નાના ખેડૂતો માટે સરકાર નવી યોજના લોન્ચ કરશે, અમિત શાહ ખુલ્લી મુકશે
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો અને સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર માટે કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટ શરૂ કરશે.
અહેવાલો અનુસાર, અમિત શાહ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ARDB અને RCSના કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટને લોન્ચ કરશે.

આ કાર્યક્રમનું આયોજન સહકાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓની કચેરીઓનું કોમ્પ્યુટરાઇઝેશન મંત્રાલય દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રોજેક્ટ સમગ્ર સહકારી પ્રણાલીને એક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને સહકારી ક્ષેત્રમાં આધુનિકીકરણ અને કાર્યક્ષમતા વધારશે. સત્તાવાર નિવેદનમાં જણાવાયા અનુસાર, 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ARDBના 1,851 એકમો કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવશે અને એક કોમન નેશનલ સોફ્ટવેર દ્વારા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સાથે જોડવામાં આવશે.
આ પહેલ કોમન એકાઉન્ટિંગ સિસ્ટમ અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા વ્યાપારી પ્રક્રિયાઓને પ્રમાણિત કરીને ARDBમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિતા વધારશે. આ પગલાથી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ દ્વારા લોન અને સંબંધિત સેવાઓ માટે ARDB સાથે જોડાયેલા નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થશે.












Click it and Unblock the Notifications
