Tap to Read ➤

Happy Birthday Virat Kohli : એ રેકોર્ડ જે કોહલીને બનાવે છે કિંગ કોહલી.

વિરાટ કોહલી પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
Balkrishna Hadiyal
વિરાટ કોહલી આજે જે પણ છે તે તેની મહેનત અને સમર્પણના બળ પર છે.
ક્રિકેટના ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરનાર કોહલીના વિશ્વમાં કરોડો ચાહકો છે.
વિરાટ કોહલી દર વર્ષે પોતાનો નવો રેકોર્ડ બનાવે છે અને પોતે તોડે છે.
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 1065 રન બનાવ્યા છે.
વનડેમાં સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000 અને 12000 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે.
વિરાટ કોહલી T20માં સૌથી વધુ સાત વખત પ્લેયર ઓફ ધ સિરીઝ બનનારો ખેલાડી છે.
વિરાટ કોહલીએ ટી20માં સૌથી વધુ 15 પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 3932 રન બનાવ્યા છે.
T20 માં કારકિર્દીની સર્વોચ્ચ સરેરાશ 53.13 સાથે કોહલી ટોપ પર છે
T20માં 81 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે.
વનડેમાં એક જ ટીમ સાથે સૌથી વધુ સિક્સનો રેકોર્ડ પર કોહલીના નામે છે.
કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ નવ સદી ફટકારી છે.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 37 અડધી સદી સાથે તે ટોપ પર છે.
ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ 68 મેચોમાં કેપ્ટનશિપનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.
ટેસ્ટમાં કેપ્ટન તરીકે 40 મેચ જીતનાર ભારતીય ખેલાડી છે.
કોહલીએ વનડેમાં ભારત માટે રન ચેજ દરમિયાન સૌથી વધુ 26 સદી ફટકારી છે.