How to: *99# શું છે અને તેનાથી કેવી રીતે ચેક કરાય છે બેંક એકાઉન્ટ
*99# યુએસએસડી (USSD) આધારીત NPCIની ફોન બેકિંગ સર્વિસ વિષે ખબર છે નહીં તો જાણો અહીં.
*99# યુએસએસડી (USSD) આધારીત NPCIની ફોન બેંકિગ સર્વિસ છે. આ નંબર બેંક અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને એક સાથે લાવે છે. *99# નંબરના ઉપયોગથી તમે નાણાંકીય સેવામાં મેળવી શકો છો. આ સર્વિસ GSM સેવા આપનારી અને હેન્ડસેટ પર કામ કરતી સેવા છે. આ સેવાની સૌથી સારી વાતએ છે કે તેના માટે તમારે ઇન્ટરનેટની જરૂર નહીં પડે. સરકારે આ યોજના સામાન્ય લોકો સુધી બેંકિગ સેવા આપવા માટે શરૂ કરી છે. તો જાણો કેવી રીતે આ સેવાનો લાભ લેવો...

*99# સર્વિસનો ઉદ્દેશ
આ સર્વિસને લોન્ચ કરવાનો ઉદ્દેશ છે, કોમન મેન સુધી બેંકની સર્વિસ ફોન દ્વારા પહોંચાડવી. બેંકના કસ્ટમર કેયર કર્મચારી આ નંબર પર ઉપલબ્ધ રહે છે ભલને પછી તમે ક્યારેય પણ તેમને ફોન કરો.

ઇન્ટરનેટ વગર
આ સેવાનો સૌથી સારી વાત તે છે કે ઇન્ટરનેટ ના હોવા છતાં તમને આ સેવા 24/7 મળી શકે છે. આ *99# નંબર ડાયલ કરવા માટે ઇન્ટરનેટની હોવું જરૂરી નથી. આ નંબર પર રજાના દિવસે પણ કામ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સર્વિસ 24 કલાક ગ્રાહકની મદદ માટે ખડે પગે હોય છે.

સુવિધા
આ સર્વિસ કોઇ પણ જીએસએમ મોબાઇલ ફોનથી *99# ડાયલ કરીને મેળવી શકાય છે. આ સર્વિસ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકે પોતાના બેંક એકાઉન્ટથી ઇન્ટરનેટ બેંકિગની સુવિધા મેળવવા માટે પોતાનો ફોન નંબર રજિસ્ટ્રર કરાવવો પડે છે. જે લોકો પહેલાથી જ ઇન્ટરનેટ બેકિંગ સેવાઓનો લાભ લઇ રહ્યા છે તેમને કોઇ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી.

કેવી રીતે ચેક કરશો?
- કસ્ટમર પોતાના એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તે ચેક કરવા માટે આ નંબર ડાયલ કરી શકે છે. તે કેમ કરવું જાણો અહીં...
- મોબાઇલથી *99# ડાયલ કરો.
- જેવું જ તમે તે ડાયલ કરશો તમારા ફોનની સ્ક્રીન પર એક પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં બેંકનું શોર્ટ નામ ત્રણ અક્ષરમાં લખવાનું રહેશે. કે પછી IFSC કોડના શરૂવાતના ચાર શબ્દો લખવાના રહેશે.
- જેવું તમે આ કોડ કે બેંકનું શોર્ટ નામ લખશો સ્ક્રીન પર મેન્યુ આવશે. જેમાં અનેક ઓપ્શન હશે.
- બેલેન્સ ચેક કરવા માટે 1 નાખવો પડશે. અને પછી તેને સબમિટ કરતા તમારી બેલેન્સ ડિટેલ તમારા સ્ક્રીન એકાઉન્ટ પર આવી જશે.
{promotion-urls}
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
