For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટની મુલાકાતે

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, તા.૧૬મી સપ્ટેમ્બરે હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની એક દિવસીય મુલાકાતે છે.

હરિયાણા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના આમંત્રણથી સહભાગી થવાના છે.

bhupendra patel

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આ ગુરૂકુળ કૂરૂક્ષેત્રમાં નેચરલ ફાર્મીંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટ કાર્યરત કરાયેલું છે અને આ ઇન્સ્ટીટયૂટ દ્વારા અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રાસાયણમુકત ખેતી તરફ વાળવાનો સફળ આયામ હાથ ધરાયો છે.

ગુજરાતમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતાથી લાખો કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ડાંગ જિલ્લો તો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો પણ જાહેર થયેલો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલો 'બેક ટુ બેઝિક'નો વિચાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને સાકાર કરવાની દિશામાં ગુરૂકુળ કુરૂક્ષેત્રની મહત્વની ભૂમિકા છે.

ગુજરાત અને હરિયાણાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો જે માર્ગ લીધો છે તેની સફળતા અને લાભાલાભના ચર્ચા-પરામર્શ ગુરૂકુલ કુરૂક્ષેત્ર ખાતે યોજાનારી સમીક્ષા બેઠકમાં હાથ ધરાશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ કૃષિમંત્રી જે.પી.દલાલ સહિત કેન્દ્ર સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સચિવ અને હરિયાણાના વરિષ્ઠ સચિવો આ સંવાદ બેઠકમાં જોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ગુરૂકુળ કુરૂક્ષેત્રની મુલાકાતમાં શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને મુખ્ય સચિવ પંકજકુમાર પણ જોડાવાના છે.

English summary
Chief Minister Bhupendra Patel visits Natural Farming Training Institute at Gurukul Kurukshetra, Haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X