31 જાન્યુઆરી પહેલા ખેડૂતો આ કામ કરી લે, નહીં તો થશે મોટુ નુકસાન
2024 નો કિસાન સન્માન નિધિનો હપ્તો માર્ચ સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જો કે આ પહેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવી ખુબ જ જરૂરી છે. જો નહીં કરાવો તો હપ્તો રોકાઈ શકે છે.
કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો ગયા વર્ષે 15 નવેમ્બરમાં જારી કરાયો હતો. હવે ખેડૂતો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જો કે 16મો હપ્તો એ ખેડૂતોને જ મળશે જેમણે તેમનું ઈ-કેવાયસી કરાવ્યું છે. ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ તેમની ઇ-કેવાયસી સમયસર કરાવવાની ખાતરી કરવાની રહેશે.
કિસાન સન્માન નિધિમાં ખેડૂતોને 3 સમાન હપ્તામાં પ્રતિ વર્ષ 6000 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે.
પીએમ કિસાનનો 16મો હપ્તો મેળવવા ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે.
પીએમ કિસાન મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ખેડૂતો સીએસસી દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા ઇ-કેવાયસી કરાવી શકે છે. ખેડૂતો pmkisan.gov.in વેબસાઈટ પર જઈને OTP દ્વારા પણ ઈ-KYC કરાવી શકે છે.
પીએમ કિસાન એપથી ઈ-કેવાયસી
- પીએમ કિસાન એપ હેઠળ ખેડૂતો સરળતાથી ફેસ ઓથેન્ટિકેશન ફીચર દ્વારા ઘરે બેઠા ઈ-કેવાયસી કરાવી શકે છે.
- ગૂગલ પ્લે સ્ટોર પરથી પીએમ કિસાન એપ ડાઉનલોડ કરો
- આધાર નંબર અને લાભાર્થી ID દાખલ કરીને એપ્લિકેશનમાં લોગિન કરો.
- મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો
- ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો
- તમે CSC પર પણ ઈ-કેવાયસી કરાવી શકો છો
ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને નોંધણી અને ઈ-KYC બંને કરાવી શકે છે. ત્યાંનો સ્ટાફ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે અને ઓળખ ચકાસણી પ્રક્રિયા સમજાવશે.












Click it and Unblock the Notifications
