વર્ષોથી સાની ડેમ રિપેરિંગમાં છે અને અનેક ઉનાળા વીતી ગયા છતાં સાની ડેમનું કામ હજી પૂર્ણ ન થતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી શકે છે. આવતી 11 તારીખે ખેડૂતો એકઠા થશે.
સાની ડેમ
અનેક વખત અરજીઓ કરવા છતાં હજી સુધી કામ પૂરું નથી થયું
કેટલીય અરજીઓ કરવા છતાં સરકારના રિપેરિંગ કામમાં ગતિ ના આવતાં ખેડૂતો નારાજ થયા છે.
ખેડૂતો નારાજ
અનેક વખત વિરોધ પ્રદર્શનો કર્યા હોવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું!
સાની ડેમ વર્ષોથી ખાલી પડ્યો હોવાના કારણે ખેડૂતો પર માઠી અસર પડી છે, આર્થિક માર પડી રહ્યો છે ખેડૂતોને.
"હવે ખેડૂતો ,મજૂરો , દરેક લોકો ને અપીલ કરવામાં આવે છે કે તમે તમારા હક્ક અને હીત માટે જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે સૌ સાથે મળી ને લડતના મંડાણ કરીએ."