સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.91 મીટર પહોંચી

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં નર્મદા ડેમના 30 દરવાજામાંથી 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમમાંથી 2.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં ડેમની સપાટી 137.91 મીટર નોંધવામાં આવી હતી.

Narmada Dam

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી બે લાખથી વધુ ક્યુસેક પાણી છોડવાના કારણે સોમવારે રાતે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 2.30 લાખ ક્યુસેક છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 30માંથી 15 દરવાજા ખોલીને 2.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાવામાં આવ્યુ.

નર્મદા નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. 1200 મેગા વોટ વીજ ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસ પણ સતત કાર્યરત છે. જેમાંથી 40 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે. ડેમની સપાટી સોમવારે રાતે 137.91 મીટર નોંધાઈ હતી. જો કે, હાલમાં પૂર જેવી કોઈ સ્થિતિ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X