાના ખંબા બાબાના શિલાલેખ

ખંબા બાબાની કોતરણી

ખંબા બાબાની કોતરણી

વિદિશાના ખંબા બાબાની કોતરણી

ખંબા બાબાનું દૂરનું દ્રશ્ય

ખંબા બાબાનું દૂરનું દ્રશ્ય

વિદિશાના ખંબા બાબાનું દૂરનું દ્રશ્ય

ભગવાન વિષ્ણુની મૂર્તિ

ભગવાન વિષ્ણુની મૂર્તિ

વિદિશામાં આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ

વિદિશાની એક તસવીર

વિદિશાની એક તસવીર

વિદિશાનું એક નજીકનું દ્રશ્ય

ગુફામાંથી લેવામાં આવેલી તસવીર

ગુફામાંથી લેવામાં આવેલી તસવીર

આ તસવીર એક ગુફામાંથી લેવામાં આવી છે

 વિદિશાની ગુફાઓ

વિદિશાની ગુફાઓ

વિદિશાની ગુફાઓમાં આવેલી દેવી દુર્ગાની મૂર્તિ

ઉદયગીરીની ગુફાઓ

ઉદયગીરીની ગુફાઓ

ઉદયગીરીની ગુફાઓના થાંભલા

ગુફાનું દ્રશ્ય

ગુફાનું દ્રશ્ય

ઉદયગીરીની ગુફાનું એક દ્રશ્ય

વરાહની મુર્તિ

વરાહની મુર્તિ

ઉદયગીરીની ગુફામાં વરાહની એક મૂર્તિ

ગુફાની કોતરણી

ગુફાની કોતરણી

ઉદયગીરીની ગુફાની કોતરણી

ગુફાનું એક દ્રશ્ય

ગુફાનું એક દ્રશ્ય

ઉદયગીરીની ગુફાનું એક દ્રશ્ય

English summary
Vidisha, or Bhilsa as it was called during the medieval period is a city of ancient remnants and monuments of historical significance. The remains of the ancient town of Besanagar, and the Udayagiri Caves are examples of the long lost glory of the ancient Gupta Empire. The city is in the state of Madhya Pradesh and is located close to Bhopal, the capital of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X