ઈરાન શાંતિ કરાર "હવે પૂર્ણ" થયો છે, Strait of Hormuz ખુલ્લું છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે ઈરાન સાથે શાંતિ કરારને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, અને જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરીથી ખુલી જશે અને અમેરિકાની નૌકાસેના દ્વારા લાદવામાં આવેલી નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવશે.

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખતા, ટ્રમ્પે કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ "હવે પૂર્ણ" થઈ ગઈ છે અને આમાં સામેલ તમામ પક્ષોને અભિનંદન પાઠવ્યા હતા.
"ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે. સૌને અભિનંદન! હું આથી હોર્મુઝની સામુદ્રધુનીને કોઈપણ ટોલ વગર (મફત) ખોલવાની સંપૂર્ણ સત્તા આપું છું, અને તેની સાથે જ, યુનાઈટેડ સ્ટેટ્સની નૌકાસેનાની નાકેબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું. દુનિયાભરના જહાજો, તમારા એન્જિન શરૂ કરો. તેલને વહેવા દો!" અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું.












Click it and Unblock the Notifications
