Tap to Read ➤

IPL કરિયરમાં સૌથી વધુ રન ફટકારનાર ટૉપ 10 ખેલાડીઓ

ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ હોય ત્યારે ચાહકો ઈચ્છતા હોય છે કે તેમનો ફેવરિટ ખેલાડી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવે. ત્યારે આવો આઇપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીઓ પર નજર નાખીએ
10મા નંબરે અજિંક્ય રહાણે આવે છે જેમણે 152 મેચમાં 121.42ની સ્ટ્રાઈક રેટથી 3985 રન બનાવ્યા છે. રહાણેએ આઇપીએલમાં 2 સદી અને 28 ફીફ્ટી બનાવી છે.
9મા નંબરે મિસ્ટર 360 ડિગ્રી એબી ડી વિલિયર્સ આવે છે જેમમે 169 મેચમાં 154.10ની સ્ટ્રાઇક રેટથી 4697 રન બનાવ્યા છે. એબીડીએ આઇપીએલની 2 સદી અને 37 ફીફ્ટી બનાવી છે.
8મા નંબરે રોબિન ઉથાપ્પા આવે છે જેમણે 194 મેચમાં 130.17ની સ્ટ્રાઇક રેટથી 4750 રન બનાવ્યા છે. રોબિન ઉથાપ્પાએ આઇપીએલમાં 25 ફીફ્ટી બનાવી છે.
7મા નંબરે મહેન્દ્ર સિંહ ધોની આવે છે જેમણે આઈપીએલની 221 મેચમાં 135.79ની સ્ટ્રાઈક રેટથી 4796 રન બનાવ્યા છે. ધોનીએ આઇપીએલમાં 24 ફીફ્ટી બનાવી છે.
6ઠ્ઠા નંબરે યૂનિવર્સલ બૉસ ક્રિસ ગેલ આવે છે જેમણે 142 મેચમાં 148.96ની સ્ટ્રાઈક રેટથી 4965 રન બનાવ્યા છે. ક્રિસ ગેલે આઇપીએલમાં 6 સદી અને 31 ફીફ્ટી બનાવી છે.
5મા નંબરે ડેવિડ વોર્નર આવે છે જેમણે 143 મેચમાં 140.55ની સ્ટ્રાઈક રેટથી 5286 રન બનાવ્યા છે. વોર્નરે આઇપીએલમાં 4 સદી અને 49 ફીફ્ટી ફટકારી છે.
ચોથા નંબરે સુરેશ રૈના આવે છે જેમણે 205 મેચમાં 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. રૈનાએ આઇપીએલમાં 1 સદી અને 39 ફીફ્ટી બનાવી છે.
ત્રીજા નંબરે રોહિત શર્મા આવે છે જેમણે આઇપીએલના 214 મેચમાં 130.38ની સ્ટ્રાઇક રેટથી 5652 રન બનાવ્યા છે. શર્માજીએ આઇપીએલમાં 1 સદી અને 40 ફીફ્ટી બનાવી છે.
બીજા નંબરે ખુદ ગબ્બર શિખર ધવન આવે છે જેમણે 193 મેચમાં 126.78ની સ્ટ્રાઈક રેટથી 5827 રન બનાવ્યા છે. ધવને આઇપીએલમાં 2 સદી અને 44 ફીફ્ટી ફટકારી છે.
પહેલા નંબરે વિરાટ કોહલી આવે છે જેમણે આઇપીએલના 208 મેચમાં 130.02 સ્ટ્રાઈક રેટથી કુલ 6324 બનાવ્યા છે. કોહલીએ આઇપીએલમાં 5 સદી અને 42 અર્ધસદી બનાવી છે.