રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ-ગુજરાત સરકાર
રાજ્યમાં ખેડૂતો માટે ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન કર્યું છે. હાલના સમયમાં રાજ્યભરમાં ૨.૦૮ લાખ મેટ્રિક ટન યુરિયા અને ૪૯ હજાર મેટ્રિક ટન ડી.એ.પી.નો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે.
ખેતી નિયામકની કચેરીએ ખેડૂતોને કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા અનુરોધ કર્યો છે. રાજ્યમાં રવિ સિઝન દરમિયાન દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારે રવિ સિઝન માટે ગુજરાતને જરૂરી ખાતરનો પૂરતો જથ્થો ફાળવ્યો છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. વણજોઈતી ખરીદી ટાળવા અને જરૂરિયાત મુજબ જ ખાતર લેવા માટે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે.
રાજ્યના દરેક જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિતરિત કરવામાં આવી રહ્યો છે. ચાલુ રવિ સિઝન એટલે કે ઓક્ટોબર-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ માટે ભારત સરકારે ગુજરાતને કુલ ૧૩.૯૦ લાખ મેટ્રિક ટન યુરિયા અને ૨.૯૦ લાખ મેટ્રિક ટન ડી.એ.પી. ખાતરની ફાળવણી મંજૂર કરી છે.
આ ફાળવણીમાંથી અત્યાર સુધીમાં ૫.૪૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને ૨.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી. ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થયું છે. ચાલુ રવિ સિઝન દરમિયાન ખેડૂતો દ્વારા ૩.૪૪ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને ૧.૬૮ લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી. ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હાલમાં, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૨.૦૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને ૪૯ હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી. ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં આશરે ૧૨,૫૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતર રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવ્યું છે.
હાલમાં, જુદા જુદા ૭ રેક પોઈન્ટ પરથી યુરિયા ખાતરનો સપ્લાય ચાલુ છે. આગામી અઠવાડિયામાં પણ અંદાજે ૨૨,૦૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરનો સપ્લાય કરવા માટે સૂચનાઓ અપાઈ છે, જેથી દરેક ખેડૂતને પૂરતો જથ્થો મળી રહે.
આમ, રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ જિલ્લાવાર સપ્લાય ચાલુ છે. ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર જરૂરિયાત પૂરતું જ ખાતર ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
