For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય બજેટ : ઇતિહાસના પાનામાં સચવાયેલા રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

દેશના નવા નાણાં પ્રધાન અરૂણ જેટલી 10 જુલાઇ, 2014ના રોજ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તમે પણ બજેટ સંબંધિત કેટલીય વાતો જાણવા માંગતો હશો. દર વર્ષે રજૂ થનાર બજેટનો આઝાદીથી પણ જૂનો ઇતિહાસ છે. આ ઇતિહાસની કેટલીક રસપ્રદ ઘટનાઓ એવી છે, જે ખાસ ચર્ચામાં આવી નથી છતાં જાણવી મજેદાર બની રહેશે.

રસપ્રદ અને આપના બજેટ જ્ઞાનમાં વધારો કરતી કેટલીક વાતોને અમે અહીં રજૂ કરી રહ્યા છીએ...

1

1

- દેશનું સૌપ્રથમ વચગાળાનું બજેટ નવેમ્બર 1947માં આર કે ષણ્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

- વર્ષ 1955-56થી બજેટના દસ્તાવેજો હિન્દીમાં પણ તૈયાર થાય છે.

2

2

- ભારતના કેન્દ્રીય બજેટમાં વર્ષ 1955-56માં પ્રથમવાર કાળા નાણાંને ઉજાગર કરવાની સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

- વર્ષ 1957ના બજેટમાં પ્રથમવાર એક્ટિવ ઇન્કમ (પગાર કે બિઝનેસના નફાની આવક)અને પેસિવ ઇન્કમ (વ્યાજ કે ભાડાની આવક) વચ્ચે અંતર કરવામાં આવ્યું હતું.

3

3

- પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા જેમણે વર્ષ 1958-59માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.

- વર્ષ 1973-74ના કેન્દ્રીય બજેટને 'બ્લેક બજેટ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે સમયે બજેટ ખાધ રૂપિયા 550 કરોડ જેટલી ઊંચી હતી.

4

4

- વર્ષ 1951-52માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર સી ડી દેશમુખે રજૂ કર્યું હતું.

- જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાનો છે જેમણે બજેટ રજૂ કર્યા છે.

5

5

- અત્યાર સુધીમાં સૌથી વધારે બજેટ રજૂ કરવાનો વિક્રમ મોરારજી દેસાઇના નામે છે. તેમણે 10 વાર બજેટ રજૂ કર્યું છે. તેમાં પાંચ વાર્ષિક અને એક વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. આ બજેટ તેમણે પ્રથમ કાર્યકાળમાં રજૂ કર્યા હતા. બીજા કાર્યકાળમાં તેમણે ત્રણ સામાન્ય બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

6

6

- મોરારજી દેસાઇ એક માત્ર એવા નાણા પ્રધાન છે જેમણે બે વાર પોતાના જન્મ દિવસે બજેટ રજૂ કર્યા છે. તેમણે 29 ફેબ્રુઆરી 1964 અને 29 ફેબ્રુઆરી 1968માં બજેટ રજૂ કર્યું હતું.

7

7

- 1994ના કેન્દ્રીય બજેટમાં સર્વિસ ટેક્સની જોગવાઇ કરવામાં આવી હતી. આ બજેટને તત્કાલીન નાણાંમંત્રી મનમોહન સિંહે રજૂ કર્યું હતું. ટેક્સના દાયરામાં સર્વિસ સેક્ટરને લાવવાના વિચારના લીધે જ બજેટમાં સર્વિસ ટેક્સની જોગવાઇ કરવામાં આવી હતી.

8

8

- રાજીવ ગાંધીએ 1987ના બજેટમાં પહેલી વખત કોર્પોરેટ ટેક્સ કે ન્યુનતમ વૈકલ્પિક ટેક્સને રજૂ કર્યો હતો.

- પી ચિદમ્બરમ દ્વારા વર્ષ 1997-98માં રજૂ કરવામાં આવેલા બજેટને 'ડ્રીમ બજેટ' તરીકે ઓળખવામાં આવે છે.

9

9

- કેન્દ્રીય બજેટ હંમેશા પહેલા લોકસભામાં રજૂ થાય છે.

- દરેક કેન્દ્રીય બજેટ 1 એપ્રિલથી અમલમાં આવતા હોય છે.

10

10

- ઇન્દિરા ગાંધી દેશના એક માત્ર મહિલા નાણા મંત્રી હતા. તેમણે નાણા પ્રધાનનો કાર્યભાર વર્ષ 1970થી 71 દરમિયાન સંભાળ્યો હતો.

- ભારત આઝાદ થયું ત્યારથી એટલે કે વર્ષ 1947થી અત્યાર સુધીમાં 25 નાણા મંત્રીઓ આવ્યા છે.

English summary
Union Budget : Interesting facts to know from history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X