Tap to Read ➤

આજનું રાશિફળ - જાણો તમારું ભવિષ્ય

સવારની શરૂઆત તમારું રાશિફળ જાણીને કરો, જાણો આજે તમારા માટે કેવા યોગ બની રહ્યા છે...
Kalpesh Kandoriya
મેષ
રૂકાવટો અને સમસ્યાઓનો ધીરજથી સામનો કરી તમે રાહતનો દમ ખેંચી શકશો, વિવાદ અટકે, લાભદાયી તક.
વૃષભ
મનની શાંતિ ડહોળાઈ ન જાય, તે માટે કાર્યરત અને વ્યસ્ત રહો, પ્રવાસ ફળે, ખર્ચ વધે.
મિથુન
આપના અગત્યના પ્રશ્નોને હલ કરવાની દિશા ખૂલે, મિત્ર-કુટુંબીજનો અંગે સંવાદિતા, પ્રવાસ.
કર્ક
આપની મનની મુરાદને બર લાવવા તમારે કાર્યશીલ રહેવું પડશે, વિવાદનો પ્રસંગ.
સિંહ
મહત્વના કામકાજોને આગળ ધપાવી શકશો, આપના પ્રયત્નો ફળદાયી બને, તબિયત સાચવજો.
કન્યા
કેટલાક મહત્વના પ્રશ્નો આડે જણાતા વિગ્નો દૂર થાય, ચિંતાનું સમાધાન મેળવી શકશો.
તુલા
વ્યવસાયિક કામકાજો અંગેના વિઘ્નો દૂર થાય, સ્વજનથી મિલન-મુલાકાત.
વૃશ્ચિક
તમારા પ્રાણપ્રશ્નો હલ કરી શકશો, અગત્યની તક, સંજોગ સર્જાય.
ધન
ધંધા, મિલકતના કાર્યો અંગે સાનુકૂળતા, ગૃહવિવાદનો પ્રસંગ ન સર્જાય તે જોજો
મકર
મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, પ્રવાસ-મિલન-મુલાકાત ફળે
કુંભ
સંપત્તિ કે સંતતિની બાબતો ગૂંચવાય નહીં તે જોજો, કાર્ય લાભ મળતો જણાય.
મીન
સમસ્યાઓથી ઘેરાયેલા હશો તો હવે બહાર નીકળી શકશો, પ્રવાસ ફળે.