• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિમાલયનું 10 સુંદર ઝીલ, આ ના દેખ્યું તો શું જોયું!

|
Google Oneindia Gujarati News

ભારતભરમાં અનેક સુંદર તળાવો આવેલ છે પણ હિમાલયના આ તળાવોની તો વાત જ કંઇક બીજી છે. હિમાલયની ગોદમાં આવેલા આ તળાવ ખૂબ જ આકર્ષક છે. નોંધનીય છે કે આ તમામ તળાવો સમુદ્રસપાટીથી 5000 મીટરની ઉંચાઇ પર આવેલા છે.

એટલું જ નહીં દરવર્ષે આ તળાવની ખૂબસૂરતી મોટી સંખ્યામાં પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. આ તળાવામાંથી કોઇ તળાવના પાણીનો રંગ બ્લુ છે, તો કોઇનો ગ્રીન વળી ક્યાંક છે એકદમ પારદર્શક પાણી. દૂર દૂર સુધી ફેલાયેલા આ તળાવ અને તેની ઉપર છે ચોખ્ખુ આકાશ. ત્યાં જવા માત્રથી અમુક લોકોને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરે છે.

તો ચલો તમને પણ હિમાલયની ગોદમાં આવેલા આ 10 સુંદર તળાવોના ફોટા દેખાડીએ અને તેમના વિષે કંઇક ખાસ જાણકારી આપીએ. તો જોતા રહો આ 10 સુંદર તસ્વીરો આ ફોટાસ્લાઇડરમાં...

નાગિન જીલ

નાગિન જીલ

કાશ્મીરની સૌથી આકર્ષક અને પોપ્યુલર દર્શન સ્થળોમાંથી એક છે આ નાગિન ઝિલ. જો કે ખરેખરમાં નાગિન ઝિલ ડાલ લેકનો એક ટુકડો છે. આ ઝીલ જબરવાન પહાડીમાં આવેલી છે. વધુમાં તમે શિકારામાં બેસીને આ ખુબસૂરત તળાવનો નજરો માણી શકો છો.

મનસર ઝીલ

મનસર ઝીલ

જમ્મુ ખૂબ જ સુંદર અને અદ્દભૂત જગ્યા છે મનસર ઝીલ. તેની આ સુંદરતાના કારણે જ પ્રતિવર્ષ મોટી સંખ્યા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં ભગવાન શેષનાગનું મંદિર છે જે જોવાલાય છે. વધુમાં અહીંની માછલીઓ પણ પ્રવાસીઓનું મન બહેલાવે છે.

પૈગોંગ ઝીલ

પૈગોંગ ઝીલ

પૈગોંગ એક ખારા પાણીનું તળાવ છે. જે લડ્ડાખની અત્યાધિક ઊંચાઇ પર સ્થિત છે. આ ઝીલ 134 કિલોમીટર લાંબી છે. પૈગોંગ ઝીલ શિયાળામાં ફ્રિઝમાં બરફ જામી જાય તેમ જામી જાય છે. અહીંના ખારા પાણીને લીધે અહીં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવે છે.

રેણુકા ઝીલ

રેણુકા ઝીલ

રેણુકા ઝીલ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં આવેલી સૌથી મોટી ઝીલ છે. કહેવાય છે કે આ તળાવ રેણુકા દેવીનું પ્રતિરૂપ છે. વધુમાં આ તળાવ પાસે શંકર ભગવાન અને રેણુકાદેવીનું મંદિર પણ છે. આ તળાવને આ જ કારણે તીર્થસ્થળ માનવામાં આવે છે. અહીં હોડી પણ ચાલે છે જેથી તમે આ તળાવની ખૂબસૂરતીને યોગ્ય રીતે માણી શકો.

રિવાલસર ઝીલ

રિવાલસર ઝીલ

હિમાચલ પ્રદેશની આકર્ષક ઝીલમાંથી એક છે આ ઝીલ જે મંડીથી 24 કિલોમીટર દૂર અને સમુદ્ર સપાટીથી 1360 મીટર ઊંચાઇ પર આવેલી છે. આ તળાવ હિેંદુઓ, શીખો અને બૌદ્ધ લોકો માટે પવિત્ર સ્થળ છે. આ તળાવ તેના નાના અસ્થાઇ દ્વિપો માટે પણ ઓળખાય છે.

સૂરજ તાલ

સૂરજ તાલ

આ પવિત્ર સ્થળ હિમાચલ પ્રદેશની સ્પીતિ ખીણમાં આવેલું છે. આ ચોલામુ અને ગુરડોંગમાર તળાવ બાદ ભારતનું સૌથી મોટું તળાવ છે. વધુમાં દુનિયાની સૌથી ઊંચાઇ પર આવેલ 21 તળાવોમાંથી એક પણ છે. આ તળાવ પાસે દરવર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

સાતતાલ ઝીલ

સાતતાલ ઝીલ

સાતતાલ ઝીલ ઉત્તરાખંડના ભીમતાલમાં મધ્ય હિમાલયની માહરા ગાંવની ખીણમાં આવેલું છે. આ મીઠા પાણીનું તળાવ છે. આ ઉત્તરાખંડના શ્રેષ્ઠ તળાવામાંથી એક છે. આ તળાવના કિનારે બેસીને લોકો પ્રવાસી પક્ષીઓ અને માછલીઓની રમતને જોવાનો આનંદ લે છે. આ તળાવ કોઇ ફોટોગ્રાફર માટે એક સ્વર્ગ સમાન છે.

ત્સોંગમો કે ચાંગૂ ઝીલ

ત્સોંગમો કે ચાંગૂ ઝીલ

ત્સોંગમો કે ચાંગૂ ઝીલ પૂર્વ સિક્કમમાં આવેલી છે. જે ગંગટોકથી લગભગ 40 કિમી આગળ છે. આ ઝીલ સિક્કમના આકર્ષક સ્થળોમાંથી એક છે. તેની પ્રાકૃતિક સુંદરતા અને વ્યાપક વિવિધતાના કારણે આ તળાવ લોકોમાં ભારે પ્રિય છે. વધુમાં ભારતીય ટપાલ સેવાએ વર્ષ 2006માં આ તળાવને સમર્પિત એક ટિકિટ પણ નીકાળી હતી.

Photo Courtesy: Ravinder Singh Gill

સુમેન્દુ ઝીલ

સુમેન્દુ ઝીલ

સુમેન્દુ ઝીલ દાર્જિલિંગ જિલ્લાની નિર્મલ પહાડીમાં આવેલી એક ખૂબ જ સુંદર ઝીલ છે. આ તળાવ પાસે ચાના બાગ, ખીણો અને નૈસર્ગિક સુંદરતા જોવા જેવી છે. અહીં આવનારા પ્રવાસીઓ આ તળાવનું ખૂબસૂરતીમાં ખોવાઇ જાય છે.

સેલા ઝીલ

સેલા ઝીલ

સેલા ઝીલ અરુણાચલ પ્રદેશના ઉત્તરપૂર્વી રાજ્યમાં દુનિયાની સૌથી ઊંચા સ્થળ સેલા દર્રા પાસે આવેલ છે. આ તળાવનું પાણી બ્લુ રંગનું છે અને સૂર્ય જ્યારે તેની પર પોતાના કિરણો નાંખે છે ત્યારે આ તળાવની સુંદરતા જાદુઇરીતે વધી જાય છે. વધુમાં શિયાળામાં આ તળાવ જામી જતા પ્રવાસીઓ અહીં સ્કીંઇંગની મઝા પણ માણે છે.

English summary
The Great Himalayan mountain ranges contains hundreds of beautiful lakes around India and neighbouring countries like Tibet and Nepal.Most of lakes of Himalaya regions are situated at high altitudes of 5,000 mt above the sea level.Here is a guide to the 10 Himalayan Lakes of India.Visit the 10 beautiful lakes of the Himalayas that you could travel and explore this season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X