મોતીની ખેતી કરીને માલામાલ બની રહ્યા છે ખેડૂત, જાણો કેવી રીતે શરૂઆત કરી શકાય?
આજે અને પહેલાના સમયથી દુનિયાભરમાં મોતીની મોટી માંગ છે. આ મોતી સામાન્ય રીતે દરિયામાંથી મળે છે. જો કે હવે ખેડૂતો તેની ખેતી કરીને મોટી આવક કમાતા થયા છે. આ ખેતી કોઈપણ ખેડૂત કરી શકે છે અને મોટી આવક મેળવી શકે છે.
ભારતમાં હવે ધીરે ધીરે મોતીની ખેતી વધી રહી છે. આ ખેતીથી ખેડૂતો મોટી આવક મેળવી રહ્યા છે ત્યારે આજે આપણે એ જાણવાના છીએ કે આ ખેતી કોણ કરી શકે અને તેને કેવી રીતે શરૂ કરી શકાય?

મોતીનો ઉપયોગ જ્વેલરી અને બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. પાણીમાં સીપલા આકારની રચનામાં મોતી તૈયાર થાય છે. આ સીપલામાં મોતી તૈયાર થતા લગભગ 14 મહિના લાગે છે.
અત્યાર સુધી દરિયાના ઊંડાણમાંથી મોતી કાઢવામાં આવતા હતા. આ મોતી સંપૂર્ણપણે કુદરતી રીતે તૈયાર થતા હતા. જો કે હવે બજારમાં મોતીની માંગ વધવાને કારણે તેને તળાવ અને ટેંકોમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે મોતીની ખેતી ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે.
મોતીની ખેતી માટે અંદાજે 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આટલા ખર્ચે ખેડૂતો 500 શેલના નાના યુનિટમાંથી મોતીની ખેતી શરૂ કરી શકે છે.
જણાવી દઈએ કે, દરેક સીપમાંથી એક મોતી મળે છે અને એક મોતી બજારમાં 300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની કિંમતમાં વેચાય છે. ખેડૂતો પહેલી વખતમાં જ 1,50,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.
જણાવી દઈએ કે, મોતીની ખેતી માટે સરકાર દ્વારા CIFA એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર નામની સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંસ્થા ખેડૂતોને આ ખેતી વિશે 15 દિવસની મફત તાલીમ આપે છે.












Click it and Unblock the Notifications
