For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડુંગળીની કિંમતને લઈ સરકારનો જબરો ફેસલો, આયાત નિયમોમાં ઢીલ આપી

ડુંગળીની કિંમતને લઈ સરકારનો જબરો ફેસલો, આયાત નિયમોમાં ઢીલ આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બટેટા અને ટમેટા બાદ હવે ડુંગળીની કિંમતોએ લોકોને રડાવવા શરૂ કર્યા છે. ડુંગળીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે આકાશ આંબી રહેલ ડુંગળીની કિંમતને નિયંત્રિત કરવા માટે મોટો ફેસલો લીધો છે. સરકારે વિદેશોથી આયાત થતી ડુંગળીના નિયમોમાં ઢીલ આપી છે. સાથે જ સરકારે બફર સ્ટૉકથી ડુંગળી વધુ જાહેર કરવાનો ફેસલો કર્યો છે.

onion

કેન્દ્રીય ઉપભોક્તા મામલાના મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ ખુલ્લા બજારમાં પોતના બફર સ્ટોકથી વધુ ડુંગળી ઉતારી દેશે. જેનાથી ડુંગળીની કિંમતો પર અંકુશ લાગશે. 37 લાખ ટનની ખરીફનો પાક મંડિઓમાં પહોંચવાની સંભાવના છે. ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય તરફથી જાહેર આદેશમાં બુધવારે કહેવામાં આવ્યું કે ડુંગળીની આયાતને સુવિધાજનક બનાવવા માટે સરકારે આજે પ્લાન્ટ ક્વોરેન્ટાઈન ઓર્ડર, 2003 અંતર્ગત ફાઈટોસૈનેટિક સર્ટિફિકેટ પર વધારાની ઘોષણા માટે શરતોમાં ઢીલ આપી છે.

Special Trains Fare: ટ્રેન ભાડું વધારવાના સમાચારો પર રેલવેએ જવાબ આપ્યોSpecial Trains Fare: ટ્રેન ભાડું વધારવાના સમાચારો પર રેલવેએ જવાબ આપ્યો

નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ઢીલ 15 ડિસેમ્બર 2020 સુધી ચાલુ રહેશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, મધ્યમ કિંમતો માટે બફર સ્ટોકથી ડુંગળી સપ્ટેમ્બર 2020ના બીજા અડધા વર્ષથી પ્રમુખ મંડીઓમાં છૂટક વિક્રેતાઓ અને એનસીસીએફ અને રાજ્ય સરકારોને જાહેર કરવામાં આવી છે. આગામી દિવોસમાં ડુંગીને બફર સ્ટોકથી વધુ માત્રામાં રીલિઝ કરવામાં આવશે.

English summary
government's tough decision on the price of onions, relaxation on import rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X