સીપીઆઇ નેતા સીતારામ યેચુરીના પુત્ર આશીષ યેચુરીનું કોરોનાથી નિધન
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના મહાસચિવ સીતારામ યેચુરીના મોટા પુત્ર આશિષ યેચુરીનું ગુરુવારે સવારે કોરોનાને કારણે અવસાન થયું હતું. ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. આશિષને કોર
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના મહાસચિવ સીતારામ યેચુરીના મોટા પુત્ર આશિષ યેચુરીનું ગુરુવારે સવારે કોરોનાને કારણે અવસાન થયું હતું. ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. આશિષને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.

ચેપ શરૂ થયાના લગભગ 2 અઠવાડિયા પહેલા તેમને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને મેદાંતા ખસેડાયા હતા. આશિષ (34) દિલ્હીના એક મોટા અખબારમાં સિનિયર કોપી સંપાદક હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં જપ્ત કરવામાં આવ્યા 50 લાખના નકલી સેનિટાઈઝર, જોવામાં લાગી રહ્યા છે એકદમ અસલી












Click it and Unblock the Notifications
