For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાંતિ અને સંતૃષ્ટિની શોધને પૂર્ણ કરે છે કેરળનું આ સ્થળ

|
Google Oneindia Gujarati News

વાયનાડ, કેરળના બાર જિલ્લાઓમાંનું એક છે જે કન્નૂર અને કોઝિકોડ જિલ્લાઓની મધ્યમાં સ્થિત છે. પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે આ એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. પશ્ચિમી ઘાટના હર્યાભર્યા પર્વતો વચ્ચે સ્થિ વાયનાડની પ્રાકૃતિક સુંદરતા આજે પણ પોતાના પ્રાચીન રૂપમાં છે. આ સ્થળની પ્રભાવિત કરતી સુંદરતા તમારી ભૂખી આંખો માટે ભોજન સમાન છે. અતઃ કોઇ આશ્ચર્ય પામવા જેવી વાત નથી કે પ્રવાસી દર વર્ષો વાયનાડ આવે છે. આ સ્થળ પર કોર્પોરેટ જગતના લોકો પણ સપ્તાહનાં અંતે આરામ કરવા તથા તાજી હવા લેવા મોટી સંખ્યામાં આવે છે. વાયનાડ, ખરા અર્થમાં શાંતિ અને સંતૃષ્ટિની શોધ માટે એક આદર્શ સ્થળ છે.

વાયનાડને ભારતીય નકશામાં 1 નવેમ્બર 1980ના રોજ સ્થાન મળ્યું અને ત્યાર બાદ એ કેરળના 12માં જિલ્લાના રૂપમાં સ્થાપિત થયું. આ પહેલા આ સ્થળ માયકક્ષેત્રના નામથી જાણીતું હતું, જેનો અર્થ માયાની ભૂમિ થતો હતો. માયકક્ષેત્ર પહેલા માયનાડ બન્યું અને પછી વાયનાડના નામથી જાણીતું થયું. જો તમે વાયનાડમાં છો તો એડક્કલ ગુફાઓ, મીનમુટ્ઠી ધોધ, પુકુટ ઝીલ જેવા સ્થળોની મુલાકાત લઇ શકો છો. અહીની સ્થાનિક કહાણી અનુસાર આ સ્થળનું નામ બે શબ્દોના અર્થ વાયલ અને નાદમાંથી આવ્યું છે. આ બન્ને શબ્દોને જોડતા તેનો અર્થ થાય છે, ધાનના ખેતરોની ભૂમિ.

વાયનાડ શાનદાર પશ્ચિમી ઘાટ પર પ્રભાવશાળી રીતે ઉભું છે, જે વિસ્મયકારી રીતે પ્રેરણાદાયક છે ખાસ કરીને ચોમાસા દરમિયાન. વરસાદના કારણે પત્તાઓ પર જમા થયેલી ધૂળ વહી જાય છે અને આ સ્થળને એક સ્વર્ગીય ગુણવત્તા મળે છે. આ ઘટના એક મોટા ચમકતાં પન્નાની યાદ અપાવે છે. આ સ્થળ પર તમે સ્વયં તમારી પારીઓની કહાણી બનાવી શકો છો.

પુરાતાત્વિક શોધોમાં જાણવા મળ્યું છેકે, વાયનાડ ત્રણ હજાર વર્ષ પહેલા પણ અસ્તિત્વમાં હતું. ઇસા મસિહના જન્મથી 10 હજાર વર્ષ પહેલા પણ આ સ્થળ જીવનની હલચલથી ભરેલું હતું. નક્કાશીઓ અને લાકડાંના બનેલા ચિત્ર, જેવા અનેક પૂરાવા આ દાવાને સાચા ઠેરવે છે. તેથી જ શતાબ્દી બાદ વાયનાડે એક સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ હાસલ કર્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ વાયનાડને.

લીલા પર્વતો

લીલા પર્વતો

વાયનાડમાં આવેલા લીલા પર્વતો

કુરુવા દ્વીપ

કુરુવા દ્વીપ

વાયનાડમા આવેલો કુરુવા દ્વીપ

ચેન ટ્રી

ચેન ટ્રી

વાયનાડમાં ચેન ટ્રી

બાણાસુર સાગર ડેમ

બાણાસુર સાગર ડેમ

વાયાનાડમાં આવેલા બાણાસુર સાગર ડેમમાં નૌકા વિહાર

બાણાસુર સાગર ડેમ

બાણાસુર સાગર ડેમ

વાયાનાડમાં આવેલો બાણાસુર સાગર ડેમ

બાણાસુર સાગર ડેમ

બાણાસુર સાગર ડેમ

વાયાનાડમાં આવેલો બાણાસુર સાગર ડેમ

પ્રેત રૉક

પ્રેત રૉક

વાયનાડમાં આવેલું પ્રેત રૉક

વાયનાડ વન્યજીવ અભ્યારણ્ય

વાયનાડ વન્યજીવ અભ્યારણ્ય

વાયનાડમાં આવેલું વન્યજી અભ્યારણ્ય

તિરુનેલ્લી મંદિર

તિરુનેલ્લી મંદિર

વાયનાડમાં આવેલું તિરુનેલ્લી મંદિર

પૂકોટ ઝીલ

પૂકોટ ઝીલ

વાયનાડમાં આવેલી પૂકોટ ઝીલ

ભારતનો નકશો

ભારતનો નકશો

વાયનાડમાં આવેલી પૂકોટ ઝીલમાં ભારતનો નકશો

નાવડીની સવારી

નાવડીની સવારી

વાયનાડમા આવેલી પૂકોટ ઝીલમાં નાવડીની સવારી

English summary
Wayanad is one of the fourteen districts in Kerala and lies between the Kannur and Kozhikode districts. It is a very famous tourist destination primarily because of its location. Situated among the lush green mountains of the Western Ghats, the natural beauty of Wayanad is still in its pristine form.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X