શું તમને બારેય જ્યોતિર્લિંગના નામ આવળે છે? અહીં જુઓ આખી યાદી અને તેમની વિશેષતાઓ
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. ત્યાં બસ અને ટ્રેન મારફતે જઈ શકશો.
સોમનાથ જ્યોતિર્લિંગ
આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિર મા શ્રીસેલમ જ્યોતિલિંગ આવેલું છે. અહીં જવા માટે તમને બસ મળશે.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ત્રીજા નંબરનું આ જ્યોતિર્લિંગ શિપ્રા નદીના તટ પર આવેલું છે જે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે.
મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ
મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાનું ચોથા નંબરનું જ્યોતિર્લિંગ ઓમકાલેશ્વર આવેલું છે. અહીંનો પર્વત પણ ઓમના આકારનો દેખાય છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
પાંચમું જ્યોતિર્લિંગ કેદારનાથ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. ચાર ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે. આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે જ દર્શન માટે ખુલે છે.
કેદારનાથ જ્યોતિર્લિંગ
છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર મહારાષ્ટ્રના પુણેથી 110 કિમી દૂર સહ્યાદ્રી પર્વત માળા પર આવેલું છે.
ભીમાશંકર જ્યોતિર્લિંગ
સાતમું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ વારાણસીમાં ગંગા કાંઠે આવેલું છે.
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ
આઠમું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિકથી 35 કિમી દૂર ગૌતમી નદીના કાંઠે આવેલું છે. આ મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના લિંગ આવેલા છે. તેમાં ત્રિદેવ બિરાજમાન છે.કુંભનો મેળો અહીં ભરાય છે.
ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ
નવમું જ્યોતિર્લિંગ વૈદનાથ ઝારખંડ પ્રાંતના સાયલ પરગણાના ડુમકા જિલ્લામાં આવેલું છે.
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
દશમું જ્યોતિર્લિંગ નાગેશ્વર ગુજરાતના દ્વારકાથી 25 કિમી દૂર આવેલું છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ
અગ્યારમું જ્યોતિર્લિંગ રામેશ્વર તમિલનાડુ જિલ્લામાં આવેલું છે. આ તીર્થ પણ હિન્દુઓના ચાર ધામોમાનું એક ધામ છે. માનવામાં આવે છે કે રામેશ્વર મંદિરની સ્થાપના ભગવાન શ્રી રામે કરી હતી.
રામેશ્વર જ્યોતિર્લિંગ
ગ્રિષ્ણેશ્વર જ્યોતિર્લીંગ ઔરંગાબાદ શહેરની બાજુમાં દોલતાબાદ થી ૧૧ કિ.મી.ના અંતરે આવેલું છે.