શું છે ડિજિટલ પાક સર્વે યોજના? જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થવા જઈ રહ્યો છે?

ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ ખેતી અને તેની સાથે જોડાયેલી વિવિધ સિસ્ટમ પણ ઓનલાઈન થઈ રહી છે. હવે સરકાર સિઝને સિઝને ખેડૂતોને તલાટી પાસે થતા ધક્કા માંથી મુક્તી અપાવવા એક યોજના અમલમાં મુકી રહી છે.

ડિજિટલ પાક સર્વે
જુની સિસ્ટમ પ્રમાણે ખેડૂતોએ તેમના વાવેતરને સરકારી ચોપડે ચડાવવા માટે દર સિઝને પાણી પત્રક ભરવા પડે છે. આનાથી ખેડૂતોનું વાવેતર સરકારી ચોપડે નોંધાય અને વિવિધ આફતોમાં સરકાર તેના આધારે સહાય આપે છે. હવે સરકાર આ સિસ્ટમ ઓનલાઈન કરવા જઈ રહી છે.

Digital Crop Surve

GPS આધારિત સર્વે
સમાચારો અનુસાર, હવે વાવેતરની ડિજિટલ રીતે ગણતરી કરવામાં આવી રહી છે. સર્વેયરો જે તે સર્વે નંબરમાં જઈને વાવેલા પાકનો ફોટો એપ્લિકેશનમાં અપલોડ કરી રહ્યા છે.
GPS ટેકનોલોજી આધારિત આ ગણતરીમાં ફોટો અપલોડ થતા ખેડૂતનું નામ તેની જમીનનો સર્વે નંબર અને કયા પાકનું કેટલું વાવેતર કર્યું છે તેના ડેટા એપમાં ઓટોમેટીક અપલોડ થઈ જાય છે.

આ પછી સર્વેયરોએ અપલોડ કરેલા ડેટાને જે તે ગામના ગ્રામ સેવકો દ્વારા ખરાઈ કરવામાં આવશે. તલાટી દ્વારા આખરી મંજૂરી આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શિયાળું સીઝનના મુખ્ય છ પાકોને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં તમાકુ, રાઈ વરિયાળી તેમજ અજમા સહિતના અન્ય પાકોને આવરી લેવામાં આવશે.

હાલ આ જિલ્લાઓમાં કામગીરી કરાઈ રહી છે
હાલ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમા આ કામગીરી શરૂ કરાઈ છે. તેમાં મહેસામા, અરવલ્લી, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લામાં આ કામગીરી કરાઈ રહી છે. તેમાં મુખ્ય 6 પાકોને આવરી લેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X