રેલ્વે કર્મચારીઓને મળશે બોનસ, કેબિનેટે આપી મંજૂરી

રેલ્વે તરફથી યાત્રીઓ માટે ખાસ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન, ભેટ રૂપે આપવાની જાહેરાત કરી છે. જે પછી રેલ્વે કર્મચારીઓ માટે પણ મોટી ખુશખબરી સરકારે જાહેર કરી છે. રેલ્વે કર્મચારીઓને પણ આ વખતે બોનસ આપવામાં આવશે. કેબિનેટે આ માટે એક ખાસ પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ હવે જલ્દી જ રેલ્વે કર્મચારીઓને બોનસ મળશે. જે અંતર્ગત કર્મચારીઓને 78 દિવસની આવક બોનસના રૂપે મળશે. જો કે આ બોનસ હેઠળ કોઇ પણ કર્મચારીને 17,951 રૂપિયાથી વધુ બોનસ નહીં આપવામાં આવે.

આ બોનસની જાહેરાત બુધવારે કેબિનેટ બેઠક પછી કરવામાં આવી હતી. પીએમ મોદીની હાજરીમાં થયેલી આ બેઠકમાં પહેલી વાર દશેરા પર રેલ્વેના લગભગ 12.30 લાખ કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. અને કુલ 2245.50 કરોડ રૂપિયાનું બોનસ આ વખતે આ કર્મચારીઓને મળશે.

4000 સ્પેશ્યલ ટ્રેન

રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું છે કે આ વર્ષે 4000 સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનો દશેરા, દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ગત વર્ષે પણ તહેવારીની સીઝનમાં 3,800 સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. સાથે જ તેમણે કહ્યું કે રેલ્વે સ્ટેશન પર ભીડ વધારે થઇ તો પ્લેટફોર્મ ટિકટના વેચાણ પર રોક લગાવવામાં આવશે અને ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ પણ ઓછો કરી દેવામાં આવશે.

READ SOURCE