આ ચાર જગ્યાએ કરો તમારા Jioને રિચાર્જ, મળશે કેશબેક

16 ઓગસ્ટથી રિલાયન્સ જીયોની સમર સરપ્રાઇઝ ઓફર પૂર્ણ થઇ જાય છે. તો તમારો ફોન હજી પણ તમે જીયોની નવી ઓફર સાથે રિચાર્જ ના કરાવ્યો હોય તો આ ખબર તમારા કામની છે. આ ચાર જગ્યાએ જીયોના નંબરની રિચાર્જ કરવાથી તમારા બે ફાયદા થશે એક તમારા જીયોની સેવાઓ ચાલુ થઇ જશે સાથે જ તમને મળશે અમુક રૂપિયા સુધીનો કેશબેક. આમ પણ જીયોનો પ્લાન પૂર્ણ થયા પછી તમારે તેને રિચાર્જ તો કરવો જ પડશે. તો પછી રિચાર્જ કરવાથી સાથે કેશબેકનો પણ ફાયદો ક્યાંથી અને કેવી રીતે મળશે તે અંગે જાણો વિગતવાર અહીં. અને આ રીતે રિચાર્જ કરાવી બેગણો ફાયદો મેળવો.

પેટીએમ

જો તમારી પાસે પેટીએમ છે તો તેની પર રિલાયન્સ જીયોના નંબર પર 100 રૂપિયાથી વધુનું રિચાર્જ કરવા પર તમને ઓછામાં ઓછા 15 રૂપિયાનો કેશબેક મળે છે. વળી તમે નવા પ્લાન મુજબ 300 રૂપિયાથી વધુનો કોઇ પ્લાન રિચાર્જ કરાવો છો તો તમને 76 રૂપિયા જેવું કેશબેક મળી શકે છે. નોંધનીય છે કે કેશબેક માટે પેટીએમથી રિચાર્જ કરતી વખતે તમારે PAYTMJIO પ્રોમો કોડ નાંખવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે જીયોની નવી તમામ સ્કીમો 300 રૂપિયાથી વધારેની જ છે. જેથી પેટીએમથી તમે જો રિચાર્જ કરાવશો તો 76 રૂપિયાનો કેશબેક તો તમને ચોક્કસથી મળશે.

ફોન પે

ફ્લિપકાર્ટમાં ફોનપે દ્વારા જો તમે તમારા જીયો નંબરમાં 300 થી વધુ રૂપિયાના પ્લાનને રિચાર્જ કરાવો છો તે તેની પર પણ તમને 75 રૂપિયાનો કેશબેક મળશે. આ ઓફર ખાસી પ્રીપેડ રિચાર્જ માટે જ ઉપલબ્ધ છે તે વાતની ખાસ નોંધ લેવી. આ ઓફરનો ફાયદો તમે ખાલી 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટની વચ્ચે જ ઉઠાવી શકશો. પેટીએમની જેમ જ તમારું કેશબેક સીધુ ફોન પેના તમારા એકાઉન્ટમાં પહોંચી જશે.

મોબીક્લિક

જો તમે રિલાયન્સ જીયોનો 399 રૂપિયાનો પ્લાન લઇ રહ્યા છો તો મોબીક્વિકનો ઉપયોગ કરીને રિચાર્જ કરવા જતા તમને 59 રૂપિયાનું કેશબેક મળશે. તે માટે તમારે JIOMBK પ્રોમો કોડ નાખવો પડશે. વળી જે લોકોએ હજી સુધી મોબીક્વિકથી રિચાર્જ નથી કરાવ્યું અને જે નવા યુઝર છે તેમણે NEWJIO કોડનો ઉપયોગ કરવો પડશે તેમને 399 રૂપિયાના રિચાર્જ પર 159 રૂપિયા કેશબેક મળશે.

એમેઝોન પે

એમેઝોન પેનો ઉપયોગ કરીને પણ તમે રિલાયન્સ જીયોનું રિચાર્જ કરાવી શકો છો. આ માટે તમારે ઓછામાં ઓછું 309 રૂપિયાનો જીયો પ્લાન લેવો પડશે. આ રિચાર્જ પર તમને 99 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર 14 ઓગસ્ટથી લઇને 19 ઓગસ્ટ સુધી જ છે. સાથે જ એમેઝોન પેનો ઉપયોગ કરીને રિલાયન્સ જીયોનો પહેલી વારના રિચાર્જ પર તમે 99 રૂપિયાનો કેશબેક મળી શકે છે. અને બીજી વારનો રિચાર્જ હશે તો 20 રૂપિયા જેટલો જ કેશબેક મળી શકશે. 20 રૂપિયા કેશબેકની સેવા તમે 30 નવેમ્બર સુધી ક્યારે પણ 300થી વધુના રિચાર્જ પર મેળવી શકો છો.

READ SOURCE