Tap to Read ➤

કોણ છે બીગ બોસ 16 નીં સૌથી હોટ એન્ડ ગ્લેમરસ સ્પર્ધક અર્ચના ગૌતમ?

અર્ચના ગૌતમની જૂની બિકીની તસવીરો અચાનક વાયરલ થઈ રહી છે.
Balkrishna Hadiyal
અર્ચના ગૌતમની બીગ બોસ એન્ટ્રી થતા જ તેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.
અર્ચના ગૌતમ બીગ બોસની લેટેસ્ટ સિઝનની સૌથી ચર્ચીત સેલિબ્રિટી છે.
હવે તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી અને મોડલ સાથે સાથે અર્ચના ગૌતમ એક રાજનેતા છે.
અર્ચના વર્ષ 2022માં યુપીમાં હસ્તિનાપુરથી ધારાસભ્ય પદની ઉમેદવાર રહી ચુકી છે.
તેણી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ હારી ગઈ હતી.
રાજનીતિમાં જોડાયા બાદ અર્ચનાને તેના મોડલિંગ કરિયરને કારણે અભદ્ર ટિપ્પણીઓનો સાંભળવો પડ્યો હતો.
બિકીની તસવીરોને કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર સ્લટ શેમનો ભોગ બનવું પડ્યું હતું.
અર્ચના ગૌતમ મુળ મેરઠની રહેવાસી છે.
અર્ચનાએ આઈઆઈએમટીમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
અર્ચનાએ 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
તેની પ્રથમ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી હતી.
1 સપ્ટેમ્બર 1995ના રોજ જન્મેલી અર્ચના ગૌતમ વ્યવસાયે અભિનેત્રી મોડલ અને બ્યુટી પેજન્ટ ટાઇટલ હોલ્ડર છે.
અભિનેત્રીએ મિસ કોસ્મોસ વર્લ્ડ 2018માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મોસ્ટ ટેલેન્ટેડ 2018નું સબ-ટાઈટલ જીત્યું હતું.
અર્ચના ગૌતમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તેના ફેસબુક પર 8 મિલિયનથી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર 750 હજાર ફોલોઅર્સ છે.
અર્ચના તેના કિલર ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
અર્ચના ગૌતમે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
તેણે તેલુગુ ફિલ્મ આઈપીએલ ઈટ્સ પ્યોર લવ અને તમિલ ફિલ્મ ગુંડાસમાં કામ કર્યું છે.