હોળી સ્પેશિયલ, વૃદાંવનઃ જ્યાં નટખટ કાનુડાએ કરી’તી રાસલીલાની શરૂઆત

Posted By:
Subscribe to Oneindia News

ભગવાન શ્રી કૃષ્ણ જેને આપણે નંદ ગોપાલ, કાનુડો, કન્હૈયા, મનોહર, માધવ વિગેરે નામોથી ઓળખીએ છીએ, આપણે બધા ભારતીયોની તે આસ્થાના પ્રતિક છે. કૃષ્ણ, હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુનો અવતાર છે. નોંધનીય છે કે, ભારતમાં હિન્દુ ધર્મના લોકો શ્રી કૃષ્ણને ભગવાનનું રૂપ માને છે અને તેમના પર અપાર શ્રદ્ધા રાખે છે. સનાતન ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુ સર્વપાપહારી પવિત્ર અને સમસ્ત મનુષ્યોનો ભોગ તથા મોક્ષ પ્રદાન કરનારા પ્રમુખ દેવતા છે. જ્યારે જ્યારે આ પૃથ્વી પર અસુર અને રાક્ષસોના પાપોનો આતંક વધી જાય છે, ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ કોઇને કોઇ રૂપે અવતરિત થઇને પૃથ્વીનો ભાર ઓછો કરે છે.

 

આમ તો ભગવાન વિષ્ણુએ અત્યારસુધી 23 અવતારો ધારણ કર્યા. આ અવતારોમાં તેમના સૌથી મહત્વપૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ જ હતા. ટૂંક સમયમાં હોળી આવવાની છે. જે સંદર્ભે અમે અહીં તમને એવા પહેલુઓથી અવગત કરાવી રહ્યાં છીએ, જેનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે અને આજે આ યાદીમાં અમે તમને જણાવી રહ્યાં છીએ વૃંદાવન અંગે.

શ્રી કૃષ્ણની રાસ લીલાઓ અને બાલ લીલાઓ અંગે તમે સાંભળ્યું જ હશે કે કૃષ્ણની વાંસળીની મધૂર ધૂન આજે પણ વૃંદાવનમાં ગુંજે છે. વૃંદાવન કૃષ્ણ લીલાઓનું કેન્દ્ર રહ્યું છે. હિન્દુ ધર્મમાં વૃંદાવન શહેર ઘણું લોકપ્રીય માનવામાં આવે છે. આ એ જ સ્થળ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ યમુના નદીના કિનારે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. પૌરાણિક વાતો પરથી ફલિત થાય છે કે વૃંદાવનમાં જ ભગવાન કૃષ્ણે દૈવીય નૃત્ય કર્યું હતું.

એટલું જ નહીં, રાધા સંગ રાસ લીલા થકી કૃષ્ણે પ્રેમનો સંદેશો અહીં જ આપ્યો હતો. આ એ જ સ્થળ છે, જ્યાં કૃષ્ણે ગોપીઓના કપડાં ચોરી લીધા હતા. સાથે જ અહીં તેમણે અનેક દાનવોનો નાશ કર્યો હતો. જોવામાં આવે તો વૃંદાવન હિન્દુઓનુ એક પ્રમુખ તીર્થસ્થળ છે અને અહીં 5000ની આસપાસ મંદિર છે. સમયની સાથોસાથ વૃંદાવન ઘણું નષ્ટ થઇ ગયું હતું. તો ચાલો તસવીરો થકી જોઇએ વૃંદાવન.

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક
  

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક

એક મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થળ હોવાના કારણે વૃંદાવનમાં અંદાજે 5 હજાર મંદિર છે. તમે આ તસવીરમાં જોઇ શકો છો કે વૃંદાવનના એક મંદિરની બહાર ફૂલો વેચવામાં આવી રહ્યાં છે.

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક
  

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક

વૃંદાવનમાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણનાં આ એક ઘણાં જ પ્રાચીન મંદિરની રાત્રે લેવામાં આવેલી તસવીર.

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક
  

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક

આ તસવીરમાં તમે વૃંદાવનના બાંકે બિહારી મંદિરનું ચિત્ર જોઇ શકો છો. આ મંદિરનો સમાવેશ ભારતના સુંદર ડેસ્ટિનેશન્સમાં થાય છે.

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક
  
 

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક

આ તસવીર વૃંદાવનના બાંકે બિહારી મંદિરના સાઇડ વ્યૂની છે. આ મંદિરમાં દર વર્ષે લાખો પ્રવાસી દર્શન માટે આવે છે.

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક
  

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક

આ તસવીર છે, બિહારીજીની ગલીની તમને જણાવી દઇએ કે આ ગલી બાંકે બિહારી મંદિર પાસે છે અને પ્રવાસી તેમાંથી થઇને મુખ્ય મંદિર સુધી જાય છે.

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક
  

હોળી સ્પેશિયલ, વૃંદાવનની ઝલક

આ તસવીર વૃંદાવનના પ્રેમ મંદિરની છે અહં ગોવર્ધન લીલાને મૂર્તિઓના માધ્યમથી દર્શાવવામાં આવી છે.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

આ તસવીર વૃંદાવનના ઇસ્કોન મંદિરની છે. ઇસ્કોન સંસ્થા દ્વારા નિર્મિત આ મંદિર એક ઘણું જ સુંદર મંદિર છે.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

તમે જોઇ શકો છો કે કેવી સુંદરતા સાથે ભગવાન કૃષ્ણને નંદ અને યશોદાની સાથે તસવીરમાં દર્શાવવામાં આવ્યા છે.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

અહીં તમે જોઇ શકો છો કે એક ભક્તને પંડિત થનારી પૂજા અંગે સમજાવી રહ્યો છે.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

આ તસવીર વૃંદાવન સ્થિત લાઇટથી સજેલા પ્રેમ મંદિરની છે, રાતના સમયે આ મંદિરનો નજારો જોવાલાયક છે.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

બે ભાઇ કૃષ્ણ અને બલરામના અતૂટ સ્નેહ અને પ્રેમને દર્શાવે છે આ સુંદર તસવીર.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

તમે આ તસવીરમાં જોઇ શકો છો કે કેવી રીતે ભક્તોનો સમૂહ ભગવાનના દર્શને જાઇ રહ્યો છે.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

વૃંદાવનના એક મંદિરમાં દેવી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ દર્શાવતી સુંદર તસવીર.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

રાધાઅષ્ટમી દરમિયાન સજાવવામાં આવેલી ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રાધાની સુંદર તસવીર.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

વૃંદાવન સ્થિત શ્રી કૃષ્ણ બલરામ મંદિરમાં બે ભાઇઓને સ્નેહને દર્શાવતી સુંદર તસવીર.

પવિત્ર ધામ વૃદાંવન
  

પવિત્ર ધામ વૃદાંવન

અહીં અનેક મંદિર કૃષ્ણની સંગિની રાધાને સમર્પિત છે. તેમાંથી જએક છે રાધા ગોકુલનંદ મંદિર અને શ્રી રાધા રાસ બિહારી અષ્ટ સખી મંદિર. અષ્ટ સખીમાં અભિપ્રાય રાધાની આઠ સખીઓથી છે, જેમણે રાધા અને કૃષ્ણના પ્રેમ વચ્ચે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

English summary
vrindavan the perfect holi destination
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.