Lunar Eclipse 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે, સમય અને સૂતક કાળ જાણો

Lunar Eclipse 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે, સમય અને સૂતક કાળ જાણો

વર્ષ 2021નું પહેલું ચંદ્ર ગ્રહણ મે મહિનામાં લાગશે. આ વર્ષે ચંદ્ર ગ્રહણ 26 મે 2021ના રોજ વૈશાખ અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગશે. આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. આ ગ્રહણનો સૌથી વધુ પ્રભાવ વૃશ્ચિક રાશિના જાતકો પર જોવા મળી શકે છે કેમ કે આ અવધિમાં ચંદ્ર દેવ આ રાશિમાં હાજર રહેશે. આ ચંદ્ર ગ્રહણ અનુરાધા નક્ષત્રમાં પડશે. આ લેખના માધ્યમથી જાણીએ વર્ષ 2021માં લાગનાર પહેલા ચંદ્ર ગ્રહણ વિશે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો વિશે..

ચંદ્ર ગ્રહણની તારીખ અને સમય

ચંદ્ર ગ્રહણની તારીખ અને સમય

26 મે (બુધવાર)ના રોજ બપોરે 2 વાગીને 17 મિનિટે ચંદ્ર ગ્રહણ શરૂ થશે. જે સાંજે 7 વાગીને 19 મિનિટ પર સમાપ્ત થશે.

ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ

ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ

આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે જેથી તેમાં સૂતક કાળા માન્ય નહિ હોય. ઉપછાયા ચંદ્ર ગ્રહણની સ્થિતિમાં ચંદ્રમાની સપાટી ઝાંખી દેખાય છે.

વૃશ્ચિક અને અનુરાધા નક્ષત્રના લોકો સતર્ક રહે

વૃશ્ચિક અને અનુરાધા નક્ષત્રના લોકો સતર્ક રહે

ચંદ્ર ગ્રહણ દરમ્યાન ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેશે. આ રાશિના જાતક થોડા સાવધાન રહે. આ સમય અનુરાધા નક્ષત્ર પણ રહેશે. અનુરાધા નક્ષત્રનો સંબંધ દેવી રાધા સાથે હોવાનું મનાય છે. આ નક્ષત્રના સ્વામી શનિ છે. આ નક્ષત્રાં જન્મ લેનાર જાતકો પર મંગળ પ્રભાવી થાય છે. આ લોકો પર પણ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ જોવા મળી શકે છે.

ચંદ્ર ગ્રહણ ક્યાં દેખાશે

ચંદ્ર ગ્રહણ ક્યાં દેખાશે

મે મહિનામાં લાગનાર ચંદ્ર ગ્રહણ ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, પૂર્વી એશિયા અને અમેરિકા મહાદ્વીપમાં પૂર્ણ રૂપે જોવા મળશે. ભારતમાં આ ચંદ્ર ગ્રહણ ઉપછાયાના રૂપમાં જોવા મળશે.

વર્ષ 2021નું બીજું ચંદ્ર ગ્રહણ

વર્ષ 2021નું બીજું ચંદ્ર ગ્રહણ

આ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બરે લાગશે. આ આંશિક ચંદ્ર ગ્રહણ હશે જેને ભારત સહિત અમેરિકા, ઉત્તરી યૂરોપ, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમાં જોઈ શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X