• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોમનાથ મંદિરોનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો

|

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદિર ને સ્થાને હતી જે મસ્જીદ તેનેથી થોડી દૂર લઈ જવાઈ છે. જ્યારે ડીસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કીનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શીલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષીણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

કેવી રીતે પહોંચશો સોમનાથ:-
હવાઇ માર્ગ: નજીકનું હવાઇમથક કેશોદ (૧૨૫ કિ.મી.)
રેલવે માર્ગ: નજીકનું રેલ્‍વે સ્‍ટેશન વેરાવળ ૫ કિ.મી.ના અંતરે
સડક માર્ગ: જુદી જુદી પરિવહન વ્‍યવસ્‍થા ગુજરાતમાં જુદા જુદા સ્‍થળોથી મળી રહે છે.

સોમનાથની રસપ્રદ દંતકથા વાંચો તસવીરોમાં...

સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો

સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો

સોમનાથ મંદિર ભારતનું એક અગત્‍યનું યાત્રાધામ છે. સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો છે. ભગવાન સોમનાથ ભૈરવેશ્વર સત્‍યુગમાં, શ્રવણીકેશ્વર ત્રેતાયુગમાં અને શ્રીગલેશ્વર દ્વાપર યુગમાં ના નામે ઓળખાય છે.

પુરાણકથા અનુસાર...

પુરાણકથા અનુસાર...

પુરાણકથા અનુસાર સોમે (ચંદ્ર) આ મંદિર સોનાવડે બનાવેલ, રાવણે ચાંદીમાં, શ્રીકૃષ્‍ણે (લાકડામાં) અને રાજા ભીમદેવે પથ્‍થરોથી મંદિર બનાવેલ હતું. સોમ (ચંદ્ર) એ આ મંદિર ભગવાન શિવના શ્રાપમાંથી મુક્ત થવા માટે બનાવ્‍યું હતું. જે શ્રાપ તેમના સસરા દક્ષ પ્રજાપતિએ આપ્‍યો હતો.

કેવી રીતે બન્યુ મંદિર

કેવી રીતે બન્યુ મંદિર

ચંદ્ર પોતાની ૨૬ પત્‍નીમાંથી રોહીણીને નજર અંદાજ કરતો હતો તે કારણે ગુસ્‍સે ભરાઇને તેમના સસરાએ તેમને શ્રાપ આપ્‍યો હતો. બ્રહ્મદેવે આ શ્રાપમાંથી બચવા માટે ભગવાન શિવનું મંદિર બાંધવાની સલાહ આપી હતી.

મંદિરનું બાંધકામ

મંદિરનું બાંધકામ

જે પહેલી વખત બનાવવામાં આવેલ મંદિર હતું. જે વિશાળ મેદાનમાં ફેલાયેલું હતું. તેમાં પ્રાર્થના ખંડ, નૃત્‍ય ગૃહો ત્‍યારબાદ બનાવવામાં આવ્‍યા હતાં. મંદિરનું બાંધકામ સોલંકી શૈલીમાં કરવામાં આવ્‍યું હતું.

શિખર કળશ

શિખર કળશ

મંદિરની ઉંચાઇ ૧૫૫ ફૂટ છે. મંદિરના શિખર કળશનું વજન ૧૦ ટન છે. ધજાની લંબાઇ ૩૭ ફૂટ છે. આ માહીતી મંદિરની ભવ્યતાને ઉજાગર કરે છે.

મંદિર પર ઘણી વખત હુમલા થયા

મંદિર પર ઘણી વખત હુમલા થયા

મોઘલચયુગમાં મંદિર મોહંમદ ગજનીના આક્રમણનું કેન્‍દ્ર બન્‍યું હતું. વળી, સુલતાન અલાઉદ્દીન અને મોહંમદ બેગડા એ પણ તેના પર આક્રમણ કર્યું હતું.

અહલ્‍યાબાઇના કહેવાથી મંદિરનું નવનિર્માણ

અહલ્‍યાબાઇના કહેવાથી મંદિરનું નવનિર્માણ

ગુજરાતને મરાઠા દ્વારા જીતી લીધા બાદ રાણી અહલ્‍યાબાઇના કહેવાથી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્‍યું હતું.

મંદિર દિશા-સૂચક છે

મંદિર દિશા-સૂચક છે

મંદિર દક્ષિણ દિશામાં આવેલું છે અને તે દિશા-સૂચક પણ છે.

સોમનાથની નજીક

સોમનાથની નજીક

મંદિરની નજીક દેહોત્‍સગ (ભાલ્કા તીર્થ) જ્યાં શ્રીકૃષ્‍ણ ભગવાને પોતાનો દેહોત્સર્ગ કરેલો. તપસ્વીઓ પણ અહીં પધારતાં.

સોમનાથની નજીક

સોમનાથની નજીક

હિરણ્ય, સરસ્‍વતી અને કપિલા નદીઓ પાસે આવેલ છે. વળી પ્રભાત પાટણમાં વલ્‍લભાચાર્યની બેઠક આવેલી છે.

તસવીર સૌજન્ય: ગુજરાત ટૂરિઝમ ડોટ કોમ, સોમનાથ ડોટ ઓઆરજી, ગુજરાતઇન્ડિયા ડોટ કોમ

આખરે કેમ દ્વારકાથી ડાકોર આવ્યા હતા માખણચોર રણછોડરાય!

આખરે કેમ દ્વારકાથી ડાકોર આવ્યા હતા માખણચોર રણછોડરાય!

આખરે કેમ દ્વારકાથી ડાકોર આવ્યા હતા માખણચોર રણછોડરાય!

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

માત્ર પ્રવાસનમાં રસ ધરાવતા વાચકો જ અહીં ક્લિક કરે...

English summary
The principal temple of Somnath is believed to have been built in gold by the moon god Soma, in silver by the sun god Ravi, in wood by Krishna and in stone by the Solanki Rajputs in the 11th century.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X