Tap to Read ➤

ફિલ્મ Brahmastra માટે કલાકારોએ કેટલો ચાર્જ કર્યો હતો, જાણીને ચોંકી જશો

બ્રહ્માસ્ત્રમાં રણબીર-આલિયા પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
Kalpesh Kandoriya
GQ India વેબસાઈટ મુજબ 300 કરોડથી પણ વધુ બજેટમાં બનેલી આ ફિલ્મ 2022ની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં ઘણા કલાકાર સામેલ છે, જેમણે પોતાની ભૂમિકા નિભાવવા માટે તગડી રકમ વસૂલી છે.
આ યાદીમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય, ડિંપલ કપાડિયા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા કલાકારો સામેલ છે.
બૉલીવુડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ આ મૂવીમાં ઈશાનો રોલ નિભાવતી જોવા મળશે. તેમણે આ ફિલ્મ માટે 10-12 કરોડ રૂપિયાની તગડી ફી ચાર્જ કરી છે.
આ મૂવીમાં બૉલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન ભગવાન બ્રહ્માની ભૂમિકા નિભાવતા જોવા મળશે. જો કે બ્રહ્માસ્ત્રમાં પોતાની ભૂમિકા નિભાવવા માટે અમિતાભે 8થી 10 કરોડની ફી ચાર્જ કરી છે.
એક્ટ્રેસ મૌની રોય પણ આ ફિલ્મનો ભાગ છે. તેમને આ ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ રૂપિયા મળ્યા છે. નાના પડદાથી મોટા પડદા પર ધમાલ મચાવનાર અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જણાવી દઈએ કે મૌની રોય બ્રહ્માસ્ત્રમાં મુખ્ય ખલનાયકના રોલમાં જોવા મળશે.
તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન પણ આ ફિલ્મમાં આર્કિયોલોજિસ્ટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. તેમણે મૂવીમાં રોલ નિભાવવા માટે 9011 કરોડની ફી ચાર્જ કરી છે.
અભિનેત્રી ડિંપલ કપાડિયા પણ આ ફિલ્મનો ભાગ છે. તેમણે આ ફિલ્મમાં પોતાની ભૂમિકા નિભાવવા માટે 1-2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર સૌથી મોંઘા સાબિત થયા છે. તેમણે આ ફિલ્મમાં પોતાનો રોલ નિભાવવા માટે 25થી 30 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી છે.
આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં બ્રહ્માસ્ત્રની રિલીજિંગ ડેટ 9 સપ્ટેમ્બર 2022 શેર કરતાં ફોટો અપલોડ કર્યો છે અને કેપ્શનમાં માર્ક યોર કેલેન્ડર ફોર બ્રહ્માસ્ત્ર લખ્યું છે.