તમારી કુંડળીમાં અખંડ સામ્રાજ્ય યોગ છે? તો તમે ભાગ્યશાળી છો!

Posted By: Staff
Subscribe to Oneindia News

વૈદિક જ્યોતિષમાં અનેક શુભ યોગો વિશેનું વર્ણન કરવામાં આવ્યુ છે, પણ એક યોગ એવો પણ છે જે અંગે કોઈને વધુ જાણકારી નથી. આ યોગ છે અખંડ સામ્રાજ્ય યોગ. જ્યોતિષ શાસ્ત્રમાં તેને દુર્લભ યોગોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છો. જન્મકુંડળીમાં લગ્ન અને ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે આ યોગનું નિર્માણ થાય છે.

astrology

જે કુંડળીમાં આ યોગ હોય છે તે અનંત સંપતિ અને ધનનો સ્વામી હોય છે. તેની સંપતિમાં દિવસેને દિવસે વૃધ્ધિ થતી જાય છે. એવું મનાય છે કે 75 વર્ષ સુધી આ યોગનો પ્રભાવ રહે છે. કુંડળીમાં અખંડ સામ્રાજ્ય યોગ રહેવાથી અન્ય ખરાબ ગ્રહોનો પ્રભાવ ખતમ થઈ જાય છે. આ યોગ નોકરી, વેપાર, શિક્ષણમાં ઉચ્ચ શ્રેણીની સફળતા અપાવે છે.

astrology

આ યોગ કેવી રીતે બને છે?

  • વૈદિક જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે જે ત્રણ સમૂહોમાં વિભાજીત હોય છે. દરેક સમૂહમાં ચાર-ચાર રાશિઓ આવે છે, જેને ચર, સ્થિર અને દ્વિસ્વભાવ રાશિઓ કહેવાય છે. 
  • અખંડ સામ્રાજ્ય માત્ર એ કુંડળીઓમાં બને છે જે સ્થિર લગ્ન વાળી હોય છે. સ્થિર લગ્ન વાળી રાશિઓ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ છે. સાથે જ ગુરુ લગ્નથી પાંચમા અને અગિયારમાં ભાવમાં સ્થિર હોય. 
  • વૃષભ લગ્ન માટે બૃહસ્પતિ 11માં ભાવ, સિંહ લગ્ન માટે પંચમ સ્થાન, વૃશ્ચિક લગ્ન માટે દ્રિતિય અને પંચમ ભાવ તથા કુંભ લગ્ન માટે દ્રિતિય અને એકાદશ ભાવનો કારક મનાય છે. 
  • તેની સાથે જ ચંદ્રની સ્થિતિ પણ જોવામાં આવે છે. મજબૂત ગુરુ દ્રિતિય, પંચમ અને 11માં ભાવમાં હોય અને તેની સાથે ચંદ્ર હોય. 
  • દ્રિતિય, દશમ અને 11માં ભાવનો સ્વામી કેન્દ્રમાં હોય.

અખંડ સામ્રાજ્ય યોગના લાભ

  • જે વ્યક્તિની કુંડળીમાં અખંડ સામ્રાજ્ય યોગ હોય છે તેને જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી. તેને પૈતૃક સંપતિ પ્રાપ્ત થાય છે અને જો પૈતૃક સંપતિ પ્રાપ્ત ન થાય તો તે પોતાના દમે અખંડ સંપતિનો સ્વામી બને છે. 
  • નોકરી, વેપારમાં અડચણો હોવા છતાં તે ઉચ્ચ શિખરે પહોંચે છે. 
  • તમામ ભૌતિક સુખોનો સ્વામી બને છે. તેને અચાનક મોટો ધનલાભ થાય છે. 
  • જે કુંડળીમાં આ યોગ હોય છે તેના બીજા દોષો સમાપ્ત થઈ જાય છે.
English summary
Akhanda Samrajya yoga is a rare and highly fortunate yoga and a powerful Raja yoga that confers rulership. Here is Interesting Facts about in Gujarati.
Please Wait while comments are loading...