For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મળી રહેલી ટોપ 10 બેસ્ટ કાર્સ, કિંમત 10 લાખની અંદર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામાં આવે તો સેડાન કાર્સે પોતાનું એક અલગ બજાર ઉભુ કરેલું છે. સેડાન કાર જાણેકે જીવનનો એક હિસ્સો બની ગયો હોય તેમ ભારતમાં મોટાભાગના ઘર આંગણે શોભાવતી જોવા મળે છે. ભૂતકાળમાં જઇએ તો ભારતીયોમાં વિવિધ કાર્સને લઇને જોઇએ તેટલી જાગૃકતા નહોતી તેઓ કારની ઇમેજ પર વધારે ધ્યાન આપતા હતા, પરંતુ સમય જતા હવે ભારતીયોમાં વિવિધ પ્રકારની કાર્સ અંગેની સજાગતા જોવા મળી રહી છે.

હવે સમય બદલાયો છે અને લોકો વિવિધ બ્રાન્ડ્સની કાર ખરીદી રહ્યાં છે, પોતાના બજેટમાં જે કારમાં સુવિધા અને ફીચર્સ વધારે હોય એ કારને તેઓ વધારે મહત્વ આપી રહ્યાં છે. જો તમારું બજેટ 10 લાખ રૂપિયાની આસપાસનું હોય તો તમારા માટે કેટલીક કાર્સ ઘણી જ સારી સાબિત થઇ શકે છે. આજે અમે અહીં એવી જ ટોપ 10 કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જે તમને 10 લાખ રૂપિયાની અંદર મળી શકે છે. તો ચાલો તસવીરો થકી આ કાર્સની કિંમત, એન્જીન અને એવરેજ અંગે માહિતી મેળવીએ.

હોન્ડા સિટી

હોન્ડા સિટી

કિંમતઃ- 7.20થી 11.10 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 119 પીએસ અને 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

નિસાન સન્ની

નિસાન સન્ની

કિંમતઃ- 6.3થી 9.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.5-લિટર, 98 બીએચપી, 134 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.5-લિટર ડીસીઆઇ, 84 બીએચપી, 200 એનએમ
એવરેજઃ-16.9 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 22.7 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ફિયાટ લિએના

ફિયાટ લિએના

કિંમતઃ- 7.2 - 9.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર 16વી ટી-જેટ પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 112.4 બીએચપી અને 2200 આરપીએમ પર 207 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી એડવાન્સ મલ્ટીજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 91.7 બીએચપી અને 2000 આરપીએમ પર 209 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.3 કેએમપીએલ શહેરમાં 15.7 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.2 કેએમપીએલ શહેરમાં અને 20.4 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

હુન્ડાઇ વેર્ના

હુન્ડાઇ વેર્ના

કિંમતઃ- 7.18થી 11.43 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 107 પીએસ અને 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 પીએસ અને 224 એનએમ
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મારુતિ સુઝુકી એસએક્સ 4

મારુતિ સુઝુકી એસએક્સ 4

કિંમતઃ- 7.4 - 9.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1586 સીસી, 1.6 લિટર 16વી વીવીટી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 103.2 બીએચપી અને 4100 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.73 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ-12 કેએમપીએલ શહેરમાં 16.51 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.5 કેએમપીએલ શહેરમાં અને 21.79 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટા

કિંમતઃ- 8.0 - 9.7 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 8વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ- 17.5 કેએમપીએલ શહેરમાં અને 23.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5.2 - 8.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

ટાટા માન્ઝા

ટાટા માન્ઝા

કિંમતઃ- 6.1-8.4 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર 16વી સફાયર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88.76 બીએચપી અને 4750 આરપીએમ પર 116 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી ક્વાડ્રાજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.76 બીએચપી અને 1750-3000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 10.3 કેએમપીએલ શહેરમાં અને 13.7 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 18.6 કેએમપીએલ શહેરમાં અને 21.02 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ટોયોટા ઇટિયોસ

ટોયોટા ઇટિયોસ

કિંમતઃ- 5.39થી 8.08 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1496 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 90 પીએસ અને 132 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 68 પીએસ અને 170 એનએમ
એવરેજઃ- 16.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.6 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મારુતિ સુઝુકી સિઆઝ

મારુતિ સુઝુકી સિઆઝ

કિંમતઃ- 8થી 12 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.3-લિટર મલ્ટી જેટ મોટર, 89બીએચપી ,200 એનએમ
એવરેજઃ-20.73 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26.21 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

English summary
india's top 10 best sedan cars near 10 lacs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X