PM Kisan : આ તારીખે જમા થશે પીએમ કિસાન સન્માન નિધીનો 15 મોં હપ્તો, આવી રીતે ચેક કરો તમારૂ નામ

દિવાળી સાથે સાથે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. બહુ જલ્દી ખેડૂતોના ખાતમાં પીએમ કિસાન સન્માન નિધિનો 15મોં હપ્તો જમા થવા જઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 15મો હપ્તો 15 નવેમ્બર 2023 ના રોજ જમા થશે. 8 કરોડ ખેડૂતોનો 15મો હપ્તો DBT દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

pm kisan

ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ પાત્ર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.

PM કિસાન યોજના વિશ્વની સૌથી મોટી DBT યોજનાઓમાંની એક છે. જેમાં વાર્ષિક ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ સીધી ખેડૂતોને આધાર કાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM કિસાનના 15 હપ્તામાં 2 હજાર રૂપિયા 8 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 15મો હપ્તો એવા ખેડૂતોને જ આપવામાં આવશે, જેમના નામ લાભાર્થીની યાદીમાં હશે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમના નામ લાભાર્થીની યાદીમાં ચેક કરી શકે છે.

તમારૂ નામ આવી રીતે ચેક કરો

  • સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • અહીં પેમેન્ટ સક્સેસ ટેબમાં ભારતનો નકશો દેખાશે.
  • હવે જમણી બાજુએ યલો ટેબ ડેશબોર્ડ' દેખાશે તેના પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી તમે નવા પેજ પર પહોંચી જશો.
  • તમારે વિલેજ ડેશબોર્ડ ટેબ પર તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
  • અહીં રાજ્ય, જિલ્લો, તાલુકો અને પંચાયત પસંદ કરો.
  • હવે તમે શો બટન પર ક્લિક કરો.
  • આ પછી તમે તમારી વિગતો જોઈ શકો છો.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X