For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: શીખો અહીં કેવી રીતે 48 કલાકમાં મેળવશો પાનકાર્ડ

જાણો કેવી રીતે ઓનલાઇન મેળવશો પાનકાર્ડ. શીખો અહીં સ્ટેપ બાય સ્ટેપ.

|
Google Oneindia Gujarati News

પાનકાર્ડ બનાવવું કેટલું મહત્વપૂર્ણ છે તે વાત તો આપણે બધા જ જાણીએ છીએ. તેમ છતાં નોટબંધી પહેલા અનેક લોકો આ વાતની ગંભીરતાને એટલી મહત્વપૂર્ણ રીતે નહતા લેતા. ત્યારે જો તમે પાનકાર્ડ બનાવવા ઇચ્છી રહ્યા અને તે પણ કોઇ એન્જટ વગર અને જલ્દી તો આ આર્ટીકલ તમને મદદ કરી શકે છે. આમાં તમને અમે મદદ કરીશું . ત્યારે કેવી રીતે તમારા પાન કાર્ડને 24 થી 48 કલાકમાં મેળવશો તે અંગે વિગતવાર વાંચો અહીં...

Read also: 50 હજાર રૂપિયાની સેલરી જોઇએ છે, કરો આટલું!Read also: 50 હજાર રૂપિયાની સેલરી જોઇએ છે, કરો આટલું!

આવેદન

આવેદન

આ માટે તમારે ઓનલાઇન આવેદન ભરવું પડશે. જે તમને આ વેબસાઇટથી મળી જશે. https://tin.tin.nsdl.com/pan/form49Adsc.html અહીં મળતા ઓનલાઇન ફોર્મમાં માંગલી તમામ વિગતો ચોકસાઇથી ભરી. સાથે જ ફોર્મ સાથે આધારકાર્ડ, હાઇસ્કૂલના સર્ટિફિકેટની સ્કેન કોપી પણ અપલોડ કરો. પછી ફોર્મ સબમીટ કરો. તે પછી તમારા મોબાઇલ ફોનમાં ફોર્મ સબમીટ થવાની સૂચના આવશે.

પાન કાર્ડ

પાન કાર્ડ

તમે તમારા મોબાઇલ નંબરથી તમારા પાન કાર્ડની એપ્લિકેશનનો આવનારા દિવસોમાં ટ્રેક રેકોર્ડ પણ જાણી શકશો. જો કે આ ફોર્મ ભર્યા તમામ વિગતો વેરિફાઇય થતા 24 થી 48 કલાકનો સમય લાગી શકે છે. પણ તમારું પાનકાર્ડ તમારા હાથમાં આવતા થોડા સમય લાગશે. સામાન્ય રીતે ટપાલ દ્વારા તમારા બતાવેલા એડ્રેસ પર સામાન્ય રીતે 15 થી 20 દિવસની અંદર પાન કાર્ડ તમારા ઘરે પહોંચી જશે.

એપ દ્વારા આવેદન

એપ દ્વારા આવેદન

આ સિવાય સરકારના ડિઝિટલ ઇન્ડિયાની પહેલ રૂપે આયકર વિભાગનું એક મોબાઇલ એપ પણ બનાવ્યું છે. જે દ્વારા તમે ટેક્સપેયર ઇનકમ ટેક્સનું ભુક્તાન કરી શકો છે. સાથે જ પેન કાર્ડ માટે પણ આવેદન તમારા સ્માર્ટફોનમાં મેળવી શકો છો. જેથી તમે સ્થાઇ ખાતા સંખ્યા એટલે કે (PAN) સરળતાથી મેળવી શકો છો.

પાન કાર્ડ વિષે જણાવા જેવી બાબત

પાન કાર્ડ વિષે જણાવા જેવી બાબત

તમારા નવા પાન કાર્ડ વિષે કેટલીક વાતો તમે જાતે જ ખરાઇ કરી શકો છે. જેમ કે પાન કાર્ડમાં 10 આંકડાનો એક નંબર હોય છે. જેમાંથી 5 આંકડા આલ્ફાબેટમાં હોય છે અને બાકી 4 નંબરમાં. વળી છેલ્લો અંક વળી પાછો આલ્ફાબેટમાં એટલે કે એબીસીડીમાં હોય છે. નોંધનીય છે કે પાન કાર્ડ તમામ પ્રકાર ટેક્સ અને બેંકિંગ ટ્રાન્જેક્શન માટે ખૂબ જરૂરી છે. અને તેને આઇડી તરીકે પણ રજૂ કરી શકાય છે. આયકર વિભાગ અત્યાર સુધીમાં 25 કરોડ પાન કાર્ડ જાહેર કરી ચૂકી છે. ત્યારે જો તમે પણ તમારું પાન કાર્ડ ના નીકાળ્યું હોય તો તમારે હવે ઉપરોક્ત સરળ રીતે નીકાળવું જ રહ્યું.

English summary
How To Get Pan Card In Minuts. Read hear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X