Kushal Bhurtel: ૧ ઓવરમાં ૬ સિક્સર અને માત્ર ૩૫ બોલમાં તોફાની સેન્ચુરી, આ બેટ્સમેને મેદાન પર મચાવ્યો તરખાટ!

નેપાળના સલામી બેટ્સમેન કુશલ ભુર્તેલે એશિયન ગેમ્સ પુરુષ ક્રિકેટ ક્વોલિફાયરમાં ચીન સામે રમીને ઐતિહાસિક દેખાવ કર્યો છે. સિંગાપોર નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમ માટે ભુર્તેલે રનનો ઢગલો ખડકી દીધો. તેણે માત્ર 35 બોલમાં પોતાની બીજી T20 આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી, જેમાં તેણે 9મી ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો.

મેચ દરમિયાન કુશલ ભુર્તેલે ચીની બોલરો સામે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. 9મી ઓવરમાં તેણે વિરોધી બોલર સામે 6 કાયદેસરના બોલ પર 6 છગ્ગા ફટકારી ઇતિહાસ રચ્યો. વાઇડ બોલ ફેંકાયો હોવા છતાં ભુર્તેલની એકાગ્રતા અચળ રહી. આ વિસ્ફોટક સદીમાં તેણે 35 બોલમાં 12 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારી તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી સદી નોંધાવી.

આ ધમાકેદાર પ્રદર્શન સાથે કુશલ ભુર્તેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનાર વિશ્વના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે. આ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓમાં હર્ષલ ગિબ્સ, યુવરાજ સિંહ, કિરન પોલાર્ડ, જસ્કરણ મલ્હોત્રા અને દીપેન્દ્ર સિંહ ઐરીનો સમાવેશ થાય છે. ભુર્તેલે હવે આ ખાસ યાદીમાં પણ સ્થાન બનાવ્યું છે.

આ ઇનિંગ્સનું વધુ મહત્વ એ છે કે નેપાળ હવે વિશ્વ ક્રિકેટનો એકમાત્ર એવો દેશ બન્યો છે, જેના બે બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય મંચ પર એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા છે. ભુર્તેલ પહેલાં નેપાળના જ દીપેન્દ્ર સિંહ ઐરીએ 2024માં ACC પ્રીમિયર કપમાં કતાર સામે 20મી ઓવરમાં 6 છગ્ગા ફટકારી આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X