How to: આધાર કાર્ડ ખોવાઇ જવા પર આ રીતે કરાવો નવું કાર્ડ

આધાર કાર્ડ હવે તમારું એક મહત્વનું ઓળખપત્ર બની ગયું છે. તેના સાથે તમારી બેંક ડિટેલથી લઇને મોબાઇલ ડિટેલ અને તમારી તમામ મહત્વની સેવાઓને જોડવામાં આવી છે. આ જોતા આધાર કાર્ડનું મહત્વ દિવસને દિવસે વધુ રહ્યું છે. અને હવે આધાર કાર્ડ નીકાળવું તમામ લોકો માટે ફરજિયાત બની રહ્યું છે. તેવામાં જો તમારું આધાર કાર્ડ કોઇ કારણવસ ખોવાઇ જાય તો? આવી પરિસ્થિતિમાં જો તમારે બીજું આધાર કાર્ડ બનાવવાનો વારો આવે તો શું કરવું તે અંગે અમે તમને અહીં વિગતવાર જણાવીશું.

એનરોલમેન્ટ નંબર

જો તમારી જોડે તમારું આધાર કાર્ડ છે તો તમારે તેની તમામ વિગતો ક્યાં સુરક્ષિત જગ્યાએ લખી લેવી જોઇએ. આધાર કાર્ડનો એનરોલમેન્ટ નંબર, આધાર કાર્ડ પર અંકિત નંબર જેવી વિગતો તમારે લખી રાખવી જોઇએ. અને બને ત્યાં સુધી આધાર કાર્ડનો એક ફોટો પણ ખેંચી રાખો અને આ ફોટાને કોઇ સુરક્ષિત ડ્રાઇવમાં રાખો જેથી કરીને કોઇ તેનો દૂરઉપયોગ ના કરી શકે.

ઓનલાઇન આવેદન

સૌથી પહેલા તો તમે UIDAIની વેબસાઇટ www.uidai.gov.in માં જાવ અને અહીં જઇને તમારો વિકલ્પ પસંદ કરો. જે પછી રેસીડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો અને પછી તમે બે વધુ વિકલ્પ મળશે EID અને UID. જો તમારી આધાર કાર્ડની સ્લિપ ગુમ થઇ હોય તો ઇઆઇડી પર ક્લિક કરો અને જો આધાર કાર્ડ ખોવાઇ ગયું હોય તો યુઆઇડી પર ક્લિક કરો.

પછી શું કરશો?

UID/EID પર ક્લિક કર્યા પછી તમારે તમારું નામ, એનરોલમેન્ટ સમયે આપવામાં આવેલ મોબાઇલ, ઇમેલ આઇડી ટાઇપ કરો અને પછી સ્ક્રીન પર આપેલા ચાર અંકોને સુરક્ષા કોડના બોક્સમાં તે રીતે ટાઇપ કરો જે રીતે તેને બતાવવામાં આવ્યા છે. આ પછી તમને મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ મળશે. ફરી ઓટીપી પિન ટાઇપ કરતા તમને તમારો યુઆઇડી નંબર મળશે જેના આધારે તમે તમારું નવું ઇ-આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

અપટેડ સ્ટેટસ

જો તમને તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવું હોય તો તમારે આ લિંક https://uidai.gov.in/ કે પછી આ https://resident.uidai.gov.in/check-aadhaar-status ક્લિક કરવું પડશે. અહીંથી તમને તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકાશે.

READ SOURCE