For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: એમએસધોની, ધ અનટોલ્ડ સ્ટોરી, ઓપનિંગમાં જ સિક્સ

|
Google Oneindia Gujarati News

આખરે એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીની જોવાતી રાહ પુરી થયી. ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડમાં કોનો ક્રેઝ વધારે છે તે કદાચ કોઈ પણ નહિ જણાવી શકે. પરંતુ જયારે ક્રિકેટ અને બોલિવૂડ એક સાથે આવી જાય ત્યારે ફેન્સ તો પાગલ થયા જ સમજો. આવું જ કંઈક થઇ રહ્યું છે કે આવનારી બાયોપિક ફિલ્મ એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીને લઈને.

નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં ધોનીના રોલમાં સુશાંત સિંહ રાજપૂત છે.

કહાની

કહાની

ફિલ્મની કહાની શરૂ થાય છે વાનખેડે ક્રિકેટ વર્લ્ડકપ 2011 થી, મેદાનમાં 7 નંબરની જર્સી સાથે ઉતરે છે મહેન્દ્ર સિંહ ધોની અને ત્યાંથી ફિલ્મ જાય છે વર્ષો પાછળ. જયારે ધોનીનો જન્મ થાય છે. ધોનીના નાનપણની કહાની તમને સારી લાગશે. સ્કુલ, અભ્યાસ, ફૂટબોલથી ક્રિકેટનો સફર ખુબ જ સારી રીતે બતાવવામાં આવ્યો છે.

કહાની

કહાની

ફિલ્મમાં તમે ડૂબી ગયા તો ઘણા સીન અને ડાયલોગ તમને ઇમોશનલ કરી દેશે. ખાસ કરીને જયારે ધોની દિલીપ ટ્રોફી માટે પસંદ થયા પછી પણ જઈ નથી શકતા કે પછી 3 વર્ષની નોકરી કર્યા પછી પોતાની લાચારી પહેલીવાર નીકાળે છે.

કહાની

કહાની

ફિલ્મની સારી વાત એ છે કે ફિલ્મમાં ક્રિકેટને વધારે મહત્વ આપવામાં આવ્યું છે નહિ કે ધોનીની લવ લાઈફ અને ગીતોને.

અભિનય

અભિનય

એક્ટિંગની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂત ધોનીના રોલમાં બેસ્ટ છે. અનુપમ ખેર, ભૂમિકા ચાવલા, ધોનીના કોચ બનેલા રાજેશ શર્મા બધા જ શાનદાર લાગ્યા. જ્યાં જ દિશા પટાની અને કિયારા અડવાણી પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો.

નિર્દેશન

નિર્દેશન

ફિલ્મનું નિર્દેશન કર્યું છે નીરજ પાંડે એ જેમને બેબી અને સ્પેશ્યલ 26 જેવી શાનદાર ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ લગભગ 3 કલાકની બની છે.

તકનીકી પક્ષ

તકનીકી પક્ષ

શાનદાર બેકગ્રાઉન્ડ સ્કોર, સુંદર ડાયલોગ. વર્લ્ડકપ 2011 ની ફૂટેઝને ફિલ્મમાં ખુબ જ શાનદાર રીતે એડિટ કરીને બતાવવામાં આવી છે.

સારી વાતો

સારી વાતો

ફિલ્મની સૌથી શાનદાર વાત ફિલ્મના અભિનેતા છે. સુશાંત સિંહ રાજપૂત અને ફિલ્મના બાકી સપોર્ટ એક્ટર.

નેગેટિવ વાતો

નેગેટિવ વાતો

ફિલ્મની સૌથી કમજોર વાત ફિલ્મની લંબાઈ છે. આ ફિલ્મમાં ખાલી ને ખાલી ધોનીની પોઝિટિવ વાતો જ બતાવવામાં આવી છે. તો કદાચ કેટલાક લોકોને તેનાથી વાંધો પડી શકે છે.

જોવી કે નહીં

જોવી કે નહીં

ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ કારણકે આવી ફિલ્મો ખુબ જ ઓછી બને છે.

English summary
MS dhoni the untold story review sushant singh rajput
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X