Farming tips : શું છે જમીન જાળવણી માટેનો પાંચ સૂત્રીય કાર્યક્રમ?
Farming tips : હાલ જે રીતે ખેતરોમાં રાસાયણિક ખાતરો અને દવાઓ ઠલવાઈ રહી છે તેને જોતા લાંબા ગાળે ખેતીલાયક જમીનને ઘણુ નુકસાન પહોંચી રહ્યું છે.
જાણકારોનું માનીએ તો હાલની સ્થિતીએ વપરાઈ રહેલા દવા-ખાતર બંધ કરવામાં નહીં આવે તો જમીન બંઝર બનતા ટાઈમ નહીં લાગે.

જમીનની ગુણવત્તા સુધારવા અને તંદુરસ્તી માટે આ પાંચ સૂત્રીય કાર્યક્રમ અમલમાં આવ્યો છે. આનાથી તમે ફળદ્રુપ જમીન જાળવી શકશો અને વૈજ્ઞાનિક રીતે જમીનના આરોગ્યમાં સુધારો કરી શકશો.
Panch sutri karyakram : શું છે જમીન સુધારણા માટેનો પાંચ સુત્રીય કાર્યક્રમ?
જમીનને આવરણ આપો
જમીનને તાપમાનથી બચાવવા તેના પર આવરણ રાખવું જરૂરી છે. પાકના અવશેષોથી આવરણ કરવાથી કાર્બનિક પદાર્થોમાં વધારો થાય છે અને જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓનું સંવર્ધન થાય છે. સાથે જ પાણીનો વપરાશ ઘટાડે છે. ઘાસચારાના પાક ઉગાડવાથી અથવા પાક બાદના અવશેષોનો ઉપયોગ કરવાથી પણ જમીન જળવાઈ રહે છે.'
વધુ પડતી ખેડ ટાળો
અતિ ખેડ જમીનમાં રહેલા પોષક તત્ત્વોને નષ્ટ કરે છે. માત્ર જરૂરિયાત મુજબ જ ખેડ કરવી. પાકના ચક્રવ્યૂહને સમજવું અને જમીનની ઉપરની ફળદ્રુપ સ્તરને જાળવવું મહત્વપૂર્ણ છે. વધુ પડતી ખેડ ટાળવાથી જમીનમાં ફળદ્રુપતાના સ્તરે સુધારો થાય છે.
પાક વૈવિધ્યતા વધારો
જમીન માટે વિવિધ પ્રકારના પાક ઉપયોગી છે. વિવિધતા ધરાવતા પાક જમીનના પોષક તત્ત્વોને સમતોલ રાખે છે. પરંપરાગત રીતે પાકની ફેરબદલીથી જમીન આરોગ્ય સુધારવામાં મદદ થાય છે. વધુમાં જમીનને કેટલીક સીઝન માટે પડતર રાખવાથી પણ તેની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
મૂળતંતુઓ જાળવો
જમીનનાં મૂળ તંતુઓ તેને ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ થાય છે. ફળદ્રુપતા વધારવા માટે સૂરણ જેવા પાક ઊગાડવા જોઈએ. ફળદ્રુપ જમીન માટે એવા પાક લેવા જોઈએ કે જેની કાપણી પછી પણ મૂળ જમીનમાં જ રહે અને તેમાંથી કાર્બનિક પદાર્થમાં વધારો રહે.
પશુઓને ચરવા દો
જમીનમાં પશુઓના છાણ અને મૂત્રના સંયોજનથી પોષક તત્ત્વોની પ્રમાણમાં વધારો થાય છે. જમીનને થોડા સમય માટે ગૌચર તરીકે ઉપયોગ કરવાથી જમીનને આરામ મળે છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
વધતી વસતી અને શહેરીકરણને કારણે ખેતી માટેની જમીન ઘટતી જાય છે. આ સ્થિતિમાં જમીનનું રક્ષણ અને તેને તંદુરસ્ત રાખવા માટે આ પાંચ સૂત્રો ખેડૂત અને કુદરત બંને માટે લાભકારી રહે છે.












Click it and Unblock the Notifications
