Mahogany Farming : વગર ખર્ચે લાખોનું ઉત્પાદન આપતી મોહાગનીની ખેતી, જાણો કેવી રીતે થાય છે ખેતી?
ભારત જેવા કૃષિ પ્રધાન દેશોમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. મોટુ વળતર આપતી બાગાયત ખેતીમાં હવે લાકડુ આપતા છોડની ખેતી ઝડપથી વધી રહી છે.
સાગ અને ચંદન જેવા વૃક્ષોની ખેતી વિશે તમે ઘણી વખત સાંભળ્યુ હશે. જો કે હવે ખેડૂતો મલેશિયન સાગના નામે જાણીતી મોહાગનીની ખેતી તરફ વળ્યા છે. આ પાક થોડા જ વર્ષોમાં ખેડૂતોને માલામાલ કરી શકે છે.

ભારતમાં અને ગુજરાતમાં મોહાગનીની ખેતીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. બગલાતા વાતાવરણ સામે ખેડૂતોના સિઝનલ પાક ખરાબ થઈ રહ્યા છે ત્યારે મોહાગની જેવા વિકલ્પો ખેડૂતો અપનાવી રહ્યા છે.
મોહાગની વિશે કહેવાય છે કે તેને વધારે પાણીની જરૂર પડતી નથી. તે ગુજરાત જેવી આબોહવા ધરાવતા વિસ્તારોમાં આસાનીથી ઉછરી જાય છે. આ વૃક્ષ ગણતરીના વર્ષોમાં પરિપક્વ થઈને ખેડૂતને આવક આપે છે.
મોહાગનીનું ઝાડ તેના મજબૂત લાકડા માટે જાણીતું છે અને વર્ષો સુધી વાતાવરણનો માર સહન કર્યા બાદ પણ સડતુ નથી. આ વૃક્ષનો ઉપયોગ ફર્નિચરમાં થાય છે.
મોહાગનીનું લાકડુ બજારમાં સાગ બરાબરના ભાવે વેચાય છે. મુખ્યત્વે લાલ અને ભૂરા રંગનું આઓનું લાક઼ડુ સદીઓ સુધી ટકી રહે છે.
કહેવાય છે કે, આ વૃક્ષ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને પાણીની ગેરહાજરીમાં પણ તે વધતું રહે છે. આ જ કારણ છે કે ઓછા પાણી વાળા વિસ્તારોના ખેડૂતો તેને અપનાવી રહ્યા છે.
મોહાગનીના લાકડા સાથે સાથે તેના ફળ અને પાંડદા પણ બજારમાં વેચાય છે. તેના ઇમારતી લાકડામાંથી જહાજ બનતા હોવાથી તેની માંગ ઘણી વધારે છે. આ સિવાય તેમાંથી ઘણી કિંમતી વસ્તુઓ મુર્તિઓ પણ બનાવાય છે.
મોહાગનીમાં ઘણા ઔષધીય ગુણો હોવાથી તેની છાલ, ફૂલ અને બીજનો ઉપયોગ ટોનિક દવાઓ બનાવવામાં થાય છે. આ વૃક્ષના પાંદડા અને બીજમાંથી બનેલા તેલનો ઉપયોગ મચ્છર ભગાડવા માટેની દવા અને જંતુનાશકો બનાવવામાં થાય છે. આ ઝાડના તેલનો ઉપયોગ સાબુ, અત્તર અને ટૂથપેસ્ટ બનાવવામાં થાય છે.












Click it and Unblock the Notifications
