Astro Tips: મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી? ઘરમાંથી કાઢો આ વસ્તુઓને બહાર

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે વધુને વધુ ધન કમાય પરંતું તે ઘરમાં ટકતુ ન હોય તો ઘન કમાવા છતા રહેતુ નથી. તો જાણો કેટલીક એસ્ટ્રો ટિપ્સ અને બની ધનવાન.

એવું કોઈ નહિં હોય જે પૈસા કમાવવા નહિં માંગતુ હોય. દરેકની ઈચ્છા હોય છે કે તે સારા પૈસા કમાય અને પોતાનું જીવન એશો-આરામથી વિતાવે. પણ ક્યારેક સખત મહેનત કરવા છતાં હાથમાં પૈસા આવતા નથી અને જો આવી જાય તો ટકતા નથી. અથવા તો ઘણી વાર એવું બને છે કે દિવસ રાત મહેનત કરનાર વ્યક્તિ પોતાના પૈસાનો ઉપભોગ કરી શકતો નથી, તેનો લાભ બીજાઓને મળતો હોય છે. આવા લોકો માટે અમે કેટલાક જ્યોતિષ ઉપાયો લઈને આવ્યા છીએ જેના દ્વારા વ્યક્તિ ધન અર્જીત પણ કરી શકે છે અને જીવનને સુંદર પણ બનાવી શકે છે.

તૂટેલો કાચ

તૂટેલો કાચ

ઘરમાં પૈસા ટકી રહે તે માટે સૌથી પહેલા તમારા ઘરમાં રહેલા તૂટેલા કાચને હટાવો. બારી-દરવાજા કે વૉડરોબનો કાચ કે અરીસો તૂટી ગયો હોય તો તેને જલ્દીથી બદલો. તૂટેલા અરિસામાં ક્યારેય મોઢું પણ જોવું નહિં.

બંધ ઘડિયાળ

બંધ ઘડિયાળ

તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય અથવા કોઈ અટકી અટકીને ચાલી રહી હોય તો તેને હટાવી દો. ઘરની દિવાલ પર બંધ ઘડિયાળ વ્યક્તિને દરિદ્રતા તરફ લઈ જાય છે. પરિણામે જલ્દીથી તેનો નિકાલ કરો અથવા તેને ચાલુ અવસ્થામાં લાવો.

તૂટેલી મૂર્તિ

તૂટેલી મૂર્તિ

તમારા ઘરમાં કોઈ ખંડિત મૂર્તિ હોય, મંદિરમાં કે, ઘરમાં કોઈ શો-કેસમાં કે અન્ય કોઈ પણ મૂર્તિ હોય તેને ઘરની બહાર ફેંકી દો. આવી વસ્તુ તમારી આર્થિક સ્થિતિમાં બાધિત બને છે.

એક્વેરિયમ

એક્વેરિયમ

ધનના આગમન માટે તમારા ઘરમાં એક નાનો એક્વેરિયમ લાવો. માછલી શુભનું સૂચક છે અને તે ધનને આકર્ષે છે.

કાંટાળા છોડ

કાંટાળા છોડ

તમારા ઘરમાં કે બગીચામાં ક્યારેય કાંટાળા છોડ વાવશો નહિં, જો હોય તો તત્કાલ તેનો નિકાલ કરી દો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આર્થિક સ્થિતિ માટે તે યોગ્ય નથી. આ ઉપરાંત સાંજના સમયે સુવું, ભણવું અને જમવું પણ અશુભ મનાય છે, જેથી ટાળવું.

ઘરની સફાઈ

ઘરની સફાઈ

ઘરની દરિદ્રતા દૂર કરવા માટે ઘરમાં નિયમિત સાફ-સફાઈ કરવાનું રાખો. સ્વચ્છતામાં લક્ષ્મીનો વાસ થાય છે. જેથી સમયે સમયે ઘરની સફાઈ કરતા રહો, આ તમારી દરિદ્રતાને દૂર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X