ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ નિકાસમાં રેકોર્ડતોડ વધારો નોંધાયો
ગત મહિને સપ્ટેમ્બરમાં ભારતે પાછલા વર્ષના સપ્ટેમ્બરના મુકાબલે 82 ટકા કૃષિ ઉપજની નિકાસ કરી છે
નવી દિલ્હીઃ ભારત સહિત આખી દુનિયાની અર્થવ્યવસ્થા દબાણમાં છે ત્યારે ખેડૂતો જ સહારો બન્યા છે. એપ્રિલથી લઈ સપ્ટેમ્બર સુધી જો કોઈ ચીજની નિકાસ વધી હોય તો તે છે કૃષિ ઉત્પાદનોની. આ નિકાસ એટલી વધી કે અન્ય સામાનોની નિકાસમાં ગિરાવટની કમીને પૂરી કરી દીધી. આંકડાઓ મુજબ ગત મહિને સપ્ટેમ્બરમાં ભારતે પાછલા વર્ષના સપ્ટેમ્બરના મુકાબલે 82 ટકા કૃષિ ઉપજની નિકાસ કરી છે. આ વાતની જાણકારી ખુદ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરફથી આપવામા આવી છે.

સપ્ટેમ્બરમા કૃષિ નિકાસમાં 82 ટકાની તેજી
ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2020-21ના પહેલા છ મહિનામાં કૃષિ નિકાસમા ંકુલ મિલાવી 43.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ વૃદ્ધિની સાથે જ આ આંકડો 53,626.6 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે આ નિકાસ પાછલા નાણાકીય વર્ષની સમાન અવધિમાં 37,397.3 કરોડ રૂપિયાનો જ હતો. આ ઉપરાંત જો માત્ર સપ્ટેમ્બર 2020ની વાત કરીએ તો આ કૃષિ નિકાસ સપ્ટેમ્બર 2019ના 5114 કરોડના નિકાસના મુકાબલે 81.7 ટકા વધીને 9296 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.

મંત્રાલયે શું કહ્યું જાણો
કૃષિ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોની અસર દેખાવા લાગી છે. તમામ સમસ્યાઓ છતાં એપ્રિલ- સપ્ટેમ્બર 2020ની અવધિમાં જરૂરી કૃષિ વસ્તુઓની નિકાસમાં 43.4 ટકાનો વધારો થયો છે. આ નિકાસ 53,626.6 કરોડ રૂપિયાના સ્તર પર આવી ગઈ છે.

ઘઉંની નિકાસમાં રેકોર્ડ 200 ટકાની તેજી
આ દરમ્યાન રિફાઈન્ડ ખાંડમાં 104 ટકા, ઘઉંમાં 206 ટકા, બાસમતી ચોખામાં 13 ટકાની તેજી નોંધાઈ છે. આ ઉપરાંત એપ્રિલ- સપ્ટેમ્બર 2020 દરમ્યાન દેશનો વેપાર સંતુલન પક્ષમાં રહ્યો છે. આ દરમ્યાન ભારતનો ટ્રેડ સરપ્લસ 9002 કરોડ રૂપિયાનો રહ્યો. જ્યારે પાછલા વર્ષે સમાન અવધિમાં ભારતને 2133 કરોડ રૂપિયાનો વેપાર ઘટ્યો હતો. સરકારે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ નિકાસ નીતિ 2018ની ઘોષણા કરી હતી. જે અંતર્ગત કૃષિ ઉત્પાદનોના નિકાસને ઉત્તેજન આપવા માટે કેટલાય પ્રાવિધાન થયાં છે.












Click it and Unblock the Notifications
