For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખું મ્યુઝિયમઃ પાણીની અંદર કલાનો સંગ્રહ

|
Google Oneindia Gujarati News

વિશ્વ અનેક વિશેષતા અને અજબ ગજબ વસ્તુઓથી ભરેલું છે. કેટલીક વસ્તુઓનું નિર્માણ કૂદરતે કર્યું છે, તો કેટલીક વસ્તુઓનું નિર્માણ કાળા માથાના માનવી દ્વારા કરવામાં આવ્યું છે. આપણે અવાર નવાર સમાચારમાં અથવા તો ખાસ લેખમાં માનવી દ્વારા કરવામાં આવતા સર્જનો અને શોધો અંગે સાંભળતા આવ્યા છીએ. આવું જ અનોખું કામ મેક્સિકોમાં કરવામાં આવ્યું છે. આપણે હંમેશા મ્યુઝિયમ એટલે કે સંગ્રાહલય અંગે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, જેમાં અનેક પ્રાચીન અને બહુમુલ્ય તથા દુર્લભ વસ્તુઓની સાચવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ બધા મ્યુઝિયમ જમીન પર કરવામાં આવ્યા છે, શું તમે ક્યારેય સાંભળ્યું છેકે પાણીની અંદર કોઇએ આવું અનોખું મ્યુઝિયમ બનાવ્યું હોય, જો જવાબ ના હોય તો અમે અહીં આજે એવા જ એક મ્યુઝિયમ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

આ પણ વાંચોઃ-રહેવા માટે 10 હજાર રૂમ, સુંદર દરિયા કાંઠો છતાં અહીં નથી રોકાયું કોઇ!
આ પણ વાંચોઃ-આશ્ચર્ય પમાડી દેશે અજબ વિશ્વની આ અનોખી હોટેલ્સ

મેક્સિકોમાં કાંકુન ખાતે એક અન્ડર વૉટર મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે નેશનલ મરિન પાર્ક ઓફ કાંકુન સ્થિત છે. જેમાં એક કૃત્રિમ પર્વતોની સરચંના તૈયાર કરવામાં આવી છે, જેમાં 400થી વધુ ટૂકડાઓને એકઠાં કરીને સ્મારકો ત્યાર કરવામાં આવ્યા છે. મેક્સિકો દ્વારા વિશ્વનું પહેલું સૌથી મોટું અન્ડર વૉટર મ્યુઝિયમ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને આકર્ષવા પૂરતો જ નહોતો પરંતુ પોતાની કોરલ રીફને સુરક્ષિત રાખવાનું પણ હતું. તેથી મેક્સિકન સરકાર દ્વારા એક અનોખું પ્રવાસન આકર્ષણ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો જે ફળીભૂત થયો છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ અન્ડર વૉટર મ્યુઝિયમને.

આ પણ વાંચોઃ-થ્રીલિંગ અનુભવઃ હૃદયના ધબકારા વધારી દે તેવા બ્રીજ
આ પણ વાંચોઃ- વિશ્વના ખતરનાક સાપ, બસ એક ડંસ આપી શકે છે મોતની દસ્તક
આ પણ વાંચોઃ-જીવનની ગાડીને બ્રેક લગાવી શકે છે આ ‘ડેડલિએસ્ટ' દેડકાં

પથ્થરોમાંથી બનાવવામાં આવી છે કૃતિઓ

પથ્થરોમાંથી બનાવવામાં આવી છે કૃતિઓ

આ મ્યુઝિયમમાં જે આકર્ષક અને અનોખી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, તે એક ખાસ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

પાણીમાં પિયાનો

પાણીમાં પિયાનો

આ તસવીરમાં તમે એક પિયાનો જોઇ રહ્યાં છો. જે આ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. જ્યારે તમે આ મ્યુઝિયમની પાણીમાં લટાર મારો ત્યારે તેમાં રાખવામાં આવેલી કૃતિઓ સાથે તમે વિવિધ પ્રકારની માછલીઓને પણ નિહાળી શકો છો.

મ્યુઝિયમમાં રાખવામાં આવેલી માનવકૃતિઓ

મ્યુઝિયમમાં રાખવામાં આવેલી માનવકૃતિઓ

આ મ્યુઝિયમમાં કેટલીક અનોખી માનવકૃતિઓ રાખવામાં આવી છે, જેને જોતા એમ જ લાગે કે જાણે આ સાચા છે જે પથ્થર સમાન બની ગયા છે.

એક આકર્ષક કૃતિ

એક આકર્ષક કૃતિ

આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી એક આકર્ષક કૃતિ

અનોખી કૃતિ

અનોખી કૃતિ

આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી એક અનોખી કૃતિ સાથે માછલી દર્શન

અનોખી પણ સુંદર બનાવટ

અનોખી પણ સુંદર બનાવટ

મ્યુઝિયમમાં રાખવામાં આવેલી એક અનોખી પણ સુંદર બનાવટની કૃતિ

પાણીમાં સાઇકલિંગ

પાણીમાં સાઇકલિંગ

આ કૃતિને જોઇને તમને એમ જ લાગશે કે જાણે આ કૃતિ પાણીમાં સાઇકલિંગ કરી રહી છે.

સુંદર કૃતિ

સુંદર કૃતિ

મ્યુઝિયમમાં એક અનોખી કૃતિ રજૂ કરવામાં આવી છે, જે આરામ મુદ્રામાં છે પરંતુ ઘણી જ સુંદર લાગે છે.

હળવાશની પળો

હળવાશની પળો

આ કૃતિને જોતા તમને તમારી હળવાશની પળો યાદ આવી જશે, જેમાં તમે આરામથી ટીવી થકી મનોરંજન મેળવી રહ્યાં છો.

અજબ ગજબ કૃતિ

અજબ ગજબ કૃતિ

માનવ દ્વારા પથ્થરોમાંથી નિર્મિત આ કૃતિ તમને પણ ચોક્કસપણે અજબ ગજબ લાગશે.

અસંખ્ય માનવકૃતિ

અસંખ્ય માનવકૃતિ

મ્યુઝિયમની વધુ એક તસવીરમાં તમે જોઇ શકો છો કે તેમાં અસંખ્ય માનવકૃતિઓ છે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા સક્ષમ છે.

English summary
world's first underwater museum in Mexico
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X