500 રૂપિયાની અંદર રિલાયન્સ Jio ના 4 બેસ્ટ પ્લાન, જાણો

રિલાયન્સ જીયો માર્કેટમાં આવ્યું ત્યારથી નવી નવી સ્ક્રીમ લાવી અન્ય ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. ત્યારે હાલમાં તેના પ્લાનની સમય સીમા ઓછી કર્યા પછી રિલાયન્સ જીયોએ ફરી એક વાર નવા પ્લાન લાવ્યા છે. જે તમને ખૂબ જ ઓછા ભાવે 4G ડેટા પ્લાન આપશે. રિલાયન્સ જીયોએ હાલમાં જ 500 રૂપિયાની અંદર આવે તેવી ચાર સારી ઓફર નીકાળી છે જે તેના ગ્રાહકોને રોજના 1 જીબી ડેટાની લિમીટ સાથે અનલિમિટેડ કોલિંગ, એસએસએસ અને ફ્રી રોમિંગ સુવિધાઓ આપી રહ્યું છે. તો જાણો જીયોના આ ચાર પ્લાન શું છે અને તેનાથી જીયો ગ્રાહકોને કેટલો ફાયદો થશે.

જીયો 309 પ્લાન

1 જીબી ડેલી લિમિટ સાથે જીયોનો આ સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને 49 દિવસની વેલેડિટી મળશે. યુઝર્સના પ્લાન હેઠળ રોજના 1 જીબી 4 G ડેટા મળશે. 1 જીબી લિમિટ પૂર્ણ થયા પછી યુર્ઝસને 64 kbpsની સ્પીડનું ઇન્ટરનેટ મળશે. તે સિવાય આ પ્લાનમાં કોલિંગ અને એસએમએસ તથા રોમિંગ ફ્રી છે.

399 પ્લાન

જીયોના 399 પ્લાનની વેલીડિટી 70 દિવસની છે. આ પ્લાન મુજબ યુઝર્સને 70 દિવસ સુધી રોજ 1 જીબી હાઇસ્પીડ 4G ડેટા મળશે. 1 જીબી પૂર્ણ થયા પછી 64 kbps સ્પીડ ઇન્ટરનેટ મળશે. આ સિવાય આ પ્લાનમાં 70 દિવસ સુધી યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ફ્રી રોમિંગની સુવિધા મળશે.

459 રિચાર્ઝ પ્લાન

જીયોના આ પ્લાન 84 દિવસની વેલેડિટી સાથે માર્કેટમાં આવ્યો છે. રિલાયન્સ જીયોના આ પ્લાનમાં યુઝર્સને રોજના 1 જીબી ડેટા, ફ્રી કોલિંગ, એસએમએસ અને રોમિંગની સુવિધા મળશે. 500 રૂપિયાની અંદર રિલાયન્સનો આ 1 જીબી ફ્રી ડેટાનો પ્લાન અન્ય ટેલિકોમ કંપનીઓના પ્લાન કરતા વધુ ફાયદાકારક છે તેમ મનાય છે.

499 રિચાર્ઝ પ્લાન

જો તમે ત્રણ મહિનાએ એક જ વાર તમારો મોબાઇલ રિચાર્જ કરવા ઇચ્છો છો તો આ જીયોનો પ્લાન તમારા માટે બેસ્ટ છે. જીયોના 499 રૂપિયાનો પ્લાન 91 દિવસોની વેલિડિટી ધરાવે છે. જેમાં યુઝર્સને 91 જીબી ડેટા એટલે કે રોજનો 1 જીબી ડેટા મળે છે. આ ઓફર્સમાં પણ કોલિંગ, એસએમએસ અને રોમિંગ ડેટા ફ્રી છે.

READ SOURCE