• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગ્લોકોઝની નકામી બોટલનો સિંચાઈમાં ઉપયોગ કરી લાખો કમાઈ કરી રહ્યો છે આ ખેડૂત

|
Google Oneindia Gujarati News

આપણા દેશમાં એટલા ટેલેન્ટેડ લોકો છે જે કચરાને પણ સોનામાં ફેરવી શકે છે. મધ્ય પ્રદેશમાં રહેતા એક ખેડૂતે કંઈક આવુ જ કરી બતાવ્યુ છે. પહાડી આદિવાસી વિસ્તારોમાં ખેતી કરવી મુશ્કેલ છે. અહીં સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર રહેવુ પડે છે પરંતુ એક ખેડૂતે આ સમસ્યાને ઉકેલવા માટે વેસ્ટ પડી રહેલી ગ્લુકોઝની બોટલનો જે ઉપયોગ કર્યો તેનાથી હવે તેને લાખોની કમાણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હજુ પણ ખેડૂતોની પ્રાથમિક આવક ખેતી છે અને ઘણીવાર તેમણે સિંચાઈ માટે પાણીની ઉણપનો સામનો કરવો પડે છે. મોટાભાગની જગ્યાઓએ વરસાદ ઓછો પડવો સામાન્ય સમસ્યા છે. આની સામે લડવા અમુક ખેડૂતોને આજે પણ જૂની ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી તેમને મહેનતનુ પૂરુ ફળ પણ નથી મળતુ. મધ્ય પ્રદેશના એક ખેડૂતની ડ્રિપ સિસ્ટમ ખેતીનો આઈડિયા વાયરલ થઈ ગયો છે.

વરસાદના પાણી પર રહેવુ પડતુ હતુ નિર્ભર

વરસાદના પાણી પર રહેવુ પડતુ હતુ નિર્ભર

વાસ્તવમાં, મધ્ય પ્રદેશા આદિવાસી જિલ્લા ઝાબુઆમાં પહાડી આદિવાસી વિસ્તારમાં ખેતી કરવી ખેડૂતો માટે પડકારભર્યુ કામ છે. અહીં ખેડૂતોને ખેતરની સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર રહેવુ પડતુ હતુ. જેના કારણે ખેડૂતોને મહેનતના પ્રમાણમાં ફળ પણ મળતુ નહોતુ. આ દરમિયાન રમેશ બારિયા નામના એક ખેડૂતે આ પડકાર સામે લડવા માટે જોરદાર ઉકેલ શોધી લીધો. તેણે પોતાના પાક અને આવક વધારવા માટે વર્ષ 2019-20માં રાષ્ટ્રીય કૃષિ નવાચાર પરિયોજના(એનએઆઈપી)ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી ખેતી શીખી. રમેશ બારિયાએ વિશેષજ્ઞોના નિર્દશ પર ઠંડી અને વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવતી ખેતી એક નાના જમીનના ટૂકડા પર શરૂ કરી. આ ખેતી પહાડી વિસ્તારની જમીનો માટે એકદમ યોગ્ય હતી.

સિંચાઈ માટે પાણીની હતી સમસ્યા

સિંચાઈ માટે પાણીની હતી સમસ્યા

રમેશ બારિયા પોતાની જમીન પર કારેલા, દૂધી ઉગાડવાનુ શરૂ કર્યુ. ત્યારબાદ જલ્દી તેણે એક નાની નર્સરી સ્થાપિત કરી પરંતુ શરૂઆતમાં તેેને ચોમાસામાં વિલંબના કારણે સિંચાઈ માટે પાણીની ઉણપનો સામનો કરવો પડતો હતો. રમેશ બારિયાને લાગ્યુ કે આમાં પાક ખરાબ થઈ શકે છે ત્યારબાદ તેણે એનએઆઈપીની મદદ લીધી. અહીં વિશેષજ્ઞોએ તેને વેસ્ટ ગ્લુકોઝની પાણીની બોટલોની મદદથી ખેતરની સિંચાઈ કરવાનુ સૂચન કર્યુ. ત્યારબાદ તેણે 20 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેસ્ટ ગ્લુકોઝની બોટલ ખરીદી. બધી બોટલોને ઉપરના ભાગને કાપી દીધો જેથી તેમાં પાણી ભરી શકાય. ત્યારબાદ તેણે તેને દંડાના સહારે છોડ પાસે લટકાવી દીધી. તેણે આ બોટલોમાંથી ટીપા ટીપાના એક સ્થિર પાણીનો પ્રવાહ બનાવ્યો. રમેશે બોટલોને પાણીથી ભરવા માટે પોતાના બાળકોને કામે લગાવ્યા જે રોજ સવારે સ્કૂલે જતા પહેલા આને ભરીને જાય છે.

દર મહિને થાય છે 15 હજાર રૂપિયાથી વધુની કમાણી

દર મહિને થાય છે 15 હજાર રૂપિયાથી વધુની કમાણી

આ ટેકનિકનો ઉપયોગ કર્યા બાદથી રમેશ બારિયાની કમાણીમાં ઘણો વધારો થયો અને તે 0.1 હેક્ટર ભૂમિમાંથી 15,200 રૂપિયાનો લાભ મેળવવામાં સફળ રહ્યો. આ ટેકનિક માત્ર સિંચાઈ માટે સારી નહોતી પરંતુ આનાથી છોડને પણ સૂકાવાથી બચાવી શકાય છે. આ ઉપરાંત પાણી પણ વેડફાતુ નથી અને આમાં પડતર કિંમત પણ ઓછી છે. સાથે જ પર્યાવરણને પણ નુકશાન કરતી એ પ્લાસ્ટિક બોટલોનો યોગ્ય ઉપયોગ થાય છે જેને મેડિકલ કચરામાં ફેંકી દેવામાં આવે છે. રમેશ બારિયાને જોઈને હવે તેમની આ ટેકનિકને ગામના અન્ય ખેડૂતોએ પણ અપનાવવી શરૂ કરી દીધી છે. આ કામ માટે રમેશ બારિયાને જિલ્લા પ્રશાસન અને મધ્ય પ્રદેશ સરકારના કૃષિ મંત્રીની પ્રશંસાના પ્રમાણપત્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

સુશાંત સિંહ કેસઃ બિહાર પોલિસની ટીમ સાથે મુંબઈ પોલિસે કરી 'ગેરવર્તણૂક'સુશાંત સિંહ કેસઃ બિહાર પોલિસની ટીમ સાથે મુંબઈ પોલિસે કરી 'ગેરવર્તણૂક'

English summary
Madhya pradesh farmer earning millions of rupees by waste bottle of glucose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X